Sanju Samsonના મિત્રની ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 4 દિવસમાં કરી કરોડોની કમાણી!
2 weeks ago
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી વર્ષ 2026માં ઘણી સફળ ફિલ્મો આવી છે. જેમાંથી કેટલીક ફિલ્મો એવી રહી છે જે હિન્દી દર્શકો સુધી નથી પહોંચી, તેમ છતાં તે સારું કલેક્શન કરવામાં સફળ રહી છે. આ ફિલ્મોએ વિદેશમાં પણ સારી કમાણી કરી છે. આ યાદીમાં મલયાલમ ફિલ્મ અથિરાડીનું નામ પણ જોડાઈ ગયું છે. આ ફિલ્મને રિલીઝ થયાને હજુ 4 દિવસ જ થયા છે અને આટલા સમયમાં ફિલ્મે અદભૂત પ્રદર્શન કર્યું છે. આ ફિલ્મમાં લોકા ચેપ્ટર 1ના એક્ટર ટોવિનો થોમસ જોવા મળ્યા છે, જે ક્રિકેટર સંજુ સેમસનના સારા મિત્ર પણ છે. વર્ષ 2025માં લોકા ચેપ્ટર 1 ફિલ્મમાં પોતાની એક્ટિંગથી પ્રભાવિત કરનાર એક્ટર ટોવિનો થોમસની ફિલ્મ અથિરાડી સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. અથિરાડીએ કેટલા રૂપિયા કમાયા? અથિરાડી ફિલ્મની વાત કરીએ તો, આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ 52 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. સૈકનિલ્કના રિપોર્ટ્સ મુજબ, ફિલ્મે રિલીઝના પહેલા દિવસે 5.55 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા દિવસે ફિલ્મે 4.25 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે 5.10 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ચોથા દિવસે આ ફિલ્મે 5.60 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મનો બોક્સ ઓફિસ પર ધમાકો: વર્લ્ડવાઈડ કમાણી 45.38 કરોડને પારફિલ્મનું અત્યાર સુધીનું કુલ નેટ કલેક્શન 21.02 કરોડ રૂપિયા થઈ ગયું છે. જ્યારે બીજી તરફ, ફિલ્મનું ગ્રોસ કલેક્શન 24.38 કરોડ રૂપિયા પર પહોંચ્યું છે. ફિલ્મને વિદેશોમાં પણ ઘણો ફાયદો થઈ રહ્યો છે અને ઓવરસીઝ કલેક્શનના મામલામાં તેણે 21 કરોડ રૂપિયા કમાઈ લીધા છે. આમ, ફિલ્મનું અત્યાર સુધીનું વર્લ્ડવાઈડ કલેક્શન 45.38 કરોડ રૂપિયા થઈ ચૂક્યું છે. એક્સટેન્ડેડ વીકેન્ડનો મળ્યો મોટો ફાયદો, ફિલ્મે કરી જોરદાર કમાણીરિપોર્ટ્સ મુજબ આ ફિલ્મનું બજેટ 30 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ બજેટની સામે માત્ર 4 દિવસમાં જ ફિલ્મે વધુ કમાણી કરી લીધી છે અને તેને એક્સટેન્ડેડ વીકેન્ડનો ફાયદો પણ મળ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મ આવનારા સમયમાં કેટલું કલેક્શન કરે છે અને શું તે 100 કરોડ રૂપિયાના જાદુઈ આંકડાને પાર કરી શકશે કે નહીં. આ પણ વાંચો- 36 વર્ષથી અકબંધ છે સદાબહાર એક્ટ્રેસ રેખાનું આ રહસ્ય! પતિ મુકેશ અગ્રવાલના અવસાન પછી પણ કેમ લગાવે છે સિંદૂર?
Click here to Read more
