રાજસ્થાનની રાજધાની જયપુરમાં માલવિયા નગર વિસ્તારમાં આવેલી 45 વર્ષ જૂની નૂરાની મસ્જિદને જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટી (JDA) દ્વારા જમીનદોસ્ત કરી દેવામાં આવી છે. આ વિસ્તારમાં લાંબા સમયથી ચાલી આવતી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે રોડ પહોળો કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે, જેના અંતર્ગત આ ગેરકાયદેસર બાંધકામ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે.3000 પોલીસ કર્મીઓ તૈનાત કરાયા કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે વહીવટીતંત્રે કડક સુરક્ષા પ્રબંધો કર્યા છે. સમગ્ર વિસ્તારમાં 3,000 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને અફવાઓ ફેલાતી અટકાવવા માટે 24 કલાક માટે ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવાઈ છે.નૂરાની મસ્જિદ તોડી પડાઇ, ઇન્ટરનેટ બંધ કરાયુંJDA ના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ હેઠળ માત્ર મસ્જિદ જ નહીં, પરંતુ રસ્તા નડતરરૂપ અન્ય ધાર્મિક બાંધકામો પણ હટાવવામાં આવી રહ્યા છે. આ એક્શન પ્લાનમાં નૂરાની મસ્જિદની સાથે એક મઝાર, બે નાના મંદિરો અને એક સત્સંગ હોલને પણ દૂર કરવામાં આવી રહ્યા છે.143 પક્ષોને આપી હતી નોટિસ અગાઉ આ વિસ્તારમાં માર્ગ પહોળો કરવા માટે 143 પક્ષોને નોટિસો આપવામાં આવી હતી, જેમાંથી 22 મેના રોજ 134 રહેણાંક મકાનો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. તે સમયે ધાર્મિક સ્થળોને સ્પર્શ કરવામાં આવ્યો ન હતો, પરંતુ બાકી રહેલી 9 મિલકતો પર હવે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.મસ્જિદ સમિતિનો આક્ષેપ અને તણાવપૂર્ણ સ્થિતિઆ કાર્યવાહીને પગલે સ્થાનિક સ્તરે તણાવ જોવા મળી રહ્યો છે. મસ્જિદ સમિતિનો દાવો છે કે આ મસ્જિદ વર્ષ 1981માં JDA માન્ય હાઉસિંગ સોસાયટી પાસેથી ખરીદેલા આશરે 391 ચોરસ યાર્ડના પ્લોટ પર બનાવવામાં આવી હતી.સમિતિનો પક્ષ: અમને શુક્રવારે રાત્રે જ નોટિસ મળી હતી, જેના કારણે કાયદાકીય પગલાં લેવા કે જવાબ આપવા માટે પૂરતો સમય મળ્યો નથી. વહીવટીતંત્રે 5 મેના રોજ નોટિસ આપીને 8 મેના રોજ તોડી પાડવાની જાહેરાત કરી હતી."છેલ્લા સાડા ચાર દાયકાથી અહીં નિયમિત પાંચ સમયની નમાજ અદા કરવામાં આવતી હોવાથી સ્થાનિક લોકોની લાગણીઓ જોડાયેલી હતી, જેને ધ્યાનમાં રાખીને પોલીસે કાર્યવાહી પહેલા વિસ્તારમાં ફ્લેગ માર્ચ પણ યોજી હતી.વહીવટીતંત્ર દ્વારા વૈકલ્પિક જમીનની ઓફરવહીવટી સંઘર્ષ ટાળવા અને શાંતિ જાળવી રાખવા માટે જેડીએ (JDA) ના અધિકારીઓ દ્વારા મસ્જિદ સમિતિને 'ખો નાગોરિયન' વિસ્તારમાં આશરે 1,100 ચોરસ યાર્ડની વૈકલ્પિક જમીન આપવાની ઓફર પણ કરવામાં આવી છે.મુંબઈ જેવી ઘટના ન બને તે માટે પોલીસ એલર્ટતાજેતરમાં મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગેરકાયદેસર મસ્જિદ હટાવતી વખતે BMC ના અધિકારીઓ અને પોલીસ પર હુમલો થયો હતો, જેમાં અનેક જવાનો ઘાયલ થયા હતા. જયપુરમાં આવી કોઈ હિંસક પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે વહીવટીતંત્રે અગમચેતીના ભાગરૂપે આ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ઈન્ટરનેટબંધીનો આકરો નિર્ણય લીધો છે.
Click here to Read more
