Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Haridwar : પાણીની ટાંકીમાંથી એક-બે નહીં, પરંતુ 27 સાપના બચ્ચાં મળતા મચ્યો ભારે હડકંપ

    3 hours from now

    1

    0

    ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના સરાય ગામમાં એક અનોખી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક પરિવારના ઘરઆંગણે આવેલી પાણીની ટાંકીમાંથી એક કે બે નહીં, પરંતુ 27 સાપના બચ્ચાં મળતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. આ ઘટનાથી પરિવારજનો અને સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.વન વિભાગની રેસ્ક્યૂ ટીમ સ્થળ પર પહોંચી મળતી માહિતી મુજબ, સોમવાર બપોરે પરિવારના સભ્યો પાણી ભરવા માટે ટાંકી પાસે પહોંચ્યા ત્યારે તેમને ટાંકીમાં કંઈક હલચલ દેખાઈ હતી. નજીકથી જોતા પાણીમાં મોટી સંખ્યામાં સાપના બચ્ચાં તરતા અને રેંગતા જોવા મળ્યા. આ દૃશ્ય જોઈ પરિવારજનો ગભરાઈ ગયા અને તાત્કાલિક વન વિભાગને જાણ કરી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની રેસ્ક્યૂ ટીમ સ્થળ પર પહોંચી હતી. નિષ્ણાત સ્નેક રેસ્ક્યૂઅર્સ તાલિબ અને ભોલાએ ખૂબ જ સાવધાનીપૂર્વક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને ટાંકીમાંથી એક પછી એક એમ કુલ 27 સાપના બચ્ચાંને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો પણ સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. આ સાપ ઝેરી નથી વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ટાંકીમાંથી મળેલા તમામ બચ્ચાં Checkered Keelback પ્રજાતિના છે, જેને સામાન્ય ભાષામાં 'વોટર સ્નેક' અથવા પાણીનો સાપ કહેવામાં આવે છે. આ સાપ ઝેરી નથી અને સામાન્ય રીતે તળાવો, નહેરો અને જળાશયો આસપાસ જોવા મળે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બચ્ચાંની ઉંમર અંદાજે એકથી દોઢ સપ્તાહની છે. શક્યતા છે કે કોઈ માદા સાપે સુરક્ષિત સ્થળ માનીને ટાંકીની આસપાસ ઇંડાં મૂક્યાં હોય અને તાજેતરમાં તેમાંથી બચ્ચાં બહાર આવ્યા હોય. વન વિભાગે તમામ 27 સાપના બચ્ચાંને સુરક્ષિત રીતે તેમના કુદરતી નિવાસસ્થાનમાં મુક્ત કરી દીધાં છે. ઘટનાના અંતે પરિવારજનો અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ પણ વાંચો : Demographic Change : દેશના સરહદી વિસ્તારોની ડેમોગ્રાફી કેટલી બદલાઈ? સમિતિ કરશે અભ્યાસ
    Click here to Read more
    Prev Article
    Hardeep Singh Puri says India has over 60 days of crude, gas stocks; rules out any energy supply crunch
    Next Article
    पीएम मोदी पहुंचे फ्रांस, राष्ट्रपति मैक्रों से होगी खास मुलाकात, दौरे से चीन-पाकिस्तान परेशान क्यों?

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment