Donald Trump:અમેરિકાની ચૂંટણી પહેલા EVM-વોટિંગ મશીન પર પ્રતિબંધ મૂકવા માંગતા હતા ટ્રમ્પ
3 weeks ago
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) વિશે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ટ્રમ્પના ચૂંટણી સુરક્ષા પ્રમુખ અને સલાહકારોએ દેશના અડધાથી વધુ રાજ્યોમાં ઉપયોગમાં લેવાતા વોટિંગ મશીનો પર પ્રતિબંધ મૂકવાનો મોટો પ્રયાસ કર્યો હતો. જો કે, આ યોજના માટે જરૂરી પુરાવા રજૂ ન કરી શકવાને કારણે આખરે આ આખો પ્લાન નિષ્ફળ સાબિત થયો હતો.ખોટા દાવાઓનો આશરો લેવાનો પ્રયાસન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ મુજબ, વર્ષ 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરરીતિ થઈ હોવાના ખોટા દાવાઓને સાબિત કરવા માટે ટ્રમ્પે તેમના સલાહકાર અને વકીલ કર્ટ ઓલ્સેનને પુરાવા શોધવાની જવાબદારી સોંપી હતી. ઓલ્સેને 'ડોમિનિયન વોટિંગ સિસ્ટમ' (Dominion Voting Systems) કંપનીના મશીનોને નિશાન બનાવીને એક આખો પ્લાન તૈયાર કર્યો હતો.તેમણે કોમર્સ ડિપાર્ટમેન્ટ (વાણિજ્ય મંત્રાલય) ને પણ પૂછ્યું હતું કે, શું આ મશીનોના સ્પેરપાર્ટ્સને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો જાહેર કરીને તેના પર પ્રતિબંધ લગાવી શકાય? આ યોજના પાછળનો મુખ્ય હેતુ ફેડરલ સરકાર દ્વારા રાજ્યો પાસેથી ચૂંટણીનું નિયંત્રણ પોતાના હાથમાં લેવાનો હતો.હાથથી મતગણતરી કરાવવાની હતી ઈચ્છાસૂત્રોના જણાવ્યા અનુસાર, કર્ટ ઓલ્સેન સમગ્ર અમેરિકામાં મશીનો હટાવીને બેલેટ પેપર દ્વારા હાથથી મતગણતરી (Hand Counting) કરાવવાની સિસ્ટમ લાગુ કરવા માંગતા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ પોતે પણ જાહેર મંચ પરથી સતત આવી માંગ કરતા આવ્યા છે. જો કે, ચૂંટણી સુરક્ષા નિષ્ણાતોના મતે, મશીનોની સરખામણીએ હાથથી મતગણતરી કરવી વધુ જોખમી છે અને તેમાં ભૂલો થવાની શક્યતા ઘણી વધારે રહેલી છે. હાલની સિસ્ટમમાં મશીન વોટિંગની સાથે કાગળનો રેકોર્ડ પણ રાખવામાં આવે છે, જે સંપૂર્ણ સુરક્ષિત છે.પુરાવા વગર પ્લાન ફ્લોપ થયોઆ યોજના એટલી આગળ વધી ગઈ હતી કે સપ્ટેમ્બર મહિનામાં કોમર્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ આ પ્રતિબંધ માટે કાનૂની આધાર શોધવાનું પણ શરૂ કરી દીધું હતું. પરંતુ વકીલ ઓલ્સેન અને પ્રશાસનના અન્ય કર્મચારીઓ આ પગલાને યોગ્ય ઠેરવવા માટે કોઈ નક્કર પુરાવા આપી શક્યા નહીં અને આ યોજના પડી ભાંગી.સ્થાનિક ચૂંટણી પર વર્ચસ્વ જમાવવાની કોશિશઅમેરિકી બંધારણ મુજબ, દરેક રાજ્ય પાસે પોતાની ચૂંટણી જાતે યોજવાનો સ્વતંત્ર અધિકાર છે, જેથી રાષ્ટ્રપતિ કે તેમની ટીમ સત્તાનો દુરુપયોગ ન કરી શકે. પરંતુ ટ્રમ્પ પ્રશાસન આ નિયંત્રણ પોતાના હાથમાં લેવા માંગતું હતું. અહેવાલો મુજબ, અત્યારે પણ ઓછામાં ઓછા આઠ રાજ્યોના અધિકારીઓ ગુપ્ત રીતે રેકોર્ડ્સ મંગાવીને, કોર્ટ દ્વારા ફગાવી દેવાયેલા ફેક વૉટર ફ્રોડના કેસોની ફરી તપાસ કરીને સિસ્ટમમાં દખલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.આ પણ વાંચો:Donald Trump:દીકરાના લગ્નમાં જવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કેમ છે મૂંજવણમાં,જાણો શું કહ્યું?
Click here to Read more