6 જૂનથી શરૂ થનારી અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટેસ્ટ ટીમમાં પ્રથમ વખત 3 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં માનવ સુથારનો પણ સમાવેશ થાય છે. 23 વર્ષના યુવા સ્પિનર માનવ સુથારની પહેલી વાર પસંદગી કરવામાં આવી છે. રાજસ્થાનના આ લેફ્ટ સ્પિનરને રવિન્દ્ર જાડેજાના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પ્રેક્ટિસ કેમ્પમાંથી ચર્ચામાં આવ્યો માનવ સુથાર છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય ક્રિકેટ ટીમના રડાર પર છે. 2023ના ODI વર્લ્ડકપ પહેલા તેને ભારતના પ્રેક્ટિસ કેમ્પમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. બેંગલુરુમાં તે કેમ્પમાં તેને રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ બેટ્સમેનોને પોતાની સ્પિનથી પરેશાન કર્યા હતા. ત્યારથી એવું માનવામાં આવતું હતું કે આ ખેલાડી રેડ-બોલ ક્રિકેટમાં મોટી સફળતા મેળવી શકે છે. માનવની સફર સરળ નહોતી. ગુજરાત ટાઈટન્સ સાથે જોડાયા હોવા છતાં તેને લાંબા સમય સુધી બેન્ચ પર રાખવામાં આવ્યો હતો. તેને સમગ્ર IPL 2025 સીઝન રાહ જોઈ અને 2026 માં ફક્ત 4 મેચ જ મળી. ઈન્ડિયા A અને દુલીપ ટ્રોફી માટે પણ તેને ઘણી વખત અવગણવામાં આવ્યો હતો. પરંતુ માનવે હાર ન માની. ગયા વર્ષે જ્યારે તેને ઓસ્ટ્રેલિયા A સામેની બીજી ટેસ્ટમાં તક મળી, ત્યારે તેને 5 વિકેટ લઈને પોતાની ક્ષમતા સાબિત કરી. આ પ્રદર્શનને કારણે હવે તેને ભારતીય ટેસ્ટ ટીમમાં બોલાવવામાં આવ્યો છે. રણજીમાં બેટથી પોતાની બતાવી તાકાત માનવ સુથાર ફક્ત બોલિંગ જ નહીં પણ નીચલા ક્રમમાં ઉપયોગી બેટિંગ પણ કરે છે. તેને 2025-26 રણજી ટ્રોફીમાં હિમાચલ પ્રદેશ સામે રાજસ્થાન માટે તેની પ્રથમ ફર્સ્ટ-ક્લાસ સદી ફટકારી હતી. તેનો સ્થાનિક રેકોર્ડ શાનદાર છે. તેને 29 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 52 ઈનિંગમાં 129 વિકેટ લીધી છે, જેની એવરેજ 25.76 છે. તેને 6 વખત 5 વિકેટ પણ લીધી છે અને 3 વખત મેચમાં 10 વિકેટ પણ લીધી છે. અશ્વિન અને જાડેજા પાસેથી સ્પિન ટ્રિક શીખી માનવ સુથારે પોતે સ્વીકાર્યું છે કે આર. અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ તેની સ્પિન બોલિંગ સુધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેને કહ્યું કે ભારત A પ્રવાસ દરમિયાન બંને સિનિયર ખેલાડીઓએ તેમને એક જ ક્ષેત્રમાં સતત બોલિંગ કરવા અને ધીરજ જાળવવા માટે સલાહ આપી હતી. પરંતુ કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદર જેવા સ્પિનરો પહેલાથી જ ભારતીય ટેસ્ટ ટીમમાં હોવાથી માનવને તેના ડેબ્યૂ માટે થોડી વધુ રાહ જોવી પડી શકે છે. અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની ટીમ શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), સાઈ સુદર્શન, રિષભ પંત, દેવદત્ત પડિકલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રૃષ્ણા, માનવ સુથાર, ગુરનુર બરાડ, હર્ષ દુબે, ધ્રુવ જુરેલ. આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?
Click here to Read more
