નવી હ્યુન્ડાઇ i20 લોન્ચ પહેલા લીક થઇ, જાણો ફિચર્સ, ડિઝાઇન અને સંભવિત એન્જીન સહિત બધી ડિટેલ્સ
3 hours from now
2027 Hyundai i20 Leak : હ્યુન્ડાઇ મોટર્સની લોકપ્રિય હેચબેક કાર આઇ 20 ની ચોથી જનરેશનની ડિઝાઇન સત્તાવાર લોન્ચિંગ પહેલા જ લીક થઈ ગઈ છે. અહેવાલો અનુસાર આ નવું i20 મોડલ 2026 ફિફા વર્લ્ડ કપ દરમિયાન રજૂ કરવામાં આવી શકે છે, જ્યાં હ્યુન્ડાઇ ઓફિશિયલ પાર્ટનર છે. લીક થયેલી તસવીરો અને માહિતી સૂચવે છે કે નવી આઇ 20 હવે પહેલા કરતા વધુ એસયુવી અથવા ક્રોસઓવર જેવી સ્ટાઇલિંગ સાથે આવશે. 2027 હ્યુન્ડાઇ i20 : એક્સટીરિયર ડિઝાઇન નવી હ્યુન્ડાઇ i20 આ વખતે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે, જેમાં ફ્રન્ટ અને રિયર પર કનેક્ટેડ એલઇડી લાઇટ બાર, નવી વાય-આકારની ડીઆરએલ હેડલેમ્પ ડિઝાઇન, પાછળના ભાગમાં સી-આકારના એલઇડી ટેઇલલેમ્પ્સ, વધુ સીધી અને બોક્સી બોડી સ્ટાઇલિંગ, વ્હીલ આર્ચ ર ભારે પ્લાસ્ટિક ક્લેડિંગ, ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સ અને રેગ્યુલર ડોર હેન્ડલ્સ (ફ્લશ નહીં) જેવા મુખ્ય અપડેટ્સ છે. જોકે આ વખતે i20 ની ડિઝાઇન પહેલા કરતા વધુ ક્રોસઓવર ફીલ આપે છે, જે આજકાલના SUV ટ્રેન્ડને ફોલો કરે છે. 2027 હ્યુન્ડાઇ i20: ઇન્ટીરિયર અને ફિચર્સ નવા i20 નું ઇન્ટીરિયર પણ સંપૂર્ણપણે અપડેટ કરવામાં આવ્યું છે, જેમાં ડ્યુઅલ કનેક્ટેડ સ્ક્રીન સેટઅપ (લગભગ 12.3-ઇંચ), નવું થ્રી-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ (મોર્સ કોડ 'એચ' લોગો સાથે), વર્ટિકલ સેન્ટર કન્સોલ ડિઝાઇન, ફિઝિટલ બટન અને રોટરી કંટ્રોલ્સ, ડ્યુઅલ-ટોન (બેજ + ગ્રે) પ્રીમિયમ ઇન્ટિરિયર થીમ અને સોફ્ટ-ટચ મટિરિયલ્સનો શાનદાર ઉપયોગ સામેલ છે. હ્યુન્ડાઇએ આ વખતે યુઝર ફ્રેન્ડલી ડિઝાઇન પર પણ ધ્યાન આપ્યું છે, તેથી ઘણા ફિઝિકલ કંટ્રોલ્સ યથાવત રાખવામાં આવ્યા છે. 2027 હ્યુન્ડાઇ i20: એન્જિન અને પાવરટ્રેન વિકલ્પો નવી હ્યુન્ડાઇ i20 ના સત્તાવાર સ્પેસિફિકેશન્સ હજુ જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ એન્જિન નવા આઇ 20 માં મળી શકે છે. 1.2L નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ (83hp) 1.0L ટર્બો પેટ્રોલ (120hp TGDi) નવું 1.2L ટર્બો પેટ્રોલ એન્જીન (હાઇબ્રિડ ટેકનોલોજી સાથે સંભવિત) ટેસ્ટ મ્યૂલ પર "TGDi" બેજ જોવા મળ્યો છે, જે સ્પષ્ટ કરે છે કે ટર્બો એન્જિન લાઇનઅપમાં રહેશે. નવી જનરેશન કિયા સોનેટનું ટેસ્ટિંગ શરૂ, 5-સ્ટાર સેફ્ટી અને પ્રીમિયમ લુક સાથે એન્ટ્રી થશે 2027 હ્યુન્ડાઇ i20 : ભારતમાં લોન્ચ થશે કે નહીં? હ્યુન્ડાઇ મોટર્સ તરફથી ભારતમાં તેના લોન્ચિંગ વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. અહેવાલો અનુસાર હેચબેક સેગમેન્ટની ઘટતી માંગને કારણે લોન્ચિંગ અનિશ્ચિત છે, પરંતુ હ્યુન્ડાઇ પણ ભારતમાં એક નવી બાયોન બેસ્ડ ક્રોસઓવર એસયુવી લાવવાની તૈયારી કરી રહી છે અને આ નવું મોડેલ ભારતમાં i20નું સ્થાન લઈ શકે છે અથવા એક વિકલ્પ બની શકે છે.
Click here to Read more

