Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Iran-America વચ્ચે થઇ શાંતિ સમજૂતી,19 જૂને ખુલશે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ

    4 hours from now

    1

    0

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે એક ઐતિહાસિક શાંતિ કરારની જાહેરાત કરી છે, જેણે છેલ્લા 107 દિવસથી ચાલી રહેલા તણાવ અને યુદ્ધના વાતાવરણને પૂર્ણવિરામ આપ્યો છે.ટ્રમ્પના જણાવ્યા અનુસાર, બંને દેશો 19 જૂનના રોજ સ્વિટ્ઝર્લૅન્ડમાં આ કરાર પર સત્તાવાર રીતે હસ્તાક્ષર કરશે. આ સમજૂતીના ભાગરૂપે હોર્મુઝ સ્ટ્રેટને કોઈપણ ટોલ ટેક્સ વગર તમામ દેશો માટે ખોલી દેવામાં આવશે, જે વૈશ્વિક અર્થતંત્ર માટે મોટા રાહતના સમાચાર છે.યુદ્ધ વિરામ બાદ હવે ભારતને મોટી રાહતવિશ્વના કુલ તેલ પુરવઠાનો લગભગ 20% હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા પસાર થાય છે. સંઘર્ષ શરૂ થયા બાદ આ માર્ગ બંધ હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા હતા. હવે આ માર્ગ ખુલવાથી ભારત સહિતના દેશોને મોટી રાહત મળશે અને તેલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરતા કહ્યું કે, "ઈરાન સાથેનો સોદો પૂર્ણ થઈ ગયો છે. હવે તેલને વહેવા દો!"60 દિવસમાં બંને દેશો અલગ અલગ મુદ્દા પર કરશે વાટાઘાટોઆ કરાર પાકિસ્તાન અને કતાર જેવા મધ્યસ્થી દેશોના પ્રયાસોનું પરિણામ છે. કરાર મુજબ, અમેરિકા ઈરાની બંદરો પરથી પોતાની નૌકાદળની નાકાબંધી હટાવી લેશે. આ ઉપરાંત, આગામી 60 દિવસમાં બંને દેશો ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને યુરેનિયમ સંવર્ધન જેવા જટિલ મુદ્દાઓ પર વાટાઘાટો કરશે. 28 ફેબ્રુઆરીએ શરૂ થયેલા સંઘર્ષમાં ઈરાને તેના ઘણા ઉચ્ચ નેતૃત્વ ગુમાવ્યા હતા, જેમાં સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેની સહિતના અન્ય નેતાઓનો સમાવેશ થાય છે. આ યુદ્ધ દરમિયાન ઈરાને શરૂઆતમાં અવિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ચોક્કસ આર્થિક ભંડોળની માંગ કરી હતી, પરંતુ અંતે શાંતિ માટે બંને પક્ષો સહમત થયા છે.ટ્રમ્પના જન્મદિવસની એક મોટી સિદ્ધિ ગણાવીટ્રમ્પના 80મા જન્મદિવસે મળેલી આ સફળતાને તેમના કાર્યકાળની એક મોટી સિદ્ધિ ગણવામાં આવી રહી છે. ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે વધતા તણાવ વચ્ચે, ટ્રમ્પે નેતન્યાહૂ સાથે ચર્ચા કરીને આ વિસ્તારમાં વધુ હિંસા અટકાવવા પણ સૂચના આપી છે. આ શાંતિ કરારથી મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા અસ્થિરતાના વાતાવરણમાં એક નવી આશાનું કિરણ જાગ્યું છે. કરાર બાદ સત્તાવાર રીતે શુક્રવારથી હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર સામાન્ય થઈ જશે, જેનાથી વૈશ્વિક ઉર્જા સુરક્ષા ફરી મજબૂત થશે.આ પણ વાંચોઃ World News : પુતિન સાથે ડોનાલ્ડ ટ્રમ્પે 55 મિનિટ સુધી ફોન પર કરી વાતચીત, કહ્યું 'ઈરાન સાથે ટુંક સમયમાં થશે ડીલ'
    Click here to Read more
    Prev Article
    सोमवती अमावस्या आज, ज्योतिषाचार्य से जानिए स्नान-दान का शुभ समय और कौन-से महाउपाय दिला सकते हैं सुख-समृद्धि
    Next Article
    सब्जी एक और फायदे अनेक! डायबिटीज-कैंसर से बचाए, वजन घटाए, जानिए सहजन के चमत्कारिक गुण

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment