Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Dubaiના અમીરો અને શેખોના આલીશાન ઘરોમાં કેમ હોય છે અલગ-અલગ 'મજલિસ'?

    2 weeks ago

    1

    0

    દુબઈના અમીરો અને શેખોની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ હંમેશા દુનિયાભરમાં ચર્ચાનો વિષય રહે છે. સોશિયલ મીડિયા પર તેમના આલીશાન વિલા અને મોંઘી ગાડીઓના વીડિયો અવારનવાર વાયરલ થતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, અમીરોથી લઈને સામાન્ય નાગરિકો સુધીના દરેક અરબી ઘરોમાં 'મજલિસ' (Majlis) નામનો એક ખાસ હિસ્સો હોય છે? આ મજલિસમાં પણ મહિલાઓ અને પુરુષો માટે બેસવાની વ્યવસ્થા સંપૂર્ણપણે અલગ-અલગ રાખવામાં આવે છે. આવો સમજીએ કે આ મજલિસ પાછળનો મુખ્ય હેતુ અને તેની ખાસિયતો શું છે.શું હોય છે આ 'મજલિસ'?અરબી ભાષામાં 'મજલિસ' નો શાબ્દિક અર્થ 'બેસવાની જગ્યા' એવો થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ ઘરનો એક એવો ડ્રોઈંગ રૂમ અથવા ખાસ હિસ્સો છે જ્યાં મહેમાનો, મિત્રો અને સંબંધીઓનું સ્વાગત કરવામાં આવે છે. અરબ સંસ્કૃતિમાં મજલિસ માત્ર એક ઓરડો નથી, પરંતુ તે તેમની પ્રતિષ્ઠા અને મહેમાનગતિનું સૌથી મોટું પ્રતીક છે. અમીર શેખોના ઘરોમાં આ જગ્યાનો ઉપયોગ મોટી બિઝનેસ ડીલ્સ કરવા, કબીલાના આંતરિક પ્રશ્નો ઉકેલવા કે મહત્વની સામાજિક ચર્ચાઓ માટે થાય છે.ઇન્ટિરિયર અને પ્રાઇવસીનું અનોખું સેટિંગઘરમાં મજલિસને સૌથી વધુ સુંદર અને વૈભવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે. તે હંમેશા ઘર કે વિલાના મુખ્ય એન્ટ્રી ગેટની બિલકુલ નજીક હોય છે. ઘણા મોટા વિલામાં તો મહેમાનો માટે મજલિસનો દરવાજો જ અલગ રાખવામાં આવે છે, જેથી બહારથી આવતા લોકોની નજર ઘરના આંતરિક હિસ્સા (જેમ કે કિચન કે બેડરૂમ) પર ન પડે અને ઘરની મહિલાઓની પ્રાઇવસી જળવાઈ રહે. મજલિસમાં સોફા કે ગાદલા હંમેશા દીવાલના સહારે 'U' આકારમાં ગોઠવવામાં આવે છે, જેથી ત્યાં બેઠેલી દરેક વ્યક્તિ એકબીજાનો ચહેરો જોઈ શકે અને વાતચીતમાં સમાનતાનો અહેસાસ થાય.મહિલા અને પુરુષો માટે અલગ વ્યવસ્થા કેમ?અરબ પરંપરા અનુસાર, મહિલાઓ અને પુરુષો જાહેરમાં કે મહેમાનો સાથે એકસાથે બેસતા નથી. આથી મોટા ઘરોમાં બે અલગ-અલગ મજલિસ બનાવવામાં આવે છે. પુરુષ મજલિસમાં ઘરના પુરુષો તેમના મિત્રો અને બિઝનેસ પાર્ટનર્સનું સ્વાગત કરે છે. જ્યારે મહિલા મજલિસમાં ઘરની સ્ત્રીઓ તેમની સહેલીઓ અને મહિલા સંબંધીઓ સાથે બેસે છે. આ અલગ વ્યવસ્થાને કારણે મહિલાઓ કોઈ પણ પ્રકારના સંકોચ વિના એકબીજા સાથે મુક્તપણે હસી-બોલી શકે છે અને તહેવારોની ઉજવણી કરી શકે છે.આ પણ વાંચો:Pakistan ફરી દુનિયામાં હસીનું પાત્ર બન્યું,ઇસ્લામપુરાને ફરી કૃષ્ણ નગર' કરવાના નિર્ણય પર લીધો યુ-ટર્ન!
    Click here to Read more
    Prev Article
    पेट्रोल-डीजल, LPG गैस सिलेंडर पर नया अपडेट, साथ बैठे मोदी सरकार के 10 मंत्री ने क्‍या बताया प्‍लान
    Next Article
    भागने का कोई रास्ता नहीं! 10000 फीट पर आतंकियों की घेराबंदी, राजौरी के जंगलों में सेना का 'किल ट्रैप'

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment