Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    FIFA વર્લ્ડ કપમાં મેક્સિકો 1-0થી આગળ:જુલિયનનો ગોલ; સાઉથ આફ્રિકા 10 ખેલાડીઓ સાથે રમી રહ્યું છે, સિથોલેને રેડ કાર્ડ

    4 hours ago

    1

    0

    FIFA ફૂટબોલ વર્લ્ડ કપની પ્રથમ મેચ મેક્સિકો અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહી છે. મેક્સિકો સિટીના એઝ્ટેકા સ્ટેડિયમમાં મેક્સિકોએ ગ્રુપ-Aના મુકાબલામાં સાઉથ આફ્રિકા પર 1-0ની લીડ મેળવી લીધી છે. મેક્સિકો લીલા રંગની જર્સીમાં મેદાને ઉતર્યું છે. સાઉથ આફ્રિકાની ટીમ પીળી જર્સીમાં રમી રહી છે. મેચનો એકમાત્ર ગોલ 9મી મિનિટે મેક્સિકોના જુલિયન ક્વિનોનેસે કર્યો હતો. સાઉથ આફ્રિકાના કેપ્ટન અને ગોલકીપર રોનવેન વિલિયમ્સની બેકપાસ પર થયેલી ભૂલનો ફાયદો ઉઠાવીને ક્વિનોનેસે ગોલ કરી દીધો હતો. 49મી મિનિટે સાઉથ આફ્રિકન મિડફિલ્ડર સ્પિફેલો (યાયા) સિથોલેને રેડ કાર્ડ બતાવીને મેદાનની બહાર મોકલી દેવામાં આવ્યો હતો. સિથોલેએ ગોલ તરફ આગળ વધી રહેલા મેક્સિકોના બ્રાયન ગુટીરેઝને પાછળથી ફાઉલ કરીને રોક્યો હતો. રેફરીએ આ બદલ તેને રેડ કાર્ડ બતાવ્યું હતું. હવે સાઉથ આફ્રિકા 10 ખેલાડીઓ સાથે રમી રહ્યું છે. બંને ટીમોની પ્લેઇંગ-XI મેક્સિકો: રાઉલ રેન્ગલ (કેપ્ટન), સેસર મોન્ટેસ, જોહાન વાસ્કેઝ, ઇઝરાયેલ રેયેસ, જીસસ ગાલાર્ડો, એરિક લીરા, અલ્વારો ફિડાલ્ગો, બ્રાયન ગુટીરેઝ, રાઉલ જિમેનેઝ, જુલિયન ક્વિનોનેસ અને રોબર્ટો અલ્વારાડો. સાઉથ આફ્રિકા: રોનવેન વિલિયમ્સ (કેપ્ટન), ઓબ્રે મોડિબા, મબેકેઝેલી મ્બોકાજી, ન્કોસિનાથી સિબિસી, ખુલિસો મુદાઉ, ઇમે ઓકોન, ટેબોહો મોકોએના, સ્પેફેલો સિથોલે, જેડન એડમ્સ, લાઇલ ફોસ્ટર અને ઇકરામ રેનર્સ. સેરેમનીની તસવીરો… શિક્ષક વેતનને લઈને વિરોધ પ્રદર્શન વર્લ્ડ કપની વચ્ચે મેક્સિકોમાં વિરોધ-પ્રદર્શનો પણ ચાલુ છે. શિક્ષકો વેતન વૃદ્ધિ અને સારી સુવિધાઓની માંગને લઈને રસ્તાઓ પર ઉતર્યા છે. તો બીજી તરફ 1.3 લાખથી વધુ ગુમ થયેલા લોકોના પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે સરકાર સામાજિક સમસ્યાઓને અવગણીને વર્લ્ડ કપના આયોજન પર વધુ ધ્યાન આપી રહી છે. અહીંથી મેચ વિશે… મેચ-1: મેક્સિકોનું પલડું ભારે, વર્લ્ડ કપમાં બરાબરી બંને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 4 મેચ રમાઈ છે. તેમાંથી 2 મેચ મેક્સિકોએ જીતી છે, જ્યારે સાઉથ આફ્રિકા 1 મેચ જીતવામાં સફળ રહ્યું. જ્યારે 1 મેચ ડ્રો રહી છે. FIFA વર્લ્ડ કપમાં બંને ટીમોનો માત્ર 1 વાર 2010માં સામનો થયો હતો. તે મેચ 1-1ની બરાબરી પર સમાપ્ત થઈ હતી. ફૂટબોલ રેન્કિંગની દ્રષ્ટિએ યજમાન મેક્સિકોની સ્થિતિ ખૂબ જ મજબૂત છે. મેક્સિકો હાલમાં વિશ્વની 15મા નંબરની ટીમ છે. તેનાથી વિપરીત, સાઉથ આફ્રિકાની ટીમ રેન્કિંગમાં 60મા સ્થાને છે. મેક્સિકોને કેપ્ટન એડસન અલ્વારેઝ અને અનુભવી સ્ટ્રાઈકર રાઉલ હિમેનેઝ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે. જ્યારે સાઉથ આફ્રિકા તરફથી કેપ્ટન રોનવેન વિલિયમ્સ અને સ્ટ્રાઈકર લાઈલ ફોસ્ટર અને ઓસ્વિન એપોલિસની જોડી પર નજર રહેશે. બંને ટીમોની સંભવિત સ્ટાર્ટિંગ ઇલેવન મેક્સિકો: ઓચોઆ, સાંચેઝ, મોન્ટેસ, અલ્વારેઝ, ગાલ્યાર્ડો, ગુતિએરેઝ, ફિડાલ્ગો, પિનેડા, અલ્વારાડો, હિમેનેઝ, ક્વિનોનેસ. દક્ષિણ આફ્રિકા: વિલિયમ્સ, મુદાઉ, મ્બોકાઝી, ઓકોન, મોડિબા, મ્બાથા, સિથોલે, મોકોએના, અપૉલિસ, ફોસ્ટર, મોરેમી. મેચ 2: FIFA માં પહેલીવાર સાઉથ કોરિયા અને ચેક રિપબ્લિકની ટક્કર સાઉથ કોરિયા અને ચેક રિપબ્લિક વચ્ચે અત્યાર સુધી કુલ 4 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. બંને ટીમો 1-1 મેચ જીતીને બરાબરી પર રહી છે. 2 મેચ ડ્રો રહી છે. FIFA વર્લ્ડ કપના ઇતિહાસમાં બંને ટીમો પહેલીવાર એકબીજા સામે ટકરાશે. વર્લ્ડ ફૂટબોલ રેન્કિંગમાં સાઉથ કોરિયા 25મા સ્થાને છે. જ્યારે ચેક રિપબ્લિકની ટીમ 41મા સ્થાને છે. રેન્કિંગમાં મોટો તફાવત હોવા છતાં, હેડ-ટુ-હેડ રેકોર્ડને જોતાં રોમાંચક મેચની અપેક્ષા રાખવામાં આવી રહી છે. સાઉથ કોરિયા તરફથી સ્ટ્રાઈકર હ્યુંગ-મિન પર નજર રહેશે. જ્યારે ચેક રિપબ્લિકનો આધાર અનુભવી મિડફિલ્ડર તોમસ સૂચેક પર રહેશે. બંને ટીમોની સંભવિત સ્ટાર્ટિંગ ઇલેવન સાઉથ કોરિયા: સ્યુંગ-ગ્યુ, મિન-જે, હાન-બોમ, કી-હ્યુક, યંગ-વૂ, તે-સોક, ઇન-બોમ, સ્યુંગ-હો, કાંગ-ઇન, જે-સુંગ, હ્યુંગ-મિન. ચેક રિપબ્લિક: કોવાર, કૂફાલ, ડૂડેરા, હોલેશ, ક્રેજચી, જેલેની, સૂચેક, સાદિલેક, હ્લોઝેક, શુલ્ત્સ, શિક. ટુર્નામેન્ટ ક્યાં જોઈ શકાય? FIFA વર્લ્ડ કપ 2026નું પ્રસારણ ભારતમાં ઝી એન્ટરટેઇનમેન્ટના નવા લોન્ચ કરાયેલા યુનાઇટેડ સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. જ્યારે, ટુર્નામેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ ઝી5 એપ અને તેની વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. તમે દૈનિક ભાસ્કર એપ પર પણ મેચના રિપોર્ટ્સ, મોમેન્ટ્સ, રેકોર્ડ્સ જોઈ શકો છો.
    Click here to Read more
    Prev Article
    He studied there as a student. Decades later, his flight crashed on the same campus - આપણી વાત: અમદાવાદની જે મેડિકલ કોલેજથી સફર શરૂ થઈ, દાયકાઓ બાદ ત્યાં જ એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા દુઃખદ અંત આવ્યો
    Next Article
    Daily Gemini Horoscope: Cancelled plans free up time; use it to reset calmly

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment