Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    US Vs Iran:ઇરાન પરના હુમલામાં શું ઇઝરાયલ જોડાશે?અમેરિકા હોર્મુઝ પર સંપૂર્ણ યુદ્ધમાં ડૂબી ગયું

    2 weeks ago

    1

    0

    વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ ગણાતા હોર્મુઝ જળમાર્ગ (Strait of Hormuz) પર ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. વૈશ્વિક તેલ પુરવઠાને સુરક્ષિત રાખવાના નામે અમેરિકા હવે ઈરાન સામે નિર્ણાયક જંગમાં કૂદી પડ્યું છે. અમેરિકી સૈન્ય દ્વારા ઈરાનના સૌથી મહત્વપૂર્ણ ગણાતા 'બંદર અબ્બાસ' સહિતના દરિયાઈ અને સૈન્ય ઠેકાણાઓ પર હુમલા તેજ કરી દેવામાં આવ્યા છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે હવે સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે, શું ઇઝરાયેલ પણ આ હુમલાઓમાં સીધું સામેલ થશે?અમેરિકાના હુમલા અને હોર્મુઝનું મહત્વઈરાન દ્વારા સતત હોર્મુઝ જળમાર્ગ બંધ કરવાની ધમકીઓ આપવામાં આવી રહી હતી, જેને પગલે અમેરિકાએ આ આકરા પગલાં લીધા છે. તાજેતરના દિવસોમાં અમેરિકાએ ઈરાનના ડ્રોન, મિસાઈલ સાઇટ્સ અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC)ના નૌકાદળના મથકોને નિશાન બનાવ્યા છે. હોર્મુઝ એટલા માટે મહત્વનું છે કારણ કે દુનિયાનો ૨૦ ટકા તેલ પુરવઠો અહીંથી પસાર થાય છે. સાઉદી અરેબિયા, UAE, ઈરાક અને કુવૈત જેવા દેશોનો ઓઈલ બિઝનેસ આ રૂટ પર નિર્ભર છે. જો આ માર્ગ લાંબો સમય બંધ રહે તો વૈશ્વિક અર્થતંત્ર ઠપ થઈ શકે છે.શું ઇઝરાયેલ પણ યુદ્ધમાં જોડાશે?ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેની દુશ્મની જગજાહેર છે. ઇઝરાયેલ હંમેશાં ઈરાનના પરમાણુ કાર્યક્રમને પોતાના અસ્તિત્વ માટે સૌથી મોટો ખતરો માને છે અને અગાઉ પણ તેણે ઈરાન પર સીધા હુમલા કર્યા છે. જો કે, વર્તમાન સંઘર્ષમાં ઇઝરાયેલે હજુ સુધી અમેરિકા સાથે મળીને હુમલા કરવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ બંને દેશો વચ્ચેના ગાઢ સૈન્ય અને ગુપ્તચર સંબંધો જોતાં ઇઝરાયેલની એન્ટ્રી ગમે ત્યારે થઈ શકે છે. ઇઝરાયેલની એરફોર્સ ઈરાનની અંદર ઘૂસીને પરમાણુ ક્ષેત્રોને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. જો ઇઝરાયેલ આ જંગમાં કૂદશે, તો લેબનાન, યમન અને સીરિયા જેવા મોરચે પણ ભીષણ આગ ફાટી નીકળશે.દુનિયા અને ભારત પર શું અસર થશે?પાકિસ્તાનની મધ્યસ્થતાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા બાદ હવે આ યુદ્ધ રોકવાની કોઈ નવી આશા દેખાતી નથી. જો આ સંઘર્ષ વધશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil)ના ભાવ આસમાને પહોંચશે, જેનાથી ભારત જેવા મોટા આયાતકાર દેશને મોટો આર્થિક ફટકો પડી શકે છે. ચીન જેવા દેશો પણ ઈરાનના મોટા આર્થિક ભાગીદાર હોવાથી વૈશ્વિક સ્તરે જૂથબંધી તીવ્ર બને તેવી આશંકા છે. નિષ્ણાતોના મતે, કોઈ પણ પક્ષ પૂર્ણ કક્ષાનું યુદ્ધ નથી ઈચ્છતો, પરંતુ ઇઝરાયેલની સંભવિત એન્ટ્રી આ ક્ષેત્રીય તણાવને વિશ્વયુદ્ધ તરફ ધકેલી શકે છે.આ પણ વાંચો:Textile: ભારતની 5 સૌથી મોટી હોલસેલ કાપડ માર્કેટ્સ, જ્યાં મળશે સસ્તામાં સસ્તો માલ!
    Click here to Read more
    Prev Article
    Delhi Rain : રાજધાનીના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો, ઘણા વિસ્તારમાં વરસ્યો વરસાદ
    Next Article
    Britainમાં 35 ડિગ્રી ગરમીથી હાહાકાર, લોકો ફ્રીઝ કરવા લાગ્યા ટુવાલ, જાણો કેમ?

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment