હ્યુવેઇ નોવા 16 સીરિઝના 4 સ્માર્ટફોન લોન્ચ, 200MP કેમેરા અને 7000mAh બેટરી
4 days ago
Huawei Nova 16 Ultra, Huawei Nova 16 Pro Launch : હ્યુવેઇ નોવા 16 સીરિઝના 4 સ્માર્ટફોનમાં ચીનમાં લોન્ચ થયા છે. તેમા હ્યુવેઇ નોવા 16 અલ્ટ્રા અને Huawei Nova 16 Pro, હ્યુવેઇ નોવા 16 અને Huawei Nova 16z મોડલ સામેલ છે. લેટેસ્ટ હ્યુવેઇ નોવા 16 સ્માર્ટફોનમાં 7000mAh મોટી બેટરી, પાવરફુલ 200 એમપી કેમેરો અને આક્રષક ડિઝાઇન આવે છે. જાણો કિંમત સહિત તમામ ફીચર્સ Huawei Nova 16 Ultra, હ્યુવેઇ નોવા 16 પ્રો સ્પેસિફિકેશન હ્યુવેઇ નોવા 16 અલ્ટ્રા અને Nova 16 Pro સ્માર્ટફોનમાં 6.84 ઇંચની OLED ડિસ્પ્લે આવે છે, જે 2856 × 1320 પિક્સલ રિઝોલ્યુશન, 1Hz થી 120Hz LTPO અડેપ્ટિવ રિફ્રેશ રેટ, 2160Hz PWM ડિમિંગ અને Kunlun Glass પ્રોટેક્શન સપોર્ટ કરે છે. હ્યુવેઇ નોવા 16 અલ્ટ્રા અને Nova 16 Pro ફોનમાં હ્યુવેઇની Kirin 9010S ચિપસેટ મળે છે. ફોન HarmonyOS 6.1 પર કામગીરી કરે છે. પાવર બેકઅપ માટે બંને ડિવાઇસમાં 7000mAh બેટરી છે, જે 100W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. તો અલ્ટ્રા મોડલમાં 50W વાયરલેસ ચાર્જિંગ અને 7.5W રિવર્સ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ પણ મળે છે. કેમેરામાં શું ખાસ છે? હ્યુવેઇ Nova 16 Ultra ફોનમાં 200MP RYYB OIS મેન કેમેરા આપ્યો છે. તેની સાથે 50MP RYYB પેરિસ્કોપ ટેલીફોટો કેમેરો, 50MP અલ્ટ્રાવાઇડ કેમેરો અને Red Maple કલર સેન્સર મળે છે. તો વીડિયો કોલ અને સેલ્ફી માટે 50 MP ફ્રન્ટ કેમેરા અને Red Maple કલર સેન્સર આપ્યું છે. હ્યુવેઇ Nova 16 Pro ફોનમાં પણ 200MP મેન કેમેરો, 50MP પેરિસ્કોપ ટેલીફોટો અને 50MP અલ્ટ્રાવાઇડ મેક્રો કેમોર આપ્યો છે. બંને સ્માર્ટફોન 4K વીડિયો રેકોર્ડિંગ, AI ઇમેજિંગ ટુલ્સ, AI પોટ્રેટ એન્હાસમેન્ટ અને ટેલીફોટો ઓપ્ટિમાઇઝેશન જેવા ફીચર્સ સપોર્ટ કરે છે. હ્યુવેઇ નોવા 16 અલ્ટ્રા ફોનમાં 50MP RYYB પેરિસ્કોપ ટેલીફોટો કેમેરો F/2.2 અપર્ચર સાથે આવે છે, જ્યારે હ્યુવેઇ નોવા 16 પ્રો ફોનમાં F/2.6 અપર્ચર સેન્સર છે, જે ઓછી લાઇટ અને ઝૂમ ફોટોગ્રાફીમાં સારું પર્ફોર્મન્સ કરે છે. હ્યુવેઇ નોવા 16 અલ્ટ્રા ફોનમાં Tiantong satellite calling, satellite paging અને two-way BeiDou satellite messaging જેવા એડવાન્સ ફીચર્સ મળે છે. તો Pro મોડલમાં માત્ર ટુ વે BeiDou સેટેલાઇટ મેસેજિંગ મળે છે. અલ્ટ્રા મોડલમાં IP68 અને IP69 રેટિંગ, બ્લૂટુથ 6.0, Wi-Fi 7, ઇન્ફ્રારેડ રિમોટ કન્ટ્રોલ અને એલ્યુમિનિયમ એલોય બોડી મળે છે. તો હ્યુવેઇ નોવા 16 પ્રો ફોનને IP65 રેટિંગ મળ્યું છે. તો અલ્ટ્રા મોડલમાં વાયરલેસ અને રિવર્સ ચાર્જિંગ સપોર્ટ મળે છે, જે Pro મોડલમાં ઉપલબ્ધ નથી. Huawei Nova 16 Ultra કિંમત હ્યુવેઇ નોવા 16 અલ્ટ્રા ફોન સ્ટારી બ્લેક, સ્કાય બ્લૂ અને સફેદ કલરમાં ઉપલબ્ધ છે. આ ફોનના 256GB વેરિયન્ટની કિંમત 4699 યુઆન (લગભગ 65,000 રૂપિયા) છે. તો 512GB મોડલની કિંમત 5199 યુઆન અને 1TB વેરિયન્ટની કિંમત 5799 યુઆન (લગભગ 81,000 રૂપિયા) છે. આ પણ વાંચો | Xiaomi 17T સીરિઝના બે સ્માર્ટફોન લોન્ચ, 7000mAh બેટરી અને 200MP કેમેરા Huawei Nova 16 Pro કિંમત હ્યુવેઇ નોવા 16 પ્રો ફોન ત્રણ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે - સ્ટારી બ્લેક, સ્કાય બ્લૂ અને વ્હાઇટ કલર. આ ફોનના 256GB સ્ટોરેજના બેઝ વેરિયન્ટની કિંમત 3899 યુઆન (લગભગ 54,000 રૂપિયા) છે. તો 512GB અને 1TB મોડલની કિંમત અનુક્રમે 4399 યુઆન અને 4999 યુઆન (લગભગ 71,000 રૂપિયા) છે.
Click here to Read more


