સામાન્ય રીતે દુનિયાભરના સમુદ્ર કિનારે (બીચ પર) લોકો કલાકો સુધી તડકાથી બચવા અને આરામ કરવા માટે મોટી છતરીઓ કે ટેન્ટ લગાવતા હોય છે. પરંતુ યુરોપના સુંદર દેશ ઇટાલીમાં એક એવો બીચ છે, જ્યાં પ્રવાસીઓ માટે છતરી લગાવવા પર કડક પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ વિચિત્ર નિર્ણય બાદ હવે ઉનાળાની આ સીઝનમાં બીચ પર જનારા લોકો માટે કાળઝાળ તડકાથી બચવું મુશ્કેલ બનશે. સ્થાનિક વહીવટીતંત્રના આ પગલાની સોશિયલ મીડિયા પર ઉગ્ર આલોચના થઈ રહી છે.૧૦ થી ૬૫ વર્ષના લોકો માટે નિયમ લાગુઇટાલીના સાર્દિનિયા દ્વીપ (Sardinia Island) ના દક્ષિણ તટ પર આવેલા મશહૂર 'પુન્ટા મોલેન્ટિસ બીચ' (Punta Molentis Beach) પર આ નવો નિયમ લાગુ કરાયો છે. સ્થાનિક ઓથોરિટીના આદેશ અનુસાર, ૧૦ થી ૬૫ વર્ષની વયના લોકો બીચ પર પોતાની છતરી, ટેન્ટ કે શેડ આપી શકે તેવી કોઈ પણ વસ્તુ લગાવી શકશે નહીં. આ નિયમમાં માત્ર એવા પરિવારોને જ છતરી રાખવાની મંજૂરી અપાઈ છે, જેમની સાથે ૧૦ વર્ષથી નાની ઉંમરના બાળકો હોય અથવા જેઓ ૬૫ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો હોય.કેમ લેવાયો આ ચોંકાવનારો નિર્ણય?સ્થાનિક પ્રશાસનનું કહેવું છે કે આ નિર્ણય પર્યાવરણની સુરક્ષા અને પ્રવાસીઓની સલામતી માટે લેવાયો છે. ગત વર્ષે આ બીચ પર ભયાનક આગ લાગવાની ઘટના બની હતી. તે સમયે બીચ પર હજારોની સંખ્યામાં લાગેલી છતરીઓ અને ટેન્ટના કારણે બચાવ કામગીરી (રેસ્ક્યુ ઓપરેશન) માં ભારે અવરોધ ઊભો થયો હતો અને પ્રવાસીઓને બચાવવા માટે નૌકાઓનો સહારો લેવો પડ્યો હતો. ભવિષ્યમાં આવી કટોકટી વખતે રાહત કાર્ય સરળ બને તે માટે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, ૫ જૂનથી ઓક્ટોબરના અંત સુધી બીચ પર જવા માટે પ્રવાસીઓએ ૧૦ યુરોની એન્ટ્રી ફી પણ ચૂકવવી પડશે, જોકે દિવ્યાંગોને તેમાંથી મુક્તિ અપાઈ છે.લોકોએ ઉડાવી મજાકઆ કડક નિયમને કારણે પ્રવાસીઓમાં ભારે નારાજગી છે. કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર તંજ કસતા લખ્યું કે, "શું હવે તડકાથી બચવા માટે અમારે ફરજિયાત માતા-પિતા બનવું પડશે?" જ્યારે અન્ય એક યુઝરે કટાક્ષ કર્યો કે, "બીચ પર સુંદર દિવસ વિતાવ્યા પછી તડકામાં શેકાઈને ઇમરજન્સી રૂમમાં ૨૦ કલાક ગાળવા પડશે!"ઉલ્લેખનીય છે કે ઇટાલીમાં બીચ કલ્ચર અને તેના નિયમો પહેલેથી જ ખૂબ કડક છે. ત્યાંના પેઇડ બીચ ક્લબોમાં એક દિવસ માટે ખુરશી અને છતરીનું ભાડું ૧૦૦ થી ૫૦૦ યુરો સુધીનું હોય છે અને ત્યાં સામાન્ય લોકોને પોતાના ટેન્ટ લાવવાની બિલકુલ મંજૂરી હોતી નથી.આ પણ વાંચો: Trump Policy:અમેરિકા હવે આ ગરીબ અને હિંસાગ્રસ્ત દેશમાં મોકલશે ઇરાન-અફઘાનિસ્તાનના શરણાર્થીઓને
Click here to Read more