IPL 2026, DC vs RR LIVE : આઈપીએલ 2026, સ્ટાર્કે એક ઓવરમાં 3 વિકેટ ઝડપી
4 weeks ago
IPL 2026 Delhi Capitals vs Rajasthan Royals, DC vs RR LIVE Score: આઈપીએલ 2026ની 62મી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે રાજસ્થાન રોયલ્સે 15 ઓવરમાં 5 વિકેટે 166 રન બનાવી લીધા છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. રાજસ્થાન રોયલ્સ ઇનિંગ્સ -રિયાન પરાગ 26 બોલમાં 3 ફોર અને 5 સિક્સર સાથે 51 રન બનાવી સ્ટાર્કની ઓવરમાં કેચ આઉટ થયો. -રિયાન પરાગે 23 બોલમાં 3 ફોર અને 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી. -રાજસ્થાન રોયલ્સે 9.2 ઓવરમાં 100 રન પુરા કર્યા. -વૈભવ સૂર્ચવંશી 21 બોલમાં 5 ફોર અને 3 સિક્સર સાથે 46 રને માધવ તિવારીની ઓવરમાં કેચ આઉટ થયો. -યશસ્વી જયસ્વાલ 9 બોલમાં 3 ફોર સાથે 12 રને લુંગી એનગિડીની ઓવરમાં કેચ આઉટ થયો. -રાજસ્થાન રોયલ્સ સામે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બન્ને ટીમો આ પ્રમાણે છે દિલ્હી કેપિટલ્સ : કેએલ રાહુલ, અભિેષેક પોરેલ, સાહિલ પરખ, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, માધવ તિવારી, લુંગી એનગિડી, મિચેલ સ્ટાર્ક, ટી વિજય, મુકેશ કુમાર. રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ (કેપ્ટન), રવિ સિંહ, ડોનોવાન ફેરેરિયા, શુભમ દુબે, જોફ્રા આર્ચર, બ્રિજેશ શર્મા, એડમ મિલ્ને, યશરાજ પુંજા.
Click here to Read more
