Switzerlandની વસ્તી 1 કરોડથી વધશે નહીં? જનતા કરશે ઐતિહાસિક ફેંસલો, ઇમિગ્રેશન મુદ્દે ભારે વિવાદ
3 hours from now
યુરોપના સુંદર દેશ સ્વિટ્ઝરલેન્ડમાં વસ્તી વધારા અને ઇમિગ્રેશન (વિદેશથી આવીને વસતા લોકો) ને લઈને એક મોટી ચર્ચા શરૂ થઈ છે. સ્વિટ્ઝરલેન્ડમાં 2025 સુધી દેશની વસ્તી 1 કરોડ (10 મિલિયન) પર મર્યાદિત કરવાના પ્રસ્તાવ પર રવિવારે એક મહત્વપૂર્ણ જનમત સંગ્રહ (રેફરન્ડમ) યોજાવા જઈ રહ્યો છે. આ પ્રસ્તાવ પર થનારા મતદાનથી દેશનું ભવિષ્ય અને તેની વિદેશ નીતિ નક્કી થશે.આ પ્રસ્તાવને સ્વિટ્ઝરલેન્ડની દક્ષિણપંથી રાજકીય પાર્ટી 'સ્વિસ પીપુલ્સ પાર્ટી' (SVP) નું સમર્થન છે. આ પક્ષનું કહેવું છે કે દેશમાં વસ્તી ઝડપથી વધી રહી છે, જેના કારણે ઘરોની અછત, ટ્રેનોમાં ભારે ભીડ, આરોગ્ય સેવાઓ પર દબાણ અને પર્યાવરણીય સમસ્યાઓ સતત વધી રહી છે. દેશના સંસાધનોને બચાવવા માટે વસ્તી પર મર્યાદા નક્કી કરવી હવે અનિવાર્ય બની ગઈ છે.સરકાર અને ટ્રેડ યુનિયનો કેમ કરી રહ્યા છે વિરોધ?બીજી તરફ, સ્વિસ સરકાર, અન્ય રાજકીય પક્ષો, વ્યાપારી સંગઠનો અને ટ્રેડ યુનિયનો આ પ્રસ્તાવનો સખત વિરોધ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે વસ્તી પર આવી કડક મર્યાદા લાદવાથી હોસ્પિટલો, હોટલો અને અનેક મોટા ઉદ્યોગોમાં કર્મચારીઓની ભારે અછત સર્જાશે. આ ઉપરાંત, યુરોપિયન યુનિયન (EU) સાથે સ્વિટ્ઝરલેન્ડના સંબંધો પણ બગડી શકે છે. હાલમાં સ્વિટ્ઝરલેન્ડની વસ્તીના 20% લોકો 65 વર્ષથી વધુ ઉંમરના છે, તેથી દેશને અર્થતંત્ર ચલાવવા માટે યુવા કામદારો અને ટેક્સ આપનારા લોકોની સખત જરૂર છે.24 વર્ષમાં 18 લાખ વસ્તી વધીસ્વિટ્ઝરલેન્ડમાં પ્રત્યક્ષ લોકશાહી (Direct Democracy) ની વ્યવસ્થા છે, જ્યાં નાગરિકો જો 1 લાખ સહીઓ એકઠી કરે તો કોઈપણ મુદ્દા પર દેશવ્યાપી મતદાન કરાવી શકાય છે. વર્ષ 2002માં સ્વિટ્ઝરલેન્ડની વસ્તી 73 લાખ હતી, જે આજે વધીને 91 લાખ થઈ ગઈ છે. દેશની કુલ વસ્તીમાં 27% લોકો એવા છે જેઓ વિદેશમાં જન્મ્યા છે.નવા સર્વેના ચોંકાવનારા આંકડા:તાજેતરના સર્વેક્ષણ મુજબ, આ મુદ્દે દેશમાં રસાકસીનો માહોલ છે. આશરે 52% લોકો આ પ્રસ્તાવની વિરુદ્ધમાં છે, જ્યારે 45% લોકો તેનું સમર્થન કરી રહ્યા છે. હજુ પણ મોટી સંખ્યામાં મતદારો અનિર્ણાયક સ્થિતિમાં છે.1 કરોડની વસ્તી વટાવશે તો શું નુકસાન થશે?જો આ પ્રસ્તાવ પાસ થઈ જાય અને દેશની વસ્તી 95 લાખ સુધી પહોંચે, તો સરકારે ઇમિગ્રેશન નિયંત્રણના કડક પગલાં લેવા પડશે, જેમાં શરણાર્થીઓની સંખ્યા ઘટાડવી અને વિદેશી કર્મચારીઓના પરિવારોને અહીં બોલાવવા પર પ્રતિબંધ મૂકવાનો સમાવેશ થાય છે.જો વસ્તી 1 કરોડ વટાવી જશે, તો સ્વિટ્ઝરલેન્ડને યુરોપિયન યુનિયન સાથેના 'ફ્રી મૂવમેન્ટ' (મુક્ત અવરજવર) સહિતના ઘણા આંતરરાષ્ટ્રીય કરારો રદ કરવા પડી શકે છે. હોટેલ ઉદ્યોગના અડધાથી વધુ કર્મચારીઓ વિદેશી હોવાથી આ ક્ષેત્રને મોટો ફટકો પડી શકે છે, કારણ કે EU સ્વિટ્ઝરલેન્ડનો સૌથી મોટો વ્યાપારી ભાગીદાર છે. હવે સમગ્ર વિશ્વની નજર રવિવારે આવનારા જનતાના ચુકાદા પર ટકેલી છે.આ પણ વાંચો:Iran US war :Switzerlandની વસ્તી 1 કરોડથી વધશે નહીં? જનતા કરશે ઐતિહાસિક ફેંસલો, ઇમિગ્રેશન મુદ્દે ભારે વિવાદ
Click here to Read more
