Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Praneet More Controversy: મારી ભૂલ થઈ ગઈ..હું નફરતને લાયક... 370 બિરયાની વિવાદના હોબાળા બાદ પ્રણીત મોરેની શાન ઠેકાણી આવી

    39 minutes from now

    1

    0

    સ્ટેન્ડ અપ કોમેડીયન આજકાલ અશ્લીલ કન્ટેન્ટને લઈને સમાચારમાં રહે છે. હાલમાં બિગ બોસ ફેમ પ્રણિત મોરના 370 બિરયાની વિવાદ" ને ભારે હોબાળો મચ્યો છે. ફક્ત યુઝર્સ જ નહીં રશ્મિ દેસાઈ, આયશા ખાન સહિતના સેલેબ્સે પ્રણિત મોરેની આકરી ટીકા કરી. બિરયાની વિવાદને લઈને યુઝર્સની તીવ્ર ટીકાઓ, અને લોકોમાં જોવા મળેલ આક્રોશ બાદ કડક કાનૂની કાર્યવાહીની આંશકાના ડરે કોમેડીયનની શાન ઠેકાણે આવી. પ્રણીત મોરે એક વીડિયો સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. આ વીડિયોમાં તેમણે પોતાની ભૂલ સ્વીકારતા લોકોના ગુસ્સાને સંપૂર્ણપણે વાજબી ગણાવ્યો છે.પ્રણીત મોરેને પોલીસ કેસ અને મહિલા આયોગનું સમન્સઉલ્લેખનીય છે કે, આ વિવાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સેલિબ્રિટીઝથી લઈને સામાન્ય જનતાએ આ કન્ટેન્ટનો ભારે વિરોધ કર્યો હતો. મામલો એટલો બિચક્યો કે મહારાષ્ટ્ર સાયબર પોલીસે પ્રણીત મોરે અને વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર હિમાંશુ જાંગરા સામે વિધિવત કેસ દાખલ કર્યો છે. આ ઉપરાંત, રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) દ્વારા પણ આ બંનેને સમન્સ જારી કરવામાં આવ્યા છે, જેના કારણે તેમની મુશ્કેલીઓ સતત વધી રહી છે."હું આ નફરતને લાયક છું..." - પ્રણીત મોરેપોતાના માફીના વીડિયોમાં પ્રણીત મોરેએ ભાવુક થઈને જણાવ્યું કે, "તમે બધાએ મારો ક્રાઉડવર્ક વીડિયો જોયો જ હશે. મને તેના માટે સોશિયલ મીડિયા પર ખૂબ નફરત મળી રહી છે અને મને લાગે છે કે હું ખરેખર તેનો હકદાર છું. જ્યારે હું સ્ટેજ પર એ છોકરા (હિમાંશુ) સાથે વાત કરી રહ્યો હતો, ત્યારે તેણે અત્યંત ખરાબ અને વાંધાજનક વાતો કહી હતી. પરંતુ એ ક્ષણે આસપાસના બધા લોકો હસી રહ્યા હતા, જેના કારણે હું પણ એ માહોલમાં વહી ગયો અને યોગ્ય નિર્ણય ન લઈ શક્યો. તે ક્ષણે મારી મોટી ભૂલ થઈ હતી.મારી જવાબદારી ચૂકયો, પ્રણીત મોરેપ્રણીતે વધુમાં ઉમેર્યું કે, "એક હાસ્ય કલાકાર તરીકે મારી પાસે માઇક્રોફોન અને સ્ટેજ બંનેની મોટી જવાબદારી છે. જો હું ઇચ્છતો હોત, તો તે વ્યક્તિને તરત જ અટકાવી શકતો હતો અથવા તેની સામે સ્ટેન્ડ લઈ શકતો હતો. પણ કમનસીબે હું એવું ન કરી શક્યો. મેં તેને ખોટી વાતો કહેવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું, જેના કારણે આ મામલો વધુ વણસ્યો. આ વીડિયોથી જે પણ લોકોની લાગણી દુભાઈ છે અને જેઓ દુઃખી થયા છે, તે દરેક વ્યક્તિની હું હાથ જોડીને માફી માંગુ છું."
    Click here to Read more
    Prev Article
    क्या है ईरान को मिले 3 अरब डॉलर का राज? अमेरिका और UAE ने बताया सच
    Next Article
    चीन में जमीन पर गिरकर हैलिकॉप्टर चरखी जैसा घूमता रहा:2 टुकड़ों में टूटा, सीट बेल्ट ने बचाई कॉकपिट में फंसे पायलटों की जान

    Related મનોરંજન Updates:

    Comments (0)

      Leave a Comment