Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Mujtaba Khamenei સાજા થતાં જ Donald Trumpને બતાવ્યા તેવર, America સાથેની ડીલ મુશ્કેલમાં

    1 week ago

    1

    0

    હવે સ્વસ્થ થયા પછી મુજતબા કાર્યમાં પાછા ફરતા કરારની શરતો પર તેહરાનનું વલણ બદલાયું છે. બન્ને દેશ વચ્ચે કરારની શક્યતા ઈરાન અને અમેરિકા વચ્ચેની વાતચીત મર્યાદિત કરાર અથવા તણાવ ઓછો કરવા તરફ આગળ વધી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે સતત દાવો કર્યો હતો કે, તેમના સંપર્કમાં રહેલા કેટલાક ઇરાની નેતાઓ પ્રમાણમાં ઉદાર વલણ ધરાવે છે અને બંને દેશો વચ્ચે કરારની શક્યતા યથાવત છે. પરંતુ હવે, તેહરાનનો સ્વર સંપૂર્ણપણે બદલાયો છે. નિષ્ણાતો માને છે કે આ પરિવર્તનના કેન્દ્રમાં એક નામ છે અને તે છે મુજતબા ખામેની. મુજતબા સોદા પ્રક્રિયાથી નાખુશ મુજતબા પાકિસ્તાનમાં યુએસ અને ઈરાની પ્રતિનિધિઓ વચ્ચેની મુલાકાત અને ત્યારબાદ બંને પક્ષો વચ્ચે હાથ મિલાવવાથી નારાજ હતા. તેઓ માને છે કે ઈરાની સર્વોચ્ચ નેતાના અંતિમ સંસ્કાર પણ થયા ન હતા, અને આ નેતાઓએ અમેરિકા સાથે હાથ મિલાવ્યા હતા. ઈરાની નેતૃત્વમાં કેટલાક લોકોએ આ ઉતાવળના નિર્ણયને એવા સમયે માન્યો હતો. જ્યારે નવા સર્વોચ્ચ નેતાના પદ અંગે અનિશ્ચિતતા ચાલુ હતી. શાસનમાં પ્રભાવશાળી જૂથોએ આને સકારાત્મક સંકેતને બદલે રાજકીય ભૂલ તરીકે જોયું હતુ. શું ઇચ્છે છે મોજતબા ખામેની ? તેહરાનના સત્તા વર્તુળોમાં એવી ધારણા વધી રહી છે કે, મોજતબા ખામેની કોઈપણ કરાર સામે વધુ કઠોર વલણ અપનાવી રહ્યા છે. જે ઈરાનની વ્યૂહાત્મક સ્થિતિને નબળી પાડતો દેખાય છે. આ જ કારણ છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા સંભવિત સોદાના વારંવારના દાવાઓ હવે નિરર્થક સાબિત થઈ રહ્યા છે. આ પ્રક્રિયામાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની ભૂમિકા પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સુરક્ષા સંસ્થામાં ઘણા પ્રભાવશાળી કમાન્ડરો ખામેની સાથે ઉભા છે અને અમેરિકા અને ઇઝરાયલ પ્રત્યે વધુ કઠોર વલણ અપનાવવાની તરફેણ કરે છે. તેઓ માને છે કે અમેરિકા સાથેના કોઈપણ કરારને દબાણની રાજનીતિ કરતાં શક્તિના સંતુલન દ્વારા જોવો જોઈએ. આ પણ વાંચોઃ અસુરક્ષિત ખોરાકથી 1.5 મિલિયન મૃત્યુ, WHOએ આપી ચેતવણી, આરોગ્યની સાથે અર્થતંત્રને પણ નુકસાન
    Click here to Read more
    Prev Article
    India's forex reserves rise $938 million to $682.32 billion
    Next Article
    Emraan Hashmi wraps shoot for 'Awarapan 2'

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment