Dehradun : હિંદૂ યુવકની હત્યા બાદ દહેરાદૂનમાં ભડકી હિંસા,આરોપીના ઘર પર ફેરવ્યું બુલડોઝર, ઇન્ટરનેટ બંધ
3 hours from now
ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનનો સહસપુર વિસ્તાર હાલમાં એક ક્રૂર હત્યાકાંડ બાદ કોમી તણાવની ઝપેટમાં આવી ગયો છે. બૈરાગીવાલા ગામમાં ટ્યુબવેલના સેટિંગ મટિરિયલ અને પાણીના ભાડા અંગેના જૂના વિવાદમાં વિનોદ નામના એક હિન્દુ યુવાનની હથોડી અને તીક્ષ્ણ હથિયારો વડે નિર્દયતાથી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે.હિન્દુ યુવકની હત્યા બાદ સળગી હિંસામળતી માહિતી મુજબ મૃતક વિનોદ, રાજેશ અને અશોકનો ભૂતપૂર્વ ગામના વડા ઇશ્તિપાકના ભત્રીજા ઇમ્તિયાઝ સાથે વિવાદ ચાલતો હતો. આ વિવાદે એટલું ગંભીર સ્વરૂપ ધારણ કર્યું કે રઝાક, અમન, યુનુસ અને અનીસ સહિત 20-25 લોકોના ટોળાએ વિનોદ પર હુમલો કર્યો. આ હુમલામાં વિનોદનું ગંભીર ઇજાઓને કારણે હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય બે લોકો સારવાર હેઠળ છે. મૃતકના પિતાએ ન્યાયની માંગ કરતા કડક વલણ અપનાવ્યું છે અને જ્યાં સુધી આરોપીઓ સામે આકરા પગલાં ન લેવાય ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કર્યો છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યાઆ હત્યાના સમાચાર ફેલાતા જ સ્થાનિક ગ્રામજનોનો ગુસ્સો ભડકી ઉઠ્યો હતો. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આરોપી સમુદાયના ઘરો પર પથ્થરમારો કર્યો હતો, એટલું જ નહીં, એક ઘરને આગ પણ ચાંપી દેવામાં આવી હતી. વાહનોને પણ નુકસાન પહોંચાડવાના પ્રયાસો થયા હતા. પરિસ્થિતિ વણસતી જોઈને તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે અને ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.પોલીસે 25 અજાણ્યા વ્યક્તિઓ સામે એફઆઇઆર નોંધી પોલીસે આ મામલે ત્રણ મુખ્ય આરોપીઓ અને 25 અજાણ્યા વ્યક્તિઓ સામે એફઆઈઆર (FIR) નોંધી તપાસ શરૂ કરી છે. સમગ્ર ગામમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જેથી વધુ હિંસા ન ફેલાય. હાલમાં પરિસ્થિતિ તંગ છતાં પોલીસના નિયંત્રણ હેઠળ છે. વહીવટીતંત્રે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે અને કોઈ પણ અફવાઓ પર ધ્યાન ન આપવા સૂચના આપી છે. આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા અને કોમી સૌહાર્દ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે, અને લોકો આરોપીઓ સામે કડક કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે.આ પણ વાંચોઃ Gold Price Today : સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, ચાંદી ઓલ-ટાઇમ હાઇથી થઈ સસ્તી!
Click here to Read more