Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ફોક્સવેગનની આઇકોનિક Polo GTI ઇલેક્ટ્રિક કાર રજૂ, 424 કિમી રેન્જ, 175km ટોપ સ્પીડ

    3 weeks ago

    1

    0

    Volkswagen ID Polo GTI EV Launch : ઓટો કંપની ફોક્સવેગન એ સત્તાવાર Volkswagen ID Polo GTI કાર લોન્ચ કરી છે.  તે કંપનીની પ્રથમ ID Polo GTI ઇલેક્ટ્રિક કાર છે, જેના પર ત્રણ પ્રખ્યાત અક્ષર લાગેલા છે. કંપનીએ આઇકોનિક ગોલ્ફ GTI કારના 50 વર્ષ પૂરા થવાની ઐતિહાસિક ક્ષણ પર પોતાની નવી ID Polo GTI કાર રજૂ કરી છે. આ સાથે ફોક્સવેગન કંપની પેટ્રોલ હેચબેક કારની દુનિયા માંથી ઇલેક્ટ્રિક કાર બજારમાં પ્રવેશ કરી રહી છે.  Volkswagen ID Polo GTI EV ડિઝાઇન ફોક્સવેગન ID Polo GTI એક સિટી હેચબેક કાર છે. આ કારની લંબાઇ 4097 mm, પહોળાઇ 1816 mm, ઉંચાઇ 1515 mm અને વ્હીલબેઝ 2599 mm છે. કારની બુટ સ્પેસમાં 441 થી 1243 લીટર સુધી સામાન મૂકી શકાય છે. બહારથી GTI વર્ઝનને સામેની લાલ પટ્ટી, Matrix LED હેડલાઇટ્સ વચ્ચે લાઇટ બાર, વર્ટિકલ ડે - ટાઇમ રનિંગ લાઇટ્સ, હનીકોમ્બ સ્ટાઇલ ગ્રિલ, 19 ઇંચના વ્હીલ અને પાછળ ગ્લોસી બ્લેક આવે છે. કેબિનમાં ફોક્સવેગને ક્લાસિક GTI ઇલેમિન્ટને બાકાત રાખ્યા નથી. કાળા અને લાલ રંગનું ઇન્ટિરિયર, 12 વાગવાની સ્થિતિ પર લાલ નિશાન વાળું સ્પોર્ટ સ્ટિયરિંગ, પ્રથમ GTI જેવું ચેક પેટર્નના ફેબ્રિક વાળી સીટ અને GTI મોડ માટે અલગ બટન છે. ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર 10.25 ઇંચનું અને મલ્ટીમીડિયા સ્કીન 12.9 ઇંચનું છે. ઉપરાંત 10 સ્પીકર વાળું 425Wનું Harman Kardon સિસ્ટમ, પેનોરમિક રૂફ, ફ્રન્ટ સીટ મસાજ, ટ્રાવેલ આસ્ટિસ્ટ, અનુકુળ DCC ચેસિસ, લોંચ કન્ટ્રોલ અને 30 રંગની એમ્બિયટ લાઇટિંગ સામેલ છે. ટેકનિકલ રીતે ફોક્સવેગન ID Polo GTI કાર ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ છે. ઇલેક્ટ્રિક મોટર ફ્રન્ટમાં ફિટ છે, જે 226 hp તથા 290 Nm જનરેટ આપે છે. આ કાર 0–100 km/h સ્પીડ 6.8 સેકન્ડમાં પકડી લે છે. કારની મહત્તમ સ્પીડ 175 km/h છે. કારમાં પ્રોગ્રેસિવ સ્ટિયરિંગ, અડજસ્ટેબલ ડિસ્ક બ્રેક, અનુકુળ સસ્પેન્શન અને Golf GTI થી ઓળખાતું ઇલેક્ટ્રોનિક ફ્રન્ટ ડિફરેન્શિયલ લોક છે. ફોક્સવેગન ID Polo GTI EV બેટરી રેન્જ NMC બેટરીની ઉપયોગી ક્ષમતા 52 kWh છે. WLTP અનુસાર ફોક્સવેગન ID Polo GTI ની રેન્જ 424 કિમી સુધી છે. આ કારનો મહત્તમ ચાર્જિંગ પાવર 105 kW છે. કારની બેટરી 10 થી 80 ટકા સુધી 24 મિનિટમાં ચાર્જ થઇ જાય છે. આ પણ વાંચો | પેટ્રોલના પૈસા બચાવશે આ 5 ઇલેક્ટ્રિક સ્કૂટર, કિંમત 1 લાખથી ઓછી અને 150 KM રેન્જ ફોક્સવેગન ID Polo GTI EVકિંમત ફોક્સવેગન ID Polo GTI કિંમત હાલ જાહેર કરવામાં આવી નથી. જો કે યુરોપમાં આ ફોક્સવેગન ઇલેક્ટ્રિક કારની કિમત 40 હજાર યુરો અથવા લગભગ 47200 ડોલર રહેવાની અપેક્ષા છે. કાર માટે બુકિંગ ઓર્ડર ઓક્ટોબરથી શરૂ થશે અને વર્ષના સુધીમાં પ્રથમ ડિલિવરી થે. ફોક્સવેગન ID Polo GTI કારનું મેન્યુફેક્ચરિંગ સ્પેનમાં થયું છે.
    Click here to Read more
    Prev Article
    ब‍िहार: प्रेम‍िका के ल‍िए एक महीने तक खाना छोड़ा, दूसरे युवक से शादी होने पर नाराज प्रेमी BSNL टॉवर पर चढ़ा
    Next Article
    WHO declares Ebola global emergency as death toll hits 87. Is there a vaccine? What we know

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment