Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Share Market News: સેન્સેક્સમાં 1695 પોઇન્ટનો ઉછાળો, રોકાણકારોને ₹ 9.5 લાખ કરોડની કમાણી

    4 hours from now

    1

    0

    Share Market News Today Highlight In Gujarati : શેરબજાર માટે શુક્રવાર ગુડ ફ્રાઇડે બની રહ્યો હતો. અમેરિકા ઇરાન વચ્ચે શાંતિ કરાર થવાના આશાવાદથી દુનિયાભરના શેરબજારોમાં તેજીનો માહોલ હતો. સેન્સેક્સ 1695 પોઇન્ટ ઉછળી 75527 બંધ થયો હતો. એનએસઇ નિફ્ટી 461 પોઇન્ટ ઉછલી 23622 બંધ થયો હતો. ટકાવારીની રીતે બંને સૂચકાંક 2 ટકાથી વધારે ઉછળ્યા હતા. શેરબજારમાં સાર્વત્રિક તેજીથી બેંકે, ઓટો અને કેપિટલ ગુડ્સ શેર નોંધપાત્ર ઉછળ્યા હતા. આજે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં 9.5 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો. શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી શુક્રવારે મોટા ઉછાળે ખુલ્યા હતા. અમેરિકા ઇરાન વચ્ચે સંભવિત શાંતિ કરારને લઇ અપેક્ષા વધતા એશિયન બજારોમાં પણ તેજીનો માહોલ છે. સેન્સેક્સ  825 પોઇન્ટ જેટલો ઉછળી 74709 ખુલ્યો હતો. બેંક, કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરમાં તેજીથી ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 1000 પોઇન્ટ જેટલો ઉછળ્યો અને 74850 લેવલ સુધી પહોંચ્યો હતો. એનએસઇ નિફ્ટી 251 પોઇન્ટ વધી 23412 ખુલ્યો હતો. Genxai Analytics IPO Listing :  જેનેક્સાઇ એનાલિટિક્સ શેર લિસ્ટિંગ પર રોકાણકારોને 20 ટકા નુકસાન જેનેક્સાઇ એનાલિટિક્સ લિમિટેડ આઈપીઓ શેર લિસ્ટિંગે રોકાણકારોને નિરાશ કર્યા છે. જેનેક્સાઇ એનાલિટિક્સ શેર NSE SME પર 20 ટકા ડિસ્કાઉન્ટ ભાવે 92.80 રૂપિયા લિસ્ટેડ થયો હતો. જ્યારે આઈપીઓમાં 116 રૂપિયાના ભાવે શેર જારી કરવામાં આવ્યા હતા. Genxai Analytics કંપનીનો 55 કરોડ રૂપિયાનો આઈપીઓ 5 થી 9 જૂન સુધી ખુલ્યો હતો. આ આઈપીઓ 16.99 ગણો ભરાયો હતો. 
    Click here to Read more
    Prev Article
    Kitchen Hack: રસોડાની આ 3 વસ્તુઓ તમારી આંખોને કરી રહી છે નુકસાન!
    Next Article
    India Summons US Envoy Again After Third Attack In Four Days On Ship Carrying Indian Crew

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment