Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    અફઘાનિસ્તાન સામે ભારત 451 રનથી આગળ:પ્રથમ ઇનિંગ 564/8 પર ડિક્લેર, બીજા દિવસે અફઘાનિસ્તાનનો સ્કોર 113/5; સુથારને 3 વિકેટ

    13 hours ago

    1

    0

    ભારતે અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સ 564/8 રન બનાવીને ડિક્લેર કરી દીધી. રવિવારે ન્યૂ ચંદીગઢમાં બીજા દિવસના સ્ટમ્પ્સ સુધી અફઘાનિસ્તાને 5 વિકેટે 113 રન બનાવ્યા છે. રહેમત શાહ 43 રન બનાવીને અણનમ પાછો ફર્યો. ભારત પ્રથમ ઇનિંગ્સના આધારે 451 રનથી આગળ છે. ભારત માટે ડેબ્યૂ કરી રહેલા માનવ સુથારે 3 વિકેટ લીધી. તેણે રહેમાનુલ્લાહ ગુરબાઝ, અબ્દુલ મલિક અને અફસર ઝઝાઈને પેવેલિયન મોકલ્યા. પ્રસિદ્ધ કૃષ્ણાએ કેપ્ટન હશ્મતુલ્લાહ શાહિદી અને સેદીકુલ્લાહ અટલની વિકેટ લીધી. મેચ સ્કોરબોર્ડ ગિલ અને રાહુલની સદી, 3 બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી કેપ્ટન શુભમન ગિલે સૌથી વધુ 126 રન બનાવ્યા. ઓપનર કેએલ રાહુલે 100 રનની ઇનિંગ રમી. પંત અને સાઈ સુદર્શને 81-81 રન બનાવ્યા. વોશિંગ્ટન સુંદર 52 અને કુલદીપ યાદવ 9 રન બનાવીને અણનમ રહ્યા. ડેબ્યૂ મેચ રમી રહેલા માનવ સુથારે 28, યશસ્વી જયસ્વાલે 24 અને ધ્રુવ જુરેલે 19 રન બનાવ્યા. મોહમ્મદ સિરાજે 12 બોલમાં 22 રન બનાવ્યા. અફઘાનિસ્તાન તરફથી મોહમ્મદ સલીમ સફીએ 6 વિકેટ લીધી. ઝિયાઉર રહેમાન અને હશમતુલ્લાહ શાહિદીને એક-એક વિકેટ મળી. ગિલ અને પંત વચ્ચે 169 રનની ભાગીદારી ટીમ ઇન્ડિયાએ બીજા દિવસે 368/3 ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું. ગિલે 103 અને પંતે 50 રનથી ઇનિંગ્સને આગળ વધારી. બંનેએ ચોથી વિકેટ માટે 169 રનની ભાગીદારી કરી. ગિલ પોતાની ઇનિંગ્સમાં 23 અને પંત 31 રન ઉમેરી શક્યા. 29 વર્ષ પછી કોઈ ભારતીયને ડેબ્યૂ ટેસ્ટની પહેલી ઓવરમાં વિકેટ ચંદીગઢ ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર ભારતીય લેફ્ટ આર્મ સ્પિનર માનવ સુથારે મેચમાં પોતાની પહેલી જ ઓવરમાં વિકેટ લીધી. તેણે પોતાની પહેલી ઓવરના ચોથા બોલ પર અફઘાનિસ્તાનના ઓપનર અબ્દુલ મલિકને મોહમ્મદ સિરાજના હાથે કેચ કરાવ્યો. માનવ ડેબ્યૂ ટેસ્ટની પહેલી ઓવરમાં વિકેટ લેનાર સાતમા ભારતીય બન્યા છે. તેના પહેલા છેલ્લી વાર આ કારનામું નિલેશ કુલકર્ણીએ કર્યું હતું. કુલકર્ણીએ 1997માં શ્રીલંકા સામે પોતાની પહેલી ટેસ્ટ મેચના પહેલા જ બોલ પર માર્વન અટાપટ્ટુની વિકેટ લીધી હતી. મેચની પળેપળની અપડેટ્સ જાણવા માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read more
    Prev Article
    Israel:યુદ્ધ દરમિયાન પણ સમયસર શસ્ત્રો પહોંચાડવામાં ઇઝરાયલ આગળ,નિકાસમાં રશિયા પાછળ છે
    Next Article
    A retired soldier finds a 1,700-year-old Roman treasure while on a weekend walk and it's unlike anything ever discovered before

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment