WHO:ઇબોલા વાયરસનો કાળોકેર! કાંગોમાં 80 થી વધુના મોત, WHO એ જાહેર કરી ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી
4 weeks ago
દુનિયા હજુ હન્ટાવાયરસ (Hantavirus) ના ભયમાંથી બહાર આવી નથી ત્યાં જ અન્ય એક જીવલેણ વાયરસનો આતંક શરૂ થઈ ગયો છે. આફ્રિકાના દેશ કોંગો (Congo) માં ઘાતક ‘ઇબોલા વાયરસ’ (Ebola Virus) એ ભારે તબાહી મચાવી છે. પૂર્વ કાંગોના ઇતુરી પ્રાંતમાં આ વાયરસના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 80 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે સેંકડો શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ કાંગો અને યુગાન્ડામાં ઇબોલાના પ્રકોપને લઈને 'ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી' જાહેર કરી દીધી છે.દુર્લભ વેરિઅન્ટની પુષ્ટિકાંગોના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, લેબોરેટરી તપાસમાં આ વખતે ઇબોલાના અત્યંત દુર્લભ અને ખતરનાક ગણાતા 'Bundibugyo Virus' વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે. કાંગોના ઇતિહાસમાં વર્ષ 1976 પછી ઇબોલા વાયરસનો આ 17મો સૌથી મોટો પ્રકોપ છે. ઇતુરી પ્રાંતની રાજધાની બુનિયા (Bunia) માં સ્થિતિ દિનપ્રતિદિન વણસી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ત્યાં દરરોજ અનેક લોકોના મોત થઈ રહ્યા છે અને ભયનો માહોલ છે. હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા સંક્રમણને રોકવા માટે મોટા પાયે કોન્ટેક્ટ ટ્રેસિંગ અને સ્ક્રીનિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.એક નર્સના મોતે ખોલી પોલકાંગોના સ્વાસ્થ્ય મંત્રી સેમ્યુઅલ-રોજર કામ્બાના જણાવ્યા મુજબ, આ ઘાતક સંક્રમણનો પહેલો શંકાસ્પદ કેસ એક નર્સ સાથે જોડાયેલો હતો. એપ્રિલના અંતમાં બુનિયાની એક હોસ્પિટલમાં આ નર્સનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, ત્યારબાદ આ વાયરસે ઝડપથી પગપેસારો કર્યો હતો. હાલમાં આ વિસ્તારમાં 300 થી વધુ શંકાસ્પદ કેસ નોંધાયા છે અને કુલ સત્તાવાર મોતનો આંકડો 88 સુધી પહોંચી ગયો છે.ઇબોલાના લક્ષણો અને કેવી રીતે ફેલાય છે?ઇબોલા વાયરસ અત્યંત ચેપી છે. તે સંક્રમિત વ્યક્તિના ઉલટી, લોહી, પરસેવો અથવા અન્ય શારીરિક પ્રવાહી (body fluids) ના સીધા સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ વાયરસના મુખ્ય લક્ષણોમાં ભારે નબળાઈ, અસહ્ય માથાનો દુખાવો, તેજ તાવ, સ્નાયુઓમાં દુખાવો, ઝાડા-ઉલટી અને કેટલાક ગંભીર કિસ્સાઓમાં શરીરની અંદર કે બહારથી રક્તસ્રાવ (bleeding) થવો સામેલ છે. સ્વાસ્થ્ય એજન્સીઓએ લોકોને સંક્રમિત વ્યક્તિઓથી અંતર જાળવવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે. WHO ની આ વૈશ્વિક ચેતવણી બાદ હવે દુનિયાભરના દેશો એલર્ટ મોડ પર આવી ગયા છે.આ પણ વાંચો:Strait Of Hormuz:ટ્રમ્પે આપી ભયંકર પરિણામોની ચેતવણી,હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર લાગશે ‘ટોલ ટેક્સ’
Click here to Read more
