Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    12 વર્ષ બાદ FIFAમાં શકીરાની શરારત!:'વક્કા વક્કા' ગર્લએ 'ડાઈ ડાઈ'થી મહેફિલ લૂંટી, જુઓ ગ્લેમરથી ભરપૂર ઓપનિંગ સેરેમનીના PHOTO-VIDEO

    2 hours ago

    1

    0

    ફૂટબોલ વર્લ્ડ કપની શરૂઆત થઈ ગઈ છે. ગુરુવારે રાત્રે મેક્સિકોમાં 39 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમની યોજાઈ. તેમાં પોપ સ્ટાર શકીરા અને નાઇજીરીયન સિંગર બર્ના બોયે પરફોર્મ કર્યું. બંનેએ મળીને FIFAનું ઓફિશિયલ સોંગ ‘ડાઈ-ડાઈ’ ગાયું. લગભગ 2 કલાક સુધી ચાલેલી ઓપનિંગ સેરેમની પછી FIFA પ્રેસિડેન્ટ જિયાની ઇન્ફન્ટિનોએ હોલીવુડ અભિનેત્રી સલમા હાયેકની હાજરીમાં વર્લ્ડ કપ ટ્રોફી રજૂ કરી. અહીં કોલંબિયન સિંગર જે બલવીને પણ પરફોર્મ કર્યું. આ પછી મેક્સિકોએ ઓપનિંગ મેચમાં સાઉથ આફ્રિકાને 2-0થી હરાવ્યું. શકીરાના પરફોર્મન્સનો વીડિયો… ઓપનિંગ સેરેમનીની તસવીરો… ફૂટબોલ વર્લ્ડ કપ વિરુદ્ધ પ્રદર્શન પણ થયું વર્લ્ડ કપ દરમિયાન મેક્સિકોમાં વિરોધ પ્રદર્શન પણ ચાલુ રહ્યું. શિક્ષકોના પગાર વધારવા અને સારી સુવિધાઓની માંગને લઈને લોકો રસ્તા પર ઉતર્યા. પ્રદર્શનકારીઓનો આરોપ હતો કે સરકાર સામાજિક સમસ્યાઓને અવગણીને વર્લ્ડ કપના આયોજન પર ધ્યાન આપી રહી છે. હવે વર્લ્ડ કપની પહેલી મેચનો રિપોર્ટ વાંચો ઓપનિંગ મેચની નવમી મિનિટે મેક્સિકોના જુલિયન ક્વિનોનેસ ગોલ કર્યો. ત્યારબાદ 67મી મિનિટે સ્ટ્રાઈકર રાઉલ જિમેનેઝે શાનદાર હેડર લગાવીને લીડ બમણી કરી દીધી. મેક્સિકો સિટીના એઝ્ટેકા સ્ટેડિયમમાં રેફરીએ 3 રેડ કાર્ડ આપ્યા. સાઉથ આફ્રિકાના સ્પેફેલો સિથોલે અને થેમ્બા ઝ્વેનને રેડ કાર્ડ મળ્યા. જ્યારે મેક્સિકોના સેસર મોન્ટેસને એક્સ્ટ્રા ટાઈમમાં રેડ કાર્ડ બતાવ્યું. જુલિયને પહેલો ગોલ કર્યો મેક્સિકોને 9મી મિનિટે લીડ મળી. સાઉથ આફ્રિકાના કેપ્ટન અને ગોલકીપર રોનવેન વિલિયમ્સની ભૂલ ટીમને ભારે પડી. વિલિયમ્સના બેકપાસનો ફાયદો ઉઠાવીને જુલિયન ક્વિનોનેસ ટુર્નામેન્ટનો પહેલો ગોલ કર્યો. 44મી મિનિટે ક્વિનોનેસનો શોટ ગોલ પોસ્ટ સાથે અથડાઈને બહાર આવી ગયો. બીજી તરફ સાઉથ આફ્રિકા પહેલા હાફમાં એટેક કરી શકી નહીં અને હાફ ટાઈમ સુધી 1-0થી પાછળ રહી. જિમેનેઝના ગોલથી લીડ બમણી થઈ 67મી મિનિટે મેક્સિકોના રોબર્ટો અલ્વારાડોએ ક્રોસ કર્યો. આના પર સ્ટ્રાઈકર રાઉલ જિમેનેઝે હેડર મારીને બોલને ગોલમાં પહોંચાડી દીધો. આ ગોલ સાથે મેક્સિકોએ પોતાની લીડ 2-0 કરી લીધી અને મેચ પોતાના નામે કરી લીધી. જિમેનેઝ માથામાં વાગ્યા પછી પણ હાર ન માની, 8 મહિના પછી મેદાન પર કમબેક કર્યું મેક્સિકોની જીતમાં ટીમનો બીજો ગોલ કરનાર 35 વર્ષીય સ્ટ્રાઈકર રાઉલ જિમેનેઝની કારકિર્દી એક સમયે જોખમમાં મુકાઈ ગઈ હતી. નવેમ્બર 2020માં ઇંગ્લિશ પ્રીમિયર લીગની એક મેચ દરમિયાન બોલ માટે સંઘર્ષ કરતી વખતે તેમની ટક્કર આર્સેનલના ડિફેન્ડર ડેવિડ લુઈઝ સાથે થઈ હતી. આ ટક્કર એટલી ભયાવહ હતી કે જિમેનેઝ મેદાન પર જ બેભાન થઈ ગયો. તેને તાત્કાલિક ઓક્સિજન આપવામાં આવ્યો અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. તપાસમાં જાણવા મળ્યું કે તેની ખોપરીમાં ફ્રેક્ચર થયું હતું. તે સમયે ડોકટરોને પણ શંકા હતી કે તે ફરીથી પ્રોફેશનલ ફૂટબોલ રમી શકશે કે નહીં. ગંભીર ઈજાને કારણે જિમેનેઝ લગભગ 6 મહિના સુધી ટ્રેનિંગ લઈ શક્યો નહોતો. જોકે, તેણે હાર ન માની અને લાંબી રિકવરી પછી આઠ મહિનામાં મેદાન પર કમબેક કર્યું. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તે આજે પણ મેચો દરમિયાન એક ખાસ રક્ષણાત્મક હેડબેન્ડ પહેરીને રમે છે. મેચમાં 3 રેડ કાર્ડ બીજા હાફની શરૂઆતમાં સાઉથ આફ્રિકાના મિડફિલ્ડર સ્પેફેલો સિથોલેને રેડ કાર્ડ મળ્યો. 49મી મિનિટે ગોલ તરફ આગળ વધી રહેલા બ્રાયન ગુટિએરેઝને સિથોલેએ પાછળથી ફાઉલ કર્યો. રેફરીએ આના પર રેડ કાર્ડ બતાવ્યો. સાઉથ આફ્રિકાની મુશ્કેલીઓ અહીં જ પૂરી ન થઈ. 84મી મિનિટે થેમ્બા ઝ્વેનને વાયોલન્ટ કંડક્ટ માટે રેડ કાર્ડ બતાવ્યો. આ પછી સાઉથ આફ્રિકાને 9 ખેલાડીઓ સાથે મેચ રમવી પડી. ઈજાના સમયમાં મેક્સિકોના સેસર મોન્ટેસને પણ ગોલ કરવાની તક રોકવા બદલ રેડ કાર્ડ બતાવવામાં આવ્યો. બન્ને ટીમની સ્ટાર્ટિંગ પ્લેઇંગ-11 મેક્સિકો- રાઉલ રેંગલ (કેપ્ટન), સેસર મોન્ટેસ, જોહાન વાસ્કેઝ, ઇઝરાયેલ રેયેસ, જીસસ ગાલાર્ડો, એરિક લીરા, અલ્વારો ફિડાલ્ગો, બ્રાયન ગુટિએરેઝ, રાઉલ જિમેનેઝ, જુલિયન ક્વિનોનેસ અને રોબર્ટો અલ્વારાડો. સાઉથ આફ્રિકા- રોનવેન વિલિયમ્સ (કેપ્ટન), ઓબ્રે મોડિબા, મ્બેકેજેલી મ્બોકાજી, ન્કોસિનાથી સિબિસી, ખુલિસો મુદાઉ, ઇમે ઓકોન, ટેબોહો મોકોએના, સ્પેફેલો સિથોલે, જેડન એડમ્સ, લાઇલ ફોસ્ટર અને ઇકરામ રેનર્સ.
    Click here to Read more
    Prev Article
    पाकिस्तान ने भारत को दी युद्ध की गीदड़भभकी, सिंधु जल समझौते के लिए फिर रोया
    Next Article
    ईरान जंग के बीच मोदी सरकार का फैसला, परमाणु ऊर्जा में यूज होने वाले सामान पर कस्टम ड्यूटी माफ

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment