Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    વુમન્સ T20 વર્લ્ડ કપ જીતવા માટેની ટૉપ-4 દાવેદારો:ઓસ્ટ્રેલિયા 6 વખતની ચેમ્પિયન, ભારત ગયા વર્ષે વન-ડે વર્લ્ડકપ જીત્યું; આફ્રિકા સતત બે વાર ફાઇનલિસ્ટ

    1 hour ago

    1

    0

    વુમન્સ T20 વર્લ્ડ કપ 2026માં 12 ટીમ ભાગ લેશે. વર્તમાન ફોર્મ, વર્લ્ડ કપ રેકોર્ડ, ટીમ કોમ્બિનેશન અને કેપ્ટનશીપના આધારે ઓસ્ટ્રેલિયા, ભારત, ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા ટાઇટલના સૌથી મજબૂત દાવેદાર જણાય છે. અમે આ ચારેય ટીમની દાવેદારીને ત્રણ ફેક્ટર્સ પર ચકાસી છે... 1. T20 વર્લ્ડ કપમાં રેકોર્ડ 2. છેલ્લા દોઢ વર્ષનું ફોર્મ 3. કેપ્ટન અને ટીમ કોમ્બિનેશન 1. ઓસ્ટ્રેલિયા: સાતમા ટાઇટલની સૌથી મોટી દાવેદાર વુમન્સ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા જેટલી સફળ ટીમ કોઈ નથી રહી. ટીમે 9માંથી 6 T20 વર્લ્ડ કપ જીત્યા છે. એલિસા હીલી પછી સોફી મોલિન્યુક્સની કેપ્ટનશીપમાં ટીમ મેદાનમાં ઉતરશે. એલિસ પેરી, બેથ મૂની, એશ્લે ગાર્ડનર, તાહલિયા મેકગ્રા અને મેગન શુટ જેવી સ્ટાર ખેલાડીઓની હાજરી ટીમને મજબૂત બનાવે છે. ફેક્ટર-1: 80% મેચ જીતનારી એકમાત્ર ટીમ ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપમાં 49 મેચ રમી છે. તેમાંથી 39 જીતી અને માત્ર 9 હારી. ટીમની જીતની ટકાવારી ટુર્નામેન્ટમાં સૌથી વધુ 80.6% છે. T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાનો સર્વોચ્ચ સ્કોર 191 રહ્યો છે. ફેક્ટર-2: 2025-26માં માત્ર 2 મેચ હારી છેલ્લા દોઢ વર્ષમાં ઓસ્ટ્રેલિયાએ 12માંથી 10 T20 મેચ જીતી છે. પરંતુ તાજેતરની ICC ટુર્નામેન્ટ્સમાં ટીમ તેની તાકાત મુજબ પ્રદર્શન કરી શકી નથી. 2025 વનડે વર્લ્ડ કપની સેમિફાઈનલમાં તેમને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે 2024 T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાએ તેને બહાર કરી દીધું હતું. ફેક્ટર-3: નવી કેપ્ટન, પરંતુ જૂનો દમ સોફી મોલિન્યૂક્સની આ પહેલી મોટી ICC ટુર્નામેન્ટ છે. તેણે અત્યાર સુધી 6 મેચમાં કેપ્ટનશીપ કરી છે. જેમાં 4 જીત અને 2 હાર મળી છે. તેની કેપ્ટનશીપ હેઠળ ટીમે પોતાનો પાંચમો સૌથી મોટો કુલ સ્કોર 211 રન બનાવ્યો છે. 2. ભારત: વન-ડે પછી હવે T20 ટ્રોફી પર નજર ભારતે 2025માં પહેલીવાર વન-ડે વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો હતો. હવે હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ટીમ T20 વર્લ્ડ કપ જીતીને સતત બે ICC ટાઇટલ જીતનારી ટીમ બનવા માગશે. આવું અત્યાર સુધી માત્ર ઓસ્ટ્રેલિયા જ કરી શક્યું છે. ફેક્ટર-1: 2020માં ફાઈનલ, કુલ 55% મેચ જીતી ભારતે T20 વર્લ્ડ કપમાં 40 મેચ રમી છે. જેમાં 22 જીત અને 18 હાર મળી છે. ટીમની જીતની ટકાવારી 55 છે. ભારત 2020માં ફાઈનલ અને 2018 તથા 2023માં સેમિફાઈનલ સુધી પહોંચી હતી. ફેક્ટર-2: છેલ્લા દોઢ વર્ષમાં સૌથી વધુ જીત ભારતે 2025-26માં 21 T20 રમી અને 12 જીતી. આ ચારેય દાવેદારોમાં સૌથી વધુ જીત છે. જોકે ટીમને ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાના પ્રવાસે સિરીઝમાં હારનો સામનો પણ કરવો પડ્યો. બીજી તરફ ભારતે ઘરમાં શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાને હરાવ્યા. ફેક્ટર-3: હરમનપ્રીતે 57% મેચ જીતાડ્યા હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ભારતે 81 T20 મેચ જીતી છે. જ્યારે વુમન્સ T20 વર્લ્ડ કપમાં 19 મેચ રમી છે, જેમાં 13 જીતી અને 6 હારી છે. ટીમની સૌથી મોટી આશા સ્મૃતિ મંધાના હશે, જેમણે ગયા વર્ષે વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. રિચા ઘોષ, જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા અને રેણુકા સિંહ જેવી ખેલાડીઓ ભારતને સંતુલન આપે છે. 3. ઇંગ્લેન્ડ: ઘરઆંગણે 17 વર્ષ પછી ટ્રોફીની આશા 2009માં પહેલી વુમન્સ T20 વર્લ્ડ કપ જીતનારી ઇંગ્લેન્ડની ટીમ ત્યાર પછી ટાઇટલ જીતી શકી નથી. 2012, 2014 અને 2018માં ટીમ રનર-અપ રહી છે. ફેક્ટર-1: 75% મેચ જીતીને બીજી સૌથી સફળ ટીમ ઇંગ્લેન્ડે ટુર્નામેન્ટમાં 42 મેચ રમી છે. તેમાંથી 31 જીતી અને 10 હારી. ટીમની જીતની ટકાવારી 75% છે. આ ઓસ્ટ્રેલિયા પછીનો બીજો સૌથી સારો રેકોર્ડ છે. ફેક્ટર-2: ન્યૂઝીલેન્ડ અને ભારતને હરાવ્યા ઇંગ્લેન્ડે તાજેતરમાં ન્યૂઝીલેન્ડ અને ભારત બંનેને 2-1 થી હરાવ્યા. ખાસ વાત એ રહી કે કેપ્ટન નેટ સિવર-બ્રન્ટની ગેરહાજરીમાં પણ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. એલિસ કેપ્સી, સોફી એક્લેસ્ટોન, ચાર્લી ડીન અને હિથર નાઈટ જેવા ખેલાડીઓ શાનદાર લયમાં છે. ઇંગ્લેન્ડે 1 જાન્યુઆરી 2025 પછી 17 T20 મેચ રમી છે. જેમાંથી 9 જીતી અને 8 હારી છે. ટીમની જીતની ટકાવારી 52.94% રહી છે. ફેક્ટર-3: 69% જીતનો રેકોર્ડ નેટ સિવર-બ્રન્ટને ઇંગ્લેન્ડની એક ડોમેસ્ટિક ટુર્નામેન્ટ દરમિયાન ઈજા થઈ હતી. જોકે, તે ફિટ થઈ ગઈ છે અને ટુર્નામેન્ટમાં ટીમનું નેતૃત્ત્વ કરશે. તેની આગેવાનીમાં ઇંગ્લેન્ડે 16 T20 માંથી 11 જીતી છે. બેટિંગ અને ઓલરાઉન્ડ ક્ષમતાને કારણે તે ટીમની સૌથી મોટી તાકાત છે. 4. સાઉથ આફ્રિકા: સતત ફાઈનલ પછી હવે ટ્રોફીનો વારો? સાઉથ આફ્રિકાએ છેલ્લા બે T20 વર્લ્ડ કપ ફાઈનલ રમ્યા છે, પરંતુ ટ્રોફી જીતી શકી નથી. ટીમ 2023માં ઓસ્ટ્રેલિયા અને 2024માં ન્યૂઝીલેન્ડ સામે હારી ગઈ હતી. ફેક્ટર-1: 39 મેચમાં 18 જીતી સાઉથ આફ્રિકાએ વુમન્સ T20 વર્લ્ડ કપની 39 મેચમાં 18 જીત મેળવી છે. જીતની ટકાવારી માત્ર 46% છે, પરંતુ તાજેતરમાં ટીમે ICC ટુર્નામેન્ટ્સમાં સતત સારું પ્રદર્શન કર્યું છે. ફેક્ટર-2: 2025-26માં 56% મેચ જીતી સાઉથ આફ્રિકાએ 1 જાન્યુઆરી 2025 પછી 18 T20 મેચ રમી છે. તેમાં 10 જીતી અને 8 હારી છે. ટીમની જીતની ટકાવારી 55.56% રહી છે. આ દરમિયાન તેણે 220 રનનો શ્રેષ્ઠ સ્કોર બનાવ્યો અને ભારત સામેની ઘરઆંગણાની સિરીઝમાં 4-1થી જીત નોંધાવી. ફેક્ટર-3: વોલ્વાર્ટે 50% થી વધુ મેચ જીતી વોલ્વાર્ટની કપ્તાનીમાં સાઉથ આફ્રિકાએ 21 T20 મેચ જીતી છે. જ્યારે T20 વર્લ્ડ કપમાં 6માંથી 4 મેચ પોતાના નામે કરી છે. વોલ્વાર્ટની કપ્તાનીમાં સાઉથ આફ્રિકાએ વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ રમી હતી. તેણે સેમિફાઈનલ અને ફાઈનલમાં સદી ફટકારી હતી. તે ટુર્નામેન્ટની ટૉપ સ્કોરર પણ રહી હતી. ટીમમાં મેરિઝાન કેપ, સુને લુસ, ક્લો ટ્રાયન અને ડેન વાન નીકર્ક જેવી ખેલાડીઓ છે. શબનમ ઇસ્માઇલના પરત ફરવાથી બોલિંગ એટેકને વધુ મજબૂત બન્યો છે.
    Click here to Read more
    Prev Article
    NRI માટે SBI, ICICI સહિતની બેંકોએ વધાર્યા વ્યાજ દર, હવે ડીપોઝિટ પર મળશે વધુ વળતર
    Next Article
    MP Board Class 12th supplementary exam results to be released today: Check steps to download scorecards here

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment