Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Britainમાં 35 ડિગ્રી ગરમીથી હાહાકાર, લોકો ફ્રીઝ કરવા લાગ્યા ટુવાલ, જાણો કેમ?

    2 weeks ago

    1

    0

    તો આ તરફ, યુકેમાં મહિલા 35 ડિગ્રી ગરમી વચ્ચે તેના શ્વાનને રાહત આપવા અનોખો જુગાડ કરી રહી છે. ગરમી સામે રક્ષણ મેળવવા પ્રયાસ ભારતમાં પરિસ્થિતિ હાલમાં અત્યંત ભયાનક છે. ઘણા રાજ્યોમાં તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે. શેરીઓમાં ગરમી ખૂબ જ વધી રહી છે, લોકો દિવસ દરમિયાન બહાર જવાનું ટાળી રહ્યા છે, અને હીટવેવની અસરો સતત વધી રહી છે. ગરમીની અસર યુરોપિયન દેશોમાં પણ જોવા મળી રહી છે. જ્યાં તાપમાન બધા રેકોર્ડ તોડી રહ્યુ છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે લોકો અસામાન્ય ઉકેલનો આશરો લઈ રહ્યા છે. પાલતુ પ્રાણીઓની સંભાળ જરુર ભારતમાં લોકો 48°Cની તીવ્ર ગરમી સહન કરી રહ્યા છે. ત્યારે યુકે જેવા દેશોમાં, 35°Cને પણ હીટવેવ માનવામાં આવે છે. આ જ કારણ છે કે આવા નાના પાલતુ પ્રાણીઓની સંભાળ રાખવાની ટિપ્સ વાયરલ થાય છે. આપણે માણસો બોલીને અથવા શેર કરીને આપણી અગવડતા વ્યક્ત કરી શકીએ છીએ. પરંતુ પ્રાણીઓ કરી શકતા નથી. આનો અર્થ એ નથી કે તેઓ ગરમી કે અગવડતા અનુભવતા નથી. તેથી, પાલતુ પ્રાણીઓની સંભાળ રાખવી વધુ મહત્વપૂર્ણ બની જાય છે. ગરમીથી ત્રાહિમામ લોકોએ વિવિધ પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી છે. કેટલાક તેને સર્જનાત્મક વિચાર કહી રહ્યા છે. જ્યારે અન્ય લોકો તેને એક મનોરંજક પણ મહત્વપૂર્ણ પાઠ માની રહ્યા છે. 35°C હોય કે 45°C, ગરમી દરેક જીવંત વસ્તુને અસર કરે છે. માત્ર એટલો જ તફાવત છે કે કેટલાક કહી શકે છે અને કેટલાક નથી કહી શકતા નથી. આ પણ વાંચોઃ ભારતની કઇ કેરી પર જાપાને મુક્યો પ્રતિબંધ, જાણો શુ છે કારણ?
    Click here to Read more
    Prev Article
    US Vs Iran:ઇરાન પરના હુમલામાં શું ઇઝરાયલ જોડાશે?અમેરિકા હોર્મુઝ પર સંપૂર્ણ યુદ્ધમાં ડૂબી ગયું
    Next Article
    Vinesh Phogatના એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં ભાગ લેવાની વિરૂદ્ધ WFI

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment