Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Turkiye Firing : તુર્કીયેમાં રોસ્ટોરન્ટમાં અંધાધૂંધ ફાયરિંગ, 4 લોકોના થયા મોત

    3 weeks ago

    1

    0

    તુર્કીયેના દક્ષિણ ભાગમાં આવેલા મર્સિન પ્રાંતમાં સોમવારે થયેલી અંધાધૂંધ ગોળીબારમાં ઓછામાં ઓછા ચાર લોકોનાં મોત થયા છે, જ્યારે આઠથી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ આ હુમલો 17 વર્ષના એક કિશોરે કર્યો હતો. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો હતો.ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા આ ઘટના મર્સિનથી લગભગ 40 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં આવેલા ટાર્સસ વિસ્તારમાં બની. હુમલાખોર એક રેસ્ટોરન્ટમાં ઘૂસી ગયો હતો અને ત્યાં અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. ઘટનાસ્થળે જ બે લોકોનાં મોત થયા હતા. ત્યારબાદ આરોપી કારમાં ભાગતા ભાગતા રસ્તામાં વધુ બે લોકોને ગોળી મારી હતી, જેના કારણે તેમનું પણ મોત થયું હતું. ગોળીબારમાં ઘાયલ થયેલા તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં મૃતકો અને ઘાયલોની સત્તાવાર ઓળખ જાહેર કરવામાં આવી નથી, જો કે હુમલાખોર પાસે શોટગન હોવાની ચર્ચાઓ છે. હેલિકોપ્ટરની મદદથી સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સુરક્ષા દળો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આરોપીની શોધ માટે વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હેલિકોપ્ટરની મદદથી સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે હુમલાખોર સ્થાનિક રહેવાસી હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તેની ઓળખ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી મળી ગઈ છે. અહેવાલો મુજબ છેલ્લા કેટલાક સમયથી તુર્કીયેમાં કિશોરો દ્વારા ગોળીબારની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. લગભગ એક મહિના પહેલા પણ બે અલગ-અલગ ઘટનાઓમાં 10 લોકોના મોત થયા હતા અને 16 લોકો ઘાયલ થયા હતા. હાલ પોલીસે હુમલાના કારણો અને આરોપીની ધરપકડ માટે તપાસ તેજ કરી છે. આ પણ વાંચો : Norwayના બિઝનેસ લીડર્સને PM મોદીએ કહ્યું '12 વર્ષમાં ભારતનું ઈકોનોમિક DNA સંપૂર્ણ રીતે બદલાઈ ગયું'
    Click here to Read more
    Prev Article
    PlayStation Plus Price Hike: New Subscription Costs Rise From May 20, Existing Subscribers in India To Be Affected
    Next Article
    आसमान छू रही पेट्रोल की कीमतों से सड़कों पर उतरे लोग, उग्र हुआ प्रदर्शन, पुलिस की गोलीबारी में 4 की मौत, 30 घायल

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment