Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Abu Dhabi: રાત્રે સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતો હતો, સવારે ઈમેલ આવ્યો ને બની ગયો 78 કરોડનો માલિક!

    4 hours from now

    1

    0

    કહેવાય છે ને કે કિસ્મત ક્યારે પલટી મારે તે કોઈ જાણી શકતું નથી. સંયુક્ત આરબ અમીરાત (UAE) ના અબુ ધાબીમાં રહેતા 26 વર્ષના એક નેપાળી સિક્યોરિટી ગાર્ડ તૈયબ ખાન સાથે પણ કંઈક આવું જ બન્યું છે. માત્ર સામાન્ય પગાર પર નોકરી કરતા તૈયબે તેના 4 મિત્રો સાથે મળીને 50 દિરહામ (આશરે ₹1300) ની લોટરી ટિકિટ ખરીદી હતી. પરંતુ કિસ્મત જુઓ, આ જ ટિકિટે તેમને પૂરા 30 મિલિયન દિરહામ એટલે કે ભારતીય ચલણમાં આશરે 78 કરોડ રૂપિયાનો જેકપોટ જીતાડી દીધો છે.સિક્યોરિટી ગાર્ડની કિસ્મત ચમકીતૈયબ ખાન છેલ્લા 4 વર્ષથી અબુ ધાબીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તે અવારનવાર લોટરી ખરીદીને પોતાનું નસીબ અજમાવતો હતો. તાજેતરમાં જ તેને ફેસબુકના માધ્યમથી આ લોટરી વિશે ખબર પડી હતી. તૈયબે જણાવ્યું કે, "અમે કુલ 5 મિત્રો છીએ. અમે દર વખતે પૈસા ભેગા કરીને નિયમિત ટિકિટ ખરીદતા હતા. દર અઠવાડિયે અમારો એક મિત્ર લકી નંબર પસંદ કરતો હતો. ઘણા મહિનાઓની મહેનત અને રાહ જોયા બાદ આખરે અમારી કિસ્મત ચમકી છે."78 કરોડ રૂપિયાનો જેકપોટ લાગ્યોઘટનાની વિગત એવી છે કે ગત 27 મે 2026 ના રોજ જ્યારે લોટરીના પરિણામો જાહેર થયા, ત્યારે તૈયબ બકરીદની રજાઓ દરમિયાન નાઇટ શિફ્ટમાં ડ્યુટી કરી રહ્યો હતો. લાખો લોકો ડ્રોના પરિણામની રાહ જોતા હતા, પણ તૈયબ પોતાની નોકરીમાં વ્યસ્ત હતો. ડ્યુટી પૂરી કરીને જ્યારે તે સવારે ઊંઘમાંથી જાગ્યો, ત્યારે તેના ઇનબોક્સમાં આવેલા એક ઈમેલે તેની આખી જિંદગી બદલી નાખી. ઈમેલમાં લખ્યું હતું કે તેમની ટિકિટ પર 78 કરોડ રૂપિયાનો જેકપોટ લાગ્યો છે.દરેકના હિસ્સામાં 15 કરોડ રૂપિયા આવશેઆ ઈનામી રકમ પાંચેય મિત્રોમાં સરખે ભાગે વહેંચવામાં આવશે, જેથી દરેકના હિસ્સામાં આશરે 15 કરોડ રૂપિયા આવશે. તૈયબે જણાવ્યું કે, આ રકમ મળ્યા બાદ તે સિક્યોરિટી ગાર્ડની નોકરી છોડી દેશે અને પોતાનો નવો બિઝનેસ શરૂ કરશે. હાલ તેનો નેપાળ પરત ફરવાનો કોઈ ઈરાદો નથી. તે નેપાળમાં પોતાના પરિવાર માટે એક મોટું અને આલીશાન ઘર બનાવવા માંગે છે અને દુબઈમાં પણ એક ફ્લેટ ખરીદવાની તેની ઈચ્છા છે. આ ઉપરાંત, તે પોતાના શોખ પૂરા કરવાઆ પણ વાંચો:Pakistan Army: પાકિસ્તાની સેનાનું હેલિકોપ્ટર ક્રેશ,21 સૈન્યકર્મીના કમકમાટીભર્યા મોત
    Click here to Read more
    Prev Article
    કમાણી કરવી હોય તો ફટાફટ ખરીદી લો 100 રૂપિયાનો આ શેર, 6-6 એક્સપર્ટે બતાવી દીધી લીલી ઝંડી
    Next Article
    Women's T20 WC 2026 : ભારત સાથે ટકરાતા પહેલા જ પાકિસ્તાનને મળી શિકસ્ત, 10 વર્ષથી...

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment