Thailand Princess: થાઈલેન્ડની 'સ્લીપિંગ પ્રિન્સેસ' રાજકુમારી બજ્રકિતિયાભા દેબ્યાવતીનું નિધન
3 hours from now
થાઈલેન્ડના રાજવી પરિવાર માટે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. થાઈલેન્ડના રાજા મહા વાજીરાલોંગકોર્નના સૌથી મોટા સંતાન, રાજકુમારી બજ્રકિતિયાભા નરેન્દ્ર દેબ્યાવતીનું 47 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા ત્રણ વર્ષથી ગંભીર સ્થિતિમાં કોમામાં રહેલી રાજકુમારીએ ગુરુવારે સાંજે ૭:૪૮ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની આ લાંબી બીમારીને કારણે વિશ્વભરમાં તેમને "સ્લીપિંગ પ્રિન્સેસ" તરીકે ઓળખવામાં આવતા હતા.બિમારીના કારણે થયું નિધનડિસેમ્બર ૨૦૨૨માં રાજકુમારી બજ્રકિતિયાભા તેમના કૂતરાઓને ફરવા લઈ જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. તબીબી તપાસમાં જાણવા મળ્યું હતું કે હૃદયના ધબકારામાં ગંભીર અનિયમિતતાને કારણે તેમને આ સમસ્યા સર્જાઈ હતી. ત્યારથી તેઓ સતત કોમામાં હતા. થાઈ મહેલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન મુજબ, તબીબી નિષ્ણાતોની ટીમ દ્વારા તેમને શક્ય તમામ સઘન સારવાર આપવામાં આવી હતી, પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો થવાને બદલે સતત બગાડ થતો રહ્યો, જે અંતે તેમના મૃત્યુમાં પરિણમ્યો.રાજકીય અને સામાજિક વ્યક્તિત્વરાજકુમારી બજ્રકિતિયાભા માત્ર રાજવી પરિવારના સભ્ય નહોતા, પરંતુ તેઓ એક અત્યંત પ્રતિભાશાળી વ્યક્તિત્વ પણ હતા. તેમણે કાયદાનો ઉચ્ચ અભ્યાસ કર્યો હતો અને અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં થાઈ મિશનનો ભાગ રહી ચૂક્યા હતા અને ઓસ્ટ્રિયા, સ્લોવેનિયા તથા સ્લોવાકિયામાં થાઈલેન્ડના રાજદૂત તરીકે પણ સેવા આપી હતી. તેઓ થાઈલેન્ડના એટર્ની જનરલની ઓફિસમાં પણ કાર્યરત હતા.વારસદાર તરીકેની ભૂમિકારાજકુમારી બજ્રકિતિયાભા રાજાના સાત બાળકોમાં સૌથી મોટા હતા. થાઈ કાયદા મુજબ, તેઓ રાજગાદીના પ્રબળ ઉત્તરાધિકારી માનવામાં આવતા હતા. ૨૦૧૬માં તેમના પિતાએ સિંહાસન સંભાળ્યા બાદ, તેઓ રાજાના મુખ્ય વિશ્વાસુ અને નજીકના સલાહકાર તરીકે કામ કરતા હતા. રાજાના અંગત રક્ષક દળમાં વરિષ્ઠ અધિકારી હોવાને કારણે પણ તેઓ સતત ચર્ચામાં રહેતા હતા.વડા પ્રધાન અનુતિન ચાર્નવિરાકુલે શોક વ્યક્ત કર્યોથાઈલેન્ડના વડા પ્રધાન અનુતિન ચાર્નવિરાકુલે આ ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, "આ નુકસાન માત્ર એક પરિવાર માટે નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે એક મોટી ખોટ છે." થાઈલેન્ડના લોકો માટે રાજકુમારી બજ્રકિતિયાભા માત્ર એક રાજકુમારી જ નહીં, પરંતુ રાષ્ટ્રના ગૌરવ સમાન હતા. તેમના અવસાનથી સમગ્ર થાઈલેન્ડમાં શોકની લહેર ફરી વળી છે. આ પણ વાંચોઃ Donald Trumpના 10% વૈશ્વિક Tariffને અમેરિકા કોર્ટની મંજૂરી, ભારત પર થશે મોટી અસર
Click here to Read more