IPL ફાઈનલમાં ગિલે ગુજરાત ફેન્સના દિલ તોડ્યા:માત્ર 10 રન બનાવીને આઉટ થયો, હેઝલવુડે RCBને ખૂબ જ મોટી સફળતા અપાવી
2 weeks ago
IPL 2026ની ફાઈનલ આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં RCBના કેપ્ટન રજત પાટીદારે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ગુજરાતનો સ્કોર 3 ઓવરમાં 24/1 છે. ટીમ તરફથી સાઈ સુદર્શન અને નિશાંત સિધુ ક્રિઝ પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રોમારીયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, જેકબ ડફી, જોશ હેઝલવુડ અને રાસિખ સલામ ડાર. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: વેંકટેશ અય્યર, કનિષ્ક ચૌહાણ, સ્વપ્નિલ સિંહ, અભિનંદન સિંહ, જોર્ડન કોક્સ. ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, અરશદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: પ્રસિદ્ધ ક્રિષ્ના, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત, કુમાર કુશાગ્ર, સાઈ કિશોર.
Click here to Read more

