ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે ગતિ પકડી રહ્યુ છે અને બંગાળની ખાડી સાથે અંડમાન-નિકોબાર તથા અરબી સમુદ્રના અનેક વિસ્તારોમાં પહોંચી ગયુ છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 3થી 4 દિવસમાં ચોમાસું વધુ ઝડપથી આગળ વધી શકે છે, જેના કારણે ઘણા રાજ્યોમાં વરસાદી માહોલ શરૂ થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે IMD અનુસાર 19 મેના રોજ દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, આંધી અને તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ અને કેરળ સહિત 8 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ લોકોની મુશ્કેલી વધારી શકે છે. બંગાળની ખાડીમાં માનસૂન સક્રિય, વરસાદી માહોલની શરૂઆત હવામાન વિભાગ મુજબ દક્ષિણ-પશ્ચિમ માનસૂન 18 મેના રોજ દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર, કોમોરિન વિસ્તાર, દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી, અંડમાન સમુદ્ર અને સમગ્ર અંડમાન-નિકોબાર દ્વીપસમૂહ સુધી આગળ વધી ગયો છે. આગામી દિવસોમાં તેની ગતિ વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 26 મે સુધી કેરળમાં માનસૂનની એન્ટ્રીની શક્યતા હવામાન વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો ચોમાસાંની ગતિ આવી જ રહી તો 26 મે સુધીમાં કેરળમાં તેની સત્તાવાર એન્ટ્રી થઈ શકે છે. સમયસર ચોમાસું પહોંચવાથી ખેડૂતો તેમજ સામાન્ય લોકોને ગરમીમાંથી મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે લોકોને વરસાદ અને તોફાની પવન દરમિયાન સાવચેત રહેવાની તેમજ ખરાબ હવામાનમાં સુરક્ષિત સ્થળે રહેવાની અપીલ કરી છે.
Click here to Read more