અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસ: યુપી સરકાર દ્વારા SITની રચના, IAS ઓફિસરના નેતૃત્વમાં તપાસ
3 hours ago
Ayodhya Ram Mandir Donation Theft Case : અયોધ્યાના ભવ્ય રામ જન્મભૂમિ મંદિરમાં દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવતા દાનમાં નાણાકીય ગેરરીતિઓ અને ચોરીનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યા બાદ તપાસ તેજ કરી દેવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વિનંતી પર ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આ કૌભાંડની તપાસ માટે એક વિશેષ તપાસ દળ (SIT)ની રચના કરવામાં આવી છે. આ સાથે જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ દાનપાત્રની ગણતરી સાથે જોડાયેલા એક કર્મચારીની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી દીધી છે.તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, મંદિરના દાનપાત્રોમાં જમા થતી રકમની ગણતરી સાથે જોડાયેલા કેટલાક અન્ય કર્મચારીઓ પણ હાલ તપાસના દાયરામાં છે. સમગ્ર મામલાના મૂળ સુધી પહોંચવા માટે સીસીટીવી (CCTV) ફૂટેજ, રોકડ રકમની રિકવરી અને ટેકનિકલ પુરાવાઓને મુખ્ય આધાર બનાવવામાં આવ્યા છે.
Click here to Read more
