ચીનના શાંક્સી પ્રાંતમાં આવેલી એક કોલસા ખાણમાં ભયાનક ગેસ વિસ્ફોટ થયો હતો, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 90 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના છેલ્લા 16 વર્ષમાં ચીનની સૌથી મોટી ખાણ દુર્ઘટના તરીકે માનવામાં આવી રહી છે. ખાણની અંદર કુલ 247 મજૂરો કામ કરી રહ્યા હતા મળતી માહિતી મુજબ શુક્રવારની રાત્રે કિનયુઆન કાઉન્ટીમાં આવેલી લિયુશેનયુ કોલસા ખાણમાં અચાનક ગેસ વિસ્ફોટ થયો હતો. તે સમયે ખાણની અંદર કુલ 247 મજૂરો કામ કરી રહ્યા હતા. વિસ્ફોટ બાદ ઘણા લોકો ખાણમાં ફસાઈ ગયા હતા અને રાહત-બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી. આ દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શી જિનપીંગ અને ચીનના નાગરિકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાને મૃતકોના પરિવારજનોને આ મુશ્કેલ સમયમાં હિંમત મળે તેવી પ્રાર્થના કરી તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે ભારતના લોકો તરફથી તેઓ ચીનના લોકો સાથે આ દુઃખની ઘડીએ સંવેદના વ્યક્ત કરે છે. વડાપ્રધાને મૃતકોના પરિવારજનોને આ મુશ્કેલ સમયમાં હિંમત મળે તેવી પ્રાર્થના કરી અને લાપતા લોકોની સુરક્ષિત વાપસી માટે શુભેચ્છા પાઠવી. આ ખાણનું સંચાલન શાંક્સી ટોંગઝોઉ ગ્રુપ લિયુશેનયુ કોલ ઈન્ડસ્ટ્રી કંપની દ્વારા કરવામાં આવતું હતું. ઘટના બાદ કંપનીના કેટલાક અધિકારીઓને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. સ્થાનિક ઈમરજન્સી વિભાગ અનુસાર હાલમાં પણ બચાવ કામગીરી ચાલુ છે અને અનેક લોકો હજુ લાપતા છે. શાંક્સી પ્રાંત તરફથી 7 રેસ્ક્યુ અને મેડિકલ ટીમ મોકલવામાં આવી છે, જેમાં કુલ 755 કર્મચારીઓ સામેલ છે. અકસ્માતનું સાચું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચો : Marco Rubio દિલ્હીની ગરમીથી થયા પરેશાન, જાણો સમય પુછીને શું કહ્યું?
Click here to Read more