T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું:દીપ્તિ શર્માએ માત્ર 10 રન આપીને 5 વિકેટ ઝડપી; સ્મૃતિ મંધાનાએ 68 રન ફટકાર્યા
19 hours ago
ઈન્ડિયા વુમન્સ T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને 64 રનથી હરાવી દીધું છે. બર્મિંગહામના એજબેસ્ટનમાં ભારતીય ટીમે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી અને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ ફિફ્ટી ફટકારી. તેણે 44 બોલમાં 68 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને 2 સિક્સર પણ સામેલ છે. કેપ્ટન હરમનપ્રીત કૌરે 36 રનની ઇનિંગ્સ રમી. રિચા ઘોષે 17 બોલમાં 34 રન બનાવ્યા. પાકિસ્તાન તરફથી સાદિયા ઇકબાલ અને ફાતિમા સનાએ 2-2 વિકેટ લીધી. તસ્મિયા રુબાબ અને રામીન શમીમને 1-1 સફળતા મળી. 171 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 17 ઓવરમાં 106 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. મુનીબા અલીએ સૌથી વધુ 41 રન બનાવ્યા. ભારત તરફથી દીપ્તિ શર્માએ શાનદાર બોલિંગ કરતા માત્ર 10 રન આપીને 5 વિકેટ ઝડપી. શ્રી ચરણીને 3 અને શેફાલી વર્માને એક વિકેટ મળી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ભારતી ફુલમાળી, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, અરુંધતિ રેડ્ડી, શ્રેયંકા પાટિલ, શ્રી ચરણી, ક્રાંતિ ગૌડ. પાકિસ્તાન (PAK): મુનીબા અલી (વિકેટકીપર), ગુલ ફિરોઝા, આયશા ઝફર, આલિયા રિયાઝ, સાયરા જબીન, નતાલિયા પરવેઝ, ફાતિમા સના (કેપ્ટન), રામીન શમીમ, નશરા સંધુ, તસ્મિયા રુબાબ, સાદિયા ઇકબાલ.
Click here to Read more

