Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    West Bengal : અભિષેક બેનર્જીના ઘર પર પહોંચી CIDની ટીમ, શું કહ્યું TMC સાંસદે?

    2 weeks ago

    1

    0

    તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જીએ એકવાર ફરી ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે તેમના વિરુદ્ધ વિવિધ તપાસ એજન્સીઓનો ઉપયોગ કરીને દબાણ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ તેઓ કોઈ પણ સંજોગોમાં ઝુકવાના નથી.મને બ્લેકમેલ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે: અભિષેક બેનર્જી અભિષેક બેનર્જીએ કહ્યું કે પહેલા તેમના પાછળ માત્ર ED અને CBI જેવી કેન્દ્રીય એજન્સીઓ હતી, પરંતુ હવે પશ્ચિમ બંગાળ પોલીસ, કોલકાતા પોલીસ અને કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC) પણ જોડાઈ ગયા છે. તેમણે દાવો કર્યો કે અનેક એજન્સીઓ દ્વારા તેમને ડરાવવાનો અને બ્લેકમેલ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ તેઓ આવા દબાણ સામે ઝુકનારા વ્યક્તિ નથી. તેમણે વધુમાં કહ્યું, “તમે મારું ગળું કાપી નાખો અથવા જે કરવું હોય તે કરો, પરંતુ મને ઝુકાવવા માટે તમારે સાત જન્મ લેવા પડશે. હું ગદ્દાર નથી.” અભિષેક બેનર્જીની પરિસ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર તાજેતરમાં એક CID અધિકારીએ કોલકાતાના કાલીઘાટ સ્થિત તેમના નિવાસસ્થાને તેમને નોટિસ સોંપી હતી. આ મુદ્દે અભિષેકે વ્યંગાત્મક ટિપ્પણી કરતા કહ્યું કે અધિકારીઓને તેમને નોટિસ આપવાની હતી, પરંતુ તેઓ ભૂલથી અન્ય સ્થળે પહોંચી ગયા હતા. તેથી તેમણે મીડિયા મારફતે સંદેશ આપ્યો કે જો કોઈ તેમને નોટિસ આપવા માંગતું હોય તો તેઓ પોતાના ઘરે હાજર છે. 4 મેના રોજ ચૂંટણી પરિણામોની જાહેરાત બાદ અભિષેક બેનર્જીની પરિસ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. રાજ્ય સરકારે તેમની હાઈ-પ્રોફાઈલ સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચી લીધી છે અને હવે તેમને માત્ર લોકસભા સાંસદ તરીકે મળતી સુરક્ષા જ આપવામાં આવી રહી છે. સમગ્ર મામલે પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આ ઉપરાંત કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC)એ અભિષેક બેનર્જીની માલિકીની અથવા સહ-માલિકીની 17 સંપત્તિઓને નોટિસ ફટકારી છે. KMCએ આ સંપત્તિઓની ‘એલિવેશન કૉપી’ પણ માગી છે, જેથી મૂળ મંજૂર નકશામાં કોઈ અનધિકૃત ફેરફાર કે બાંધકામ થયું છે કે નહીં તેની તપાસ કરી શકાય. આ સમગ્ર મામલે પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ રાજકીય ટકરાવ થવાની શક્યતા છે. આ પણ વાંચો : Rajasthan Dust Storm : રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ સાથે આવ્યું વાવાઝોડું, જનજીવન પ્રભાવિત
    Click here to Read more
    Prev Article
    IPL 2026: उम्र 15 साल, 16 मैच, 72 छक्के और ऑरेंज कैप... वैभव सूर्यवंशी ने IPL में वो कर दिखाया जो विराट-रोहित-धोनी जैसे दिग्गज भी नहीं कर सके
    Next Article
    Gujarat Latest News Live: સુરેન્દ્રનગરના જાખણ-બોડીયા ગામે ભોગાવો નદીના પટમાંથી 4.60 કરોડનો મુદ્દામાલ જપ્ત

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment