મેગાસ્ટાર અમિતાભ બચ્ચન માત્ર ફિલ્મો કે પોતાના રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિની સાથે-સાથે સોશિયલ મીડિયા દ્વારા પણ પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહે છે. અવારનવાર બિગ બી કોઈને કોઈ મુદ્દા પર પોસ્ટ શેર કરતા રહે છે. ખાસ કરીને વધતી ઉંમર, જીવનની અનિશ્ચિતતાઓ અને સમસ્યાઓને લઈને પોતાના મનની વાત રાખવામાં જરાય અચકાતા નથી. પરંતુ, હવે તેમણે જે પોસ્ટ શેર કરી છે તેને લઈને તેઓ ટ્રોલ્સના નિશાના પર આવી ગયા છે. અમિતાભ બચ્ચને તાજેતરમાં જ X (ટ્વિટર) પર પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે હીરો મોંઘો હોવાનું કારણ જણાવ્યું છે. પોતાની આ પોસ્ટને લઈને હવે તેઓ ટ્રોલ્સથી ઘેરાઈ ગયા છે. અમિતાભ બચ્ચનની નવી પોસ્ટ અમિતાભ બચ્ચને પોતાના એક્સ (X) પર શેર કરેલી નવી પોસ્ટમાં જણાવ્યું છે કે આખરે હીરો મોંઘો કેમ મળે છે. તેમણે રાત્રે 2 વાગ્યે ને 12 મિનિટે કરેલી પોતાની પોસ્ટમાં લખ્યું- 'હીરો એટલા માટે મોંઘો નથી કારણ કે તે દુર્લભ અને અસામાન્ય છે, તે મોંઘો એટલા માટે છે કારણ કે તેને શોધવો ખૂબ મુશ્કેલ છે.' જેવી બિગ બીએ આ પોસ્ટ શેર કરી, જોતજોતામાં વાયરેલ થઈ ગઈ અને નેટિઝન્સે તેમને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું. કેટલાય લોકો આ પોસ્ટ જોઈને ભડકી ગયા અને પૂછવા લાગ્યા કે તેમણે NEET પેપર લીક મામલે અને વિદ્યાર્થીઓની આત્મહત્યા પર મૌન કેમ ધારણ કરી રાખ્યું છે. અમિતાભ બચ્ચનની પોસ્ટ પર ભડક્યા યુઝર્સ અમિતાભ બચ્ચનની આ પોસ્ટ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ નારાજ થઈ ગયા અને સવાલ ઉઠાવવા લાગ્યા કે આ નકામી વસ્તુઓ પર લખવાની જગ્યાએ તેઓ અસલી મુદ્દાઓ પર વાત કેમ નથી કરતા. કેટલાય લોકોએ પૂછ્યું કે આખરે અત્યાર સુધી તેમણે નીટ પેપર લીક મામલે કંઈ કેમ નથી કહ્યું અને ના તો વિદ્યાર્થીઓની આત્મહત્યા કે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ પર કોઈ રિએક્શન કેમ નથી આપ્યું. બિગ બીની પોસ્ટ પર યુઝર્સના રિએક્શન આ પોસ્ટ પર રિએક્ટ કરતાં એક યુઝરે લખ્યું- 'સર, હીરાની જેમ જ જિંદગી પણ કિંમતી છે. NEET પેપર લીક પછી અત્યાર સુધીમાં 6 બાળકો આત્મહત્યા કરી ચૂક્યા છે અને તમે તેમના માટે અત્યાર સુધી એક શબ્દ પણ નથી બોલ્યા. અફસોસ થાય છે કે ફિલ્મોમાં અન્યાય ન સહન કરનારા પાત્રો ભજવ્યા પછી પણ તમે બાળકો, યુવાનો પર થઈ રહેલા અન્યાય પર ચૂપ છો. આશા છે સર, તમે રિપ્લાય આપશો.' એક અન્ય વ્યક્તિએ લખ્યું- 'હીરા એટલે કિંમતી નથી હોતા કારણ કે તે રેર હોય છે, પરંતુ એટલે કિંમતી હોય છે કારણ કે મૂર્ખાઓ બધે જ હોય છે. કોઈકે બાળપણમાં આપણને દેશનું ભવિષ્ય કહ્યા હતા, પણ ખબર પડી કે હું તો બીજો પથ્થર નીકળ્યો.' વધુ એક લખે છે- 'પેટ્રોલ પણ ખૂબ મોંઘું છે, પણ તમે બોલતા જ નથી.' હીરાવાળી ટ્વીટ પહેલા લખ્યો બ્લોગઅમિતાભ બચ્ચને એક્સ પર શેર કરેલી ટ્વીટની થોડી મિનિટો પહેલા જ એક બ્લોગ પણ લખ્યો હતો, જેમાં તેમણે પ્રેરણા આપનારા વિચારકો વિશે વાત કરી હતી. તેમની આ પોસ્ટ પણ ખૂબ ચર્ચામાં રહી. હવે સોશિયલ મીડિયા પર બિગ બીની પોસ્ટ સમાચારોમાં છે, જેને જોયા પછી મોટાભાગના યુઝર્સ એ જ સવાલ કરી રહ્યા છે કે તેઓ વર્તમાન મુદ્દાઓ પર ખુલીને વાત કેમ નથી કરી રહ્યા. આ પણ વાંચો-શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાયથી લઈને સલમાન ખાન સુધી, દુબઈમાં છે આ સુપરસ્ટાર સિતારાઓના આલીશાન અને કરોડોના ઘર!
Click here to Read more
