India News: અચાનક ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન થયું, વિશ્વમાં કરોડો યુઝર્સ હેરાન
4 hours from now
શુક્રવારે સાંજે સોશિયલ મીડિયા ક્ષેત્રની દિગ્ગજ કંપની Metaના મુખ્ય પ્લેટફોર્મ્સ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અચાનક ડાઉન થઈ ગયા હતા. આના કારણે ભારત સહિત વિશ્વભરના કરોડો યુઝર્સે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. શુક્રવારે સાંજે આશરે 7 વાગ્યાને 25 મિનિટે શરૂ થયેલી આ સમસ્યા (આઉટેજ) જોતજોતામાં વૈશ્વિક સ્તરે ફેલાઈ ગઈ હતી, જેના લીધે યુઝર્સ પોતાના એકાઉન્ટમાંથી ઓટોમેટિક લોગ-આઉટ થઈ ગયા હતા.સેશન એક્સપાયર્ડ લખેલી ખામી જોવા મળીઅચાનક લોગ આઉટ થયા બાદ યુઝર્સ જ્યારે ફરીવાર લોગઈન થવાનો પ્રયાસ કરી રહ્યા હતાં ત્યારે તેમને સેશન એક્સપાયર્ડ અથવા તો પેજ નોટ ફાઉન્ડ જેવી ટેકનિકલ એરર જોવા મળી હતી. અચાનક આવેલી આ ટેકનિકલ ખામીને કારણે હેરાન થયેલા યુઝર્સે પોતાની ફરિયાદ કરવા માટે એક્સનો સહારો લીધો હતો. યુઝર્સે એક્સ પર પ્રતિક્રિયાઓ આપી હતી. કેટલાક યુઝર્સ અન્ય પ્લેટફોર્મ તરફ પણ વળ્યા હતાં.
Click here to Read more