અમેરિકાના મિઝોરી રાજ્યમાં રવિવારે સવારે એક હૃદયદ્રાવક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. સ્કાયડાઇવિંગ માટે નીકળેલું એક ખાનગી વિમાન કેન્સાસ સિટીના બટલર મેમોરિયલ એરપોર્ટ નજીક ક્રેશ થતાં તેમાં સવાર તમામ 12 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાવી દીધી છે.અથડાઇને નીચે પડતા વિમાન બન્યુ આગનો ગોળોમળતી માહિતી મુજબ રવિવારે સ્થાનિક સમય પ્રમાણે સવારે લગભગ 11:30 વાગ્યે આ વિમાન અચાનક અનિયંત્રિત થઈને રસ્તાની બાજુમાં આવેલા એક ખુલ્લા મેદાનમાં ખાબક્યું હતું. અથડાવાની સાથે જ વિમાનમાં ભીષણ આગ લાગી ગઈ અને તે આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. વિમાનના ટુકડા થઈ ગયા હતા. મિઝોરી હાઇવે પેટ્રોલના સાર્જન્ટ જસ્ટિન ઇવિંગે આ દુર્ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ક્રેશ થયેલું વિમાન 'પેસિફિક એરોસ્પેસ 750XL' મોડેલનું હતું.વિમાનમાં સવાર તમામના મોતમાહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ, શેરિફ ઓફિસ અને કટોકટી સેવાઓની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. બચાવકર્મીઓએ આગ ઓલવવા અને રાહત કામગીરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિમાન સંપૂર્ણપણે સળગી ગયું હોવાથી કોઈને પણ જીવતા બચાવી શકાયા નહોતા. અકસ્માત બાદ સુરક્ષાના કારણોસર આસપાસનો રસ્તો ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.અકસ્માતના કારણોની કરાશે તપાસતપાસના ભાગરૂપે નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) દ્વારા આ અકસ્માતના કારણોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ વિમાન સિંગલ-એન્જિન ટર્બોપ્રોપ હતું, જેનો ઉપયોગ સામાન્ય રીતે સ્કાયડાઇવિંગ, કાર્ગો અને અન્ય વ્યાવસાયિક સેવાઓ માટે કરવામાં આવે છે. આ વિમાન 17 મુસાફરોને લઈ જવાની ક્ષમતા ધરાવતું હતું.સ્કાયડાઇવિંગ પ્રેમીઓ અને સ્થાનિકો સ્તબ્ધબટલર જેવા શાંત અને નાના શહેરમાં બનેલી આ ઘટનાએ સ્કાયડાઇવિંગ પ્રેમીઓ અને સ્થાનિકોને સ્તબ્ધ કરી દીધા છે. આ વિસ્તારમાં સ્કાયડાઇવિંગની સીઝન સામાન્ય રીતે માર્ચ-એપ્રિલથી શરૂ થઈને ઓક્ટોબર-નવેમ્બર સુધી ચાલતી હોય છે, જેમાં મોટી સંખ્યામાં સાહસિકો ભાગ લેતા હોય છે. હાલમાં તપાસનીશ અધિકારીઓ વિમાનમાં ટેકનિકલ ખામી હતી કે અન્ય કોઈ કારણસર આ અકસ્માત સર્જાયો, તે જાણવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. આ કરુણ ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારો માટે આ એક વણપૂર્યો આઘાત છે.આ પણ વાંચોઃ Iran-America વચ્ચે થઇ શાંતિ સમજૂતી,19 જૂને ખુલશે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ
Click here to Read more

