Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Cristiano Ronaldo વર્લ્ડકપ જીતી ગયો તો શું કરશે?

    2 weeks ago

    1

    0

    આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ 143 ગોલ કરનાર અને 5 વખત બાલોન ડી’ઓર જીતનાર રોનાલ્ડો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ખેલાડીઓમાંના એક રોનાલ્ડો (લગભગ 67 કરોડ ફોલોઅર્સ) ભાવુક થઈને રડી પડ્યા હતા, જેના કારણે સમગ્ર ફૂટબોલ જગતમાં ભાવનાત્મક માહોલ જોવા મળ્યો. ભારતમાં રોનાલ્ડોના ઘણા છે ફેન્સ ભારતમાં પણ રોનાલ્ડોના અનેક ફેન્સ છે. પૂર્વ ભારતીય ફૂટબોલર અને મહિલા ટીમના પૂર્વ કોચ અનાદિ બરુઆએ પણ આ ક્ષણને લઈને ભાવુક પ્રતિભાવ આપ્યો. તેમને કહ્યું કે લાંબી મહેનત અને અનેક મેચો પછી મળતી કોઈ પણ ટ્રોફી ખેલાડી માટે ખૂબ ખાસ હોય છે. તેમને એ પણ પ્રશ્ન કર્યો કે જો રોનાલ્ડો વર્લ્ડકપ જીતે તો તેમની ખુશી કેટલી મોટી હશે. શું છે ગોલ્ડન જનરેશન? રોનાલ્ડોની ટીમ વિશે વાત કરતાં અનાદિ બરુઆએ જણાવ્યું કે પોર્ટુગલ પાસે સારી ટીમ છે અને ઘણા યુવા ખેલાડીઓ છે. જોકે તેઓએ સ્વીકાર્યું કે ટીમ ફાઈનલ સુધી પહોંચશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે, પરંતુ આ વખતનું પ્રદર્શન મજબૂત રહી શકે છે. કોચ રોબર્ટો માર્ટિનેઝે પોર્ટુગલની '27 પ્લસ વન' ટીમ જાહેર કરી છે, જેમાં યુવા અને અનુભવી ખેલાડીઓ સામેલ છે. આ ટીમને ‘ગોલ્ડન જનરેશન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ ડિફેન્સમાં ટીમની કેટલીક નબળાઈઓ અગાઉ જોવા મળી છે. 41 વર્ષની ઉંમરે રોનાલ્ડો આ વખતે પોતાનો રેકોર્ડ છઠ્ઠો વર્લ્ડકપ રમવા જઈ રહ્યા છે. તેમના નામે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં 226 મેચ અને 143 ગોલનો રેકોર્ડ છે. અત્યાર સુધી ઘણા દિગ્ગજ ખેલાડીઓએ 5 વર્લ્ડકપ રમ્યા છે, પરંતુ રોનાલ્ડો આ રેકોર્ડ તોડીને છઠ્ઠો વર્લ્ડકપ રમશે. આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?
    Click here to Read more
    Prev Article
    Raghav Chadhaને મળ્યું મહત્વનું પદ, નિભાવશે હવે ખાસ જવાબદારી
    Next Article
    Marco Rubio India Visit Signals Reset in US-India Relations Amid Trade & Security Talks | News18

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment