Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Philippines માં 1 કલાકમાં સતત ત્રણ વખત આવ્યા 7.7 તીવ્રતાના ભૂકંપના આંચકા

    4 hours from now

    1

    0

    8 જૂન 2026ની વહેલી સવારે ફિલિપાઇન્સના મિંડાનાઓ ટાપુ પર કુદરતનો પ્રકોપ જોવા મળ્યો હતો. સવારના સમયે જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે ધરતીના ધ્રુજારીએ લોકોને ઘરની બહાર નીકળવા મજબૂર કરી દીધા હતા. માત્ર એક કલાકના ટૂંકા ગાળામાં ધરતી ત્રણ વાર ધ્રુજી ઉઠી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ભૂકંપની તીવ્રતા 7.7 નોંધાઇ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ મુજબ, પ્રથમ અને સૌથી શક્તિશાળી આંચકો સવારે 5.7 વાગ્યે અનુભવાયો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 માપવામાં આવી હતી. આટલી ઊંચી તીવ્રતાના ભૂકંપને કારણે ભારે નુકસાનની આશંકા સેવાઈ રહી છે. આ આંચકાના માત્ર 11 મિનિટ બાદ, સવારે 5.18 વાગ્યે 6.4 ની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો હતો. આ સિલસિલો અહીં જ ન અટકતા સવારે 6.25 વાગ્યે 6.6 ની તીવ્રતાનો ત્રીજો આંચકો અનુભવાયો હતો. સતત આંચકાઓને કારણે લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો. સુનામીનો ખતરો અને વૈશ્વિક ચેતવણી આ પ્રચંડ ભૂકંપના કેન્દ્રબિંદુને ધ્યાનમાં રાખતા, યુએસ સુનામી વોર્નિંગ સેન્ટરે ગંભીર ચેતવણી જારી કરી છે. ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે તે દરિયાકાંઠાના ટાપુઓ પર મોટું નુકસાન પહોંચાડી શકે છે. ફિલિપાઇન્સ ઉપરાંત, જાપાન અને ઇન્ડોનેશિયા માટે પણ સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જાપાની હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તેમના પેસિફિક કિનારાના વિસ્તારોમાં એક મીટર ઊંચા મોજા ત્રાટકી શકે છે. ઇન્ડોનેશિયાની ભૂ-ભૌતિક એજન્સીએ પણ ઉત્તર-પૂર્વીય દરિયાકાંઠાના રહેવાસીઓને સતર્ક રહેવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી છે. ભવિષ્યના જોખમો તજજ્ઞોએ ચેતવણી આપી છે કે આગામી કેટલાક કલાકો કે દિવસોમાં હજુ પણ મજબૂત આફ્ટરશોક આવી શકે છે, તેથી સુરક્ષાના તમામ પગલાં લેવા અનિવાર્ય છે. નોંધપાત્ર છે કે રવિવારે જ ભારત, નેપાળ, ચીન અને ભૂટાનમાં પણ 5.3 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો, જેનું કેન્દ્ર ભૂટાન હતું. હાલમાં સમગ્ર વિશ્વમાં ધરતીના પેટાળમાં થઈ રહેલી આ હિલચાલ ચિંતાનો વિષય બની છે. ફિલિપાઇન્સ સરકાર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો હાલમાં નુકસાનના આંકડા અને બચાવ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ પણ વાંચોઃ Iran Israel War: હવે યુદ્ધ રોકવું અસંભવ!ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાન પર ભડક્યા, હુમલા બંધ કરવાની આપી ચેતવણી
    Click here to Read more
    Prev Article
    New York Knife Attack: At Least 5 Injured, One Seriously, in Penn Station Stabbing; Suspect Taken Into Custody
    Next Article
    टी-शर्ट तो आप खूब पहनते हैं, लेकिन क्या जानते हैं 'T' का मतलब? कैसे पड़ा ये नाम, कैसे बनी फैशन का हिस्सा, जानें कुछ रोचक फैक्ट्स!

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment