Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    World energy crisis: દુનિયા ભરમાં વૈશ્વિક ઉર્જા સંકટ! કેનેડા લાવી શકે છે સમાધાન, PM માર્ક કાર્નીનું નિવેદન

    3 weeks ago

    1

    0

    વિશ્વ હાલમાં પુરવઠાની મર્યાદાઓ, વધતી કિંમતો અને આબોહવા પરિવર્તન જેવા ગંભીર વૈશ્વિક ઊર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ જણાવ્યું છે કે કેનેડા પોતાના પુષ્કળ કુદરતી સંસાધનો દ્વારા આ વૈશ્વિક સમસ્યાનો ઉકેલ લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. બ્રિટિશ કોલંબિયાના વાનકુવરમાં પ્રીમિયર્સ સાથેની મુલાકાત દરમિયાન તેમણે આ મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. કેનેડા એક 'વિશ્વસનીય ભાગીદાર' ગ્રેટર વાનકુવર બોર્ડ ઓફ ટ્રેડ ખાતે વ્યાપારી સમુદાયને સંબોધિત કરતા વડાપ્રધાન કાર્નીએ જણાવ્યું હતું કે તાજેતરના વૈશ્વિક આંચકાઓએ વિશ્વના ઘણા દેશોમાં ઊર્જાની ઉપલબ્ધતાને માઠી અસર પહોંચાડી છે. આવી સ્થિતિમાં કેનેડા વિશ્વ માટે એક "સ્થિર અને વિશ્વસનીય ભાગીદાર" તરીકે ઉભરી શકે છે. તેમણે સંકેત આપ્યો કે ફેડરલ સરકાર ઊર્જા પ્રોજેક્ટ્સની ઝડપી મંજૂરીઓ, સ્વચ્છ ઊર્જા નીતિઓમાં ફેરફાર અને પેસિફિક કોસ્ટ સુધી નવી તેલ પાઇપલાઇન નાખવા જેવા વિકલ્પો પર ગંભીરતાથી કામ કરી રહી છે. બ્રિટિશ કોલંબિયા સરકારનો સખત વિરોધ જોકે, પીએમ કાર્નેની આ યોજના સામે આંતરિક વિરોધ શરૂ થઈ ગયો છે. બ્રિટિશ કોલંબિયાના પ્રીમિયર ડેવિડ એબીએ આ નવી તેલ પાઇપલાઇન પ્રોજેક્ટ અંગે તીવ્ર શંકા અને વિરોધ વ્યક્ત કર્યો છે. તેમનો મુખ્ય વાંધો પર્યાવરણીય અસરો, ટેન્કર પ્રતિબંધો હટાવવા અને સ્થાનિક સ્વદેશી સમુદાયો તેમજ આબોહવા કાર્યકરોના વિરોધને લઈને છે. ડેવિડ એબીએ આક્ષેપ કર્યો છે કે કાર્ને સરકાર વિવાદાસ્પદ ઊર્જા કરારો દ્વારા પ્રાંતીય પ્રાથમિકતાઓની અવગણના કરી રહી છે. બીજી તરફ, વડાપ્રધાને સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ પાઇપલાઇન પ્રોજેક્ટને મંજૂરી આપતા પહેલાં કાર્બન કેપ્ચર સિસ્ટમ્સનું નિર્માણ, પર્યાવરણીય ઉત્સર્જનમાં ઘટાડો અને સ્વદેશી સમુદાયો સાથે યોગ્ય પરામર્શ જેવી કડક શરતોનું પાલન કરવું પડશે. તેમણે ઉમેર્યું કે જો બ્રિટિશ કોલંબિયામાં આ પ્રોજેક્ટનો વિરોધ ચાલુ રહેશે, તો કેન્દ્ર સરકાર અન્ય પ્રાંતો તરફ ધ્યાન કેન્દ્રિત કરશે. વિપક્ષી પ્રતિક્રિયા અને રાજકીય તણાવ આ મુદ્દે રાજકીય ગરમાવો પણ વધી ગયો છે. રૂઢિચુસ્ત નેતા પિયર પોઇલીવરે સરકાર પર ધીમી ગતિએ કામ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, સરકારે ઔદ્યોગિક કાર્બન ટેક્સ હટાવીને અને નિયમો સરળ બનાવીને ઊર્જા પ્રોજેક્ટ્સ ઝડપી બનાવવા જોઈએ. તેમણે જર્મનીનું ઉદાહરણ આપતા કહ્યું કે કેનેડાએ પણ એલએનજી (LNG) સુવિધાઓ ઊભી કરવા માટે ત્વરિત નિર્ણયો લેવાની જરૂર છે. હાલમાં આ મુદ્દાએ કેનેડામાં કેન્દ્ર અને પ્રાંતીય સરકારો વચ્ચે રાજકીય તણાવ વધારી દીધો છે, જ્યાં એક તરફ વૈશ્વિક ઊર્જા હબ બનવાની હોડ છે અને બીજી તરફ સ્થાનિક પર્યાવરણીય સંરક્ષણનો સવાલ છે. આ પણ વાંચોઃ PM મોદીને રોમમાં કૃષિ સંગઠને 'એગ્રીકોલા મેડલ'થી કર્યા સન્માનિત
    Click here to Read more
    Prev Article
    US President Trump to sign order on AI oversight as security fears mount among supporters
    Next Article
    भिंडी के पत्ते पड़ रहे पीले?, फसल बचानी है तो अपनाएं ये आसान उपाय

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment