Iran-America War : અમેરિકી સંસદમાં ઈરાન યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ પાસ, ટ્રમ્પના 4 સાંસદોએ વિરૂદ્ધમાં વોટિંગ કર્યું
3 weeks ago
અમેરિકાની સંસદમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સૈન્ય શક્તિઓને મર્યાદિત કરતો પ્રસ્તાવ 50-47ના મતથી પસાર થયો છે. આ મતદાનમાં ચાર રિપબ્લિકન સાંસદોએ પણ ડેમોક્રેટ્સનો સાથ આપ્યો, જ્યારે ત્રણ રિપબ્લિકન સાંસદોએ મતદાનમાં ભાગ લીધો નહોતો. જો આ પ્રસ્તાવ કાયદામાં ફેરવાય છે, તો ટ્રમ્પ સરકારને ઈરાન સામે કોઈ પણ સૈન્ય કાર્યવાહી ચાલુ રાખવા માટે કોંગ્રેસની મંજૂરી લેવી પડશે. હાલ આ પ્રસ્તાવને કાયદા તરીકે અમલમાં આવવા માટે હજુ અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે.હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં પણ મંજૂરી લેવી પડશે હવે આ મુદ્દે સેનેટમાં અંતિમ મતદાન બાકી છે અને ત્યારબાદ રિપબ્લિકન બહુમતી ધરાવતી હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં પણ મંજૂરી લેવી પડશે. જો ત્યાંથી પણ પસાર થાય તો રાષ્ટ્રપતિ તેને વીટો કરી શકે છે. વીટોને રદ કરવા માટે બંને ગૃહોમાં બે-તૃતીયાંશ બહુમતી જરૂરી રહેશે, જે હાલમાં મુશ્કેલ માનવામાં આવે છે. ડેમોક્રેટ પાર્ટી માટે આ મતદાનને મોટી જીત માનવામાં આવી રહી છે. તેમનો દાવો છે કે યુદ્ધ શરૂ કરવાનો અધિકાર માત્ર રાષ્ટ્રપતિ પાસે નહીં પરંતુ સંસદ પાસે હોવો જોઈએ, જે અમેરિકાના બંધારણની ભાવનાને અનુરૂપ છે. રાષ્ટ્રપતિએ પોતાની રણનીતિ સંસદ સમક્ષ રજૂ કરવી જોઈએ આ પ્રસ્તાવ વર્જિનિયાના ડેમોક્રેટ સેનેટર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. ચર્ચા દરમિયાન તેમણે જણાવ્યું કે જ્યારે યુદ્ધવિરામની ચર્ચા ચાલી રહી છે, ત્યારે રાષ્ટ્રપતિએ પોતાની રણનીતિ સંસદ સમક્ષ રજૂ કરવી જોઈએ. વ્હાઈટ હાઉસનું કહેવું છે કે ટ્રમ્પે અમેરિકાની સુરક્ષા માટે પોતાના અધિકાર હેઠળ કાર્યવાહી કરી છે. અમેરિકી કાયદા મુજબ કોઈ પણ રાષ્ટ્રપતિ સંસદની મંજૂરી વગર માત્ર 60 દિવસ સુધી જ સૈન્ય કાર્યવાહી કરી શકે છે, ત્યારબાદ તેને મંજૂરી લેવી ફરજિયાત બને છે. આ પણ વાંચો : US Iran War:આંકડો જોઈને દુનિયા ચોંકી ગઈ! ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાના ફાઈટર જેટ-ડ્રોન તબાહ
Click here to Read more