Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Mango Papad Recipe: કાચી કેરીના પાપડ કઇ રીતે બનાવવા? ઘરે આ રેસીપી ટ્રાય કરો

    4 hours from now

    1

    0

    Raw Mango Papad Recipe In Gujarati : ઉનાળામાં સૌથી વધુ ખાવામાં આવતી ચીજ છે કેરી. ફળોનો રાજા કેરી પોષણથી ભરપૂર છે. કેરી મુખ્યત્વે ઉનાળાનું ફળ છે જેનું સેવન વિવિધ રીતે કરવામાં આવે છે. લોકો કાચી કેરીની ચટણી, અથાણાં, આમ પન્ના, પાકી કેરી, સ્મૂધીથી લઈને જ્યુસનું પુષ્કળ સેવન કરે છે. આ સાથે ઉનાળામાં કાચી કેરીના પાપડ પણ બનાવવામાં આવે છે. ખાટા મીઠા સ્વાદવાળા કેરીના પાપડ માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ લાંબા સમય સુધી સાચવી શકાય છે. કાચી કેરીના પાપડ પરંપરાગત રીતે પ્રાચીન સમયથી ઉનાળા દરમિયાન ભારતીય ઘરોમાં બનાવવામાં આવે છે. જો તમે પણ ઘરે સ્વાદિષ્ટ કાચા કેરીના પાપડ બનાવવા માંગતા હો, તો ચાલો જાણીએ તેની સરળ રીત અને સામગ્રી. કાચા કેરીના પાપડ બનાવવા માટે સામગ્રી 1 કિલો કાચી કેરી (છાલ ઉતારીને સમારેલી) 250 થી 300 ગ્રામ ખાડ (કેરીની ખટાશ પ્રમાણે) 1 ચમચી મીઠું  1 મોટી ચમચી કાળું મીઠું  1 ચમચી શેકેલું જીરું પાવડર  1 ચમચી લાલ મરચું પાઉડર 1-2 ચમચી ઘી અથવા તેલ  કાચી કેરીના પાપડ બનાવવાની રીત સૌ પ્રથમ કેરીની છાલ કાઢીને નાના નાના ટુકડા કરી લો. હવે તેને એક વાસણ અથવા કુકરમાં 1 કપ પાણી સાથે નરમ થાય ત્યાં સુધી બાફો લો. કેરી બફાઇ ગયા બાદ તેને ઠંડી થવા દો.  તે ઠંડુ થયા બાદ કેરીને મસળો અને ચાળણી વડે ગાળી પલ્પ કાઢો. આ પલ્પને કડાઇમાં કાઢો, હવે તેમા ખાંડ, મીઠું, કાળું મીઠું, શેકેલું જીરૂ પાવડર અને લાલ મરચું પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો. કડાઇને ગેસ પર ધીમા તાપે 7 - 10 મિનિટ સુધી પકવવો, જ્યાં સુધી તે ઘટ્ટ ન થાય. ત્યારબાદ, એક મોટી થાળી કે પ્લેટમાં ઘી અથવા તેલ લગાવી સારી રીતે ગ્રીસ કરો અને આ ગરમ મિશ્રણને થાળી પર પાતળા સ્તરમાં પાથરી લો. આ પણ વાંચો | ગુજરાતી ખાટી મીઠી કઢી રેસીપી, ખીચડી અને ભાત સાથે ખાવામાં મજા પડશે તેને લગભગ 2-3 દિવસ સુધી તડકામાં અથવા પંખાની નીચે સૂકવવા દો. જ્યારે તે સારી રીતે સૂકાઈ જાય છે, ત્યારે તમે તેને છરી વડે તમારી પસંદગીના આકારમાં કાપી શકો છો. સુકાવેલા કાચા કેરીના પાપડને એરટાઇટ કન્ટેનરમાં રાખો જેથી તેમા ભેજ ન લાગે. હવે જ્યારે પાપડ ખાવાની ઇચ્છા હોય ત્યારે તેલમાં તળીને ખાઓ.
    Click here to Read more
    Prev Article
    बार-बार धुंधला हो जाता है चश्मा? अपनाएं यह आसान क्लीनिंग हैक, मिनटों में साफ होंगे जिद्दी दाग-धब्बे
    Next Article
    INDIA Bloc Leaders To Meet In Delhi Shortly. What Is On Agenda?

    Related જીવનશૈલી Updates:

    Comments (0)

      Leave a Comment