Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    US : ધાર્મિક સ્થળો અને ભક્તોની સુરક્ષા માટે ઐતિહાસિક 'SACRED Act' રજૂ કરાયો

    3 days ago

    2

    0

    યુનાઇટેડ સ્ટેટ્સમાં તમામ ધર્મના લોકો સુરક્ષિત રીતે અને કોઈ પણ ડર વગર પોતાના ધાર્મિક સ્થળોએ જઈ શકે તે હેતુથી, કોંગ્રેસમેન ટોમ સુઓઝી અને કોંગ્રેસમેન મેક્સ મિલર દ્વારા સંયુક્ત રીતે 'SACRED Act' નામનું એક નવું અને મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બિલ રજૂ કરવામાં આવ્યું છે.ભક્તોને ડરાવવા, ધમકાવવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો છેલ્લા કેટલાક સમયથી અમેરિકાભરમાં હિન્દુ મંદિરો, સિનાગોગ, ચર્ચ, ગુરુદ્વારા અને મસ્જિદો જેવા ધાર્મિક સ્થળોની બહાર ભક્તોને ડરાવવા, ધમકાવવા અને હેરાનગતિ કરવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. ઘણા કિસ્સાઓમાં, ઉગ્ર પ્રદર્શનકારીઓ દ્વારા ભક્તોને પ્રાર્થના કરવા જતા રોકવામાં આવે છે અથવા તેમની સાથે શાબ્દિક દુર્વ્યવહાર કરવામાં આવે છે. આ પ્રકારની અપ્રિય ઘટનાઓને કડકાઈથી રોકવા અને ભક્તોના ધાર્મિક સ્વાતંત્ર્યનું રક્ષણ કરવા માટે આ ઐતિહાસિક બિલ લાવવામાં આવ્યું છે. 'ફેડરલ ક્રાઈમ' ક્ગણાશે આ બિલની સૌથી મહત્વની અને કડક જોગવાઈ 'બફર ઝોન' ની છે. SACRED Act અંતર્ગત, કોઈપણ ધાર્મિક સ્થળની આસપાસ 100 ફૂટના વિસ્તારને સુરક્ષિત જાહેર કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ આ 100 ફૂટના વિસ્તારમાં કોઈ ભક્તને ઇરાદાપૂર્વક ડરાવે, ધમકાવે, શારીરિક રીતે તેમનો રસ્તો રોકે અથવા હેરાન કરવાના હેતુથી ૮ ફૂટની નજીક આવે, તો તેને 'ફેડરલ ક્રાઈમ' (ફેડરલ ગુનો) ગણવામાં આવશે અને તે મુજબ કડક સજા થશે.  વિવિધ ધાર્મિક સમુદાયોએ આ કાયદાને ખુલ્લા મને આવકાર્યો અમેરિકામાં વસતા વિવિધ ધાર્મિક સમુદાયોએ આ કાયદાને ખુલ્લા મને આવકાર્યો છે. ખાસ કરીને ભારતીય અને હિન્દુ સમુદાય માટે આ એક મોટા રાહતના સમાચાર છે. વિવિધ યહૂદી અને મુસ્લિમ સંગઠનો પણ આ કાયદાના સમર્થનમાં આગળ આવ્યા છે, જે દર્શાવે છે કે આ કાયદો તમામ ધર્મોની સુરક્ષા માટે કેટલો જરૂરી છે. પ્રથમ સુધારો શાંતિપૂર્ણ અભિવ્યક્તિનો અધિકાર સાંસદોના જણાવ્યા અનુસાર, અમેરિકાના બંધારણમાં આપવામાં આવેલો પ્રથમ સુધારો શાંતિપૂર્ણ અભિવ્યક્તિનો અધિકાર આપે છે, પરંતુ તે કોઈને પણ ધાર્મિક આસ્થાનું પાલન કરતા લોકોને હેરાન કે ભયભીત કરવાનો અધિકાર આપતો નથી. આ કાયદો લાગુ થવાથી અમેરિકામાં ધાર્મિક સહિષ્ણુતા અને કાયદાનું શાસન વધુ મજબૂત બનશે, જેથી દરેક નાગરિક પોતાના ધર્મનું ગૌરવભેર, શાંતિથી અને સુરક્ષિત રીતે પાલન કરી શકશે. આપણ વાંચો----     Gujarat Latest News Live : અમદાવાદમાં સુરેન્દ્રનગરના કુખ્યાત આરોપીને પોલીસ પકડવા જતા ચોથા માળેથી પટકાતા મોત
    Click here to Read more
    Prev Article
    Rajasthan Tourism: ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ ઠંડા-ગાર રહે છે રાજસ્થાનના આ 5 હિલ સ્ટેશન
    Next Article
    नौकरी छोड़ी, दर-दर की खाई ठोकरें, फिर भी नहीं मानी हार... आज ग्रेटर नोएडा के अमित उपाध्याय बने सफल बिजनेसमैन

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment