IPOs This Week: નવા અઠવાડિયામાં 1 આઈપીઓ ખુલશે, 5 કંપનીના શેર લિસ્ટિંગ થશે
4 hours from now
Upcoming IPO News: શેરબજારમાં નરમાઇની અસર IPO માર્કેટમાં પણ જોવા મળી રહી છે. 8 જૂનથી શરૂ થયેલા નવા અઠવાડિયામાં માત્ર એક જ IPO ખૂલી રહ્યો છે અન તે પણ SME. જો કે પાછલા અઠવાડિયે ખુલેલા 4 આઈપીઓમાં રોકાણ કરવાની આ સપ્તાહે પણ તક મળશે, જેમા 1 મેનબોર્ડ સેગમેન્ટનો છે. શેરબજારમાં નવી લિસ્ટિંગની વાત કરીયે તો નવા અઠવાડિયામાં 6 કંપનીઓના શેર લિસ્ટેડ થવાના છે, જેમા 2 કંપનીઓ મેનબોર્ડ સેગમેન્ટની છે. Upcoming IPO Date And Issue Price : આઈપીઓ ખુલવાની તારીખ અને ઈશ્યુ પ્રાઇસ Horizon Reclaim (India) IPO : હોરિઝોન રિક્લેમ (ઈન્ડિયા) આઈપીઓ હોરિઝોન રિક્લેમ (ઈન્ડિયા) કંપનીનો આઈપીઓ 12 જૂન ખુલશે અને 16 જૂને બંધ થશે. કંપની આઈપીઓ દ્વારા ₹ 54.27 કરોડ એક્ત્ર કરવાની છે. IPO પ્રાઇસ બેન્ડ ₹ 98 - 103 પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 શેર છ. આઈપીઓ સબ્સક્રિપ્શન બંધ થયા બાદ 19 જૂને BSE SME પર શેર લિસ્ટિંગ થશે. પાછલા અઠવાડિયે ખુલેલા 4 IPOમાં રોકાણની છેલ્લી તક Vahh Chemicals IPO : વાહ કેમિકલ્સ આઈપીઓ વાહ કેમિકલ્સ કંપનીના આઈપીઓ 4 જૂન ખૂલ્યો હતો, જે સબ્સક્રાઇબ કરવાની છેલ્લી તારીખ 8 જૂન છે. કંપની આઈપીઓ દ્વારા 13.45 કરોડ રૂપિયા કરવાની છે. આઈપીઓમાં કંપની 22 લાખ નવા શેર જારી કરવાની છે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 60 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 2000 રૂપિયા નક્કી કરી છે. અત્યાર સુધી આ IPO IPO 6.48 ગણો ભરાયો છે. કંપનીનું શેર લિસ્ટિંગ BSE SME પર 11 જૂને થઇ શકે છે. UHM Vacation IPO : UHM વેકેશન આઈપીઓ UHM વેકેશન કંપનીનો ₹ 36.02 કરોડનો આઈપીઓ 4 જૂન ખૂલ્યો હતો, જે 8 જૂન બંધ થશે. અત્યાર સુધી આઈપીઓ 66 ટકા ભરાયો છે. IPO પ્રાઇસ બેન્ડ ₹ 157 - 166 પ્રતિ શેર અને લોટ સાઇઝ 800 શેર છે. કંપનીના શેર BSE SME પર 11 જૂને લિસ્ટિંગ થશે. Hexagon Nutrition IPO : હેક્સાગોન ન્યૂટ્રિશન હેક્સાગોન ન્યૂટ્રિશન મેઇનબોર્ડ આઈપીઓ છે. કંપનીના આઈપીઓનું કુલ કદ 138.87 કરોડ રૂપિયા છે. કંપની આઈપીઓમાં 3.09 કરોડ નવા શેર જારી કરવાની છે. આઈપીઓએ 5 જૂન ખૂલ્યો હતો અને 9 જૂન બંધ થશે. અત્યાર સુધીમાં આઈપીઓ 1.65 ગણો ભરાયો છે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 42 થી 45 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 333 શેર છે. શેર એલોટમેન્ટ બાદ 12 જૂને BSE, NSE પર શેર લિસ્ટિંગ થશે. Genxai Analytics IPO : જેનેક્સાઇ એનાલિટિક્સ આઈપીઓ જેનેક્સાઇ એનાલિટિક્સ કંપનીનો આઈપીઓ 5 જૂન ખુલ્યો હતો જે 9 જૂને બંધ થશે. કંપની આઈપીઓ દ્વારા 54.84 કરોડ રૂપિયા એકત્ર કરવાની છે. અત્યાર સુધીમાં આઈપીઓ 60 ટકા ભરાયો છે. આઈપીઓમાં કંપની 47 લાખ નવા શેર જારી કરવાની છે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 110 થી 116 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 2000 શેર છે. શેર એલોટમેન્ટ બાદ NSE SME પર 12 જૂને શેર લિસ્ટિંગ થશે. 5 કંપનીના શેર લિસ્ટિંગ થશે આ અઠવાડિયામાં 4 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે. 8 જૂન : મેરિટ્રોનિક્સ કંપનીના શેર BSE SME પર લિસ્ટેડ થવાના છે. 10 જૂન : CMR ગ્રીન ટેક્નોલોજીસ કંપનીના શેર NSE અને BSE પર લિસ્ટેડ થશે. 11 જૂન : BSE SME પર વાહ કેમિકલ્સ અને UHM વેકેશન કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે. 12 જૂન : મેનબોર્ડ સેગમેન્ટમાં હેક્સાગોન ન્યૂટ્રિશન કંપનીના શેર NSE અને BSE પર શેર લિસ્ટિંગ થશે. આ જ તારીખે NSE SME પર જેનેક્સાઇ એનાલિટિક્સ કંપનીના શેર લિસ્ટેડ થવાના છે. આ પણ વાંચો | વિદેશી રોકાણકારોની વેચવાલી રોકવા માસ્ટર સ્ટ્રોક, સરકારી બોન્ડ પર LTCG ટેક્સ નાબૂદ Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી છે. IEGujarati કોઇ પણ પ્રકારની રોકાણ કે નાણાકીય સલાહ આપતું નથી. બજાર જોખમોને આધિન છે. રોકાણ કે નાણાકીય સંબંધિત કોઇ પણ નિર્ણય લેવાની પહેલા એક્સપર્ટ્સની સલાહ લેવી.
Click here to Read more

