Gautam Adani ફરી બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ, આ બે દિગ્ગજોને છોડ્યા પાછળ
3 hours from now
શેર બજારમાં જોરદાર તેજીના કારણે ગૌતમ અદાણી ફરી એકવાર એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેમની કંપનીઓના શેરમાં નોંધપાત્ર વધારો થતાં તેમની કુલ સંપત્તિમાં મોટો ઉછાળો નોંધાયો છે. મળતી માહિતી મુજબ અદાણીની નેટવર્થ હવે વધીને અંદાજે 89.2 અબજ ડોલર પહોંચી ગઈ છે, જેના કારણે તેમણે મુકેશ અંબાણી અને સોફ્ટબેન્કના CEO માસાયોશીના પુત્રને પાછળ છોડી દીધા છે.મુકેશ અંબાણીની સંપત્તિ 88 અબજ ડોલર થઈ શુક્રવારે અદાણી ગ્રુપના શેરોમાં વ્યાપક તેજી જોવા મળી. ખાસ કરીને અદાણી ગ્રીન એનર્જીના શેરોમાં લગભગ 7%નો વધારો થયો, જ્યારે અદાણી એનર્જી અને અદાણી પોર્ટ્સ જેવા શેરોમાં પણ 2%થી 4% સુધીનો ઉછાળો નોંધાયો. અદાણી પાવરના શેરોમાં પણ 1%થી વધુ વધારો જોવા મળ્યો હતો. રિપોર્ટ મુજબ 2026ની શરૂઆતથી અત્યાર સુધી અદાણી ગ્રુપના શેરોમાં 23%થી 56% સુધીની વૃદ્ધિ થઈ છે, જેના કારણે રોકાણકારોને મોટો ફાયદો થયો છે. 1 મહિનામાં અદાણીની નેટવર્થમાં 10 અબજ ડોલરનો વધારો અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા લગાવવામાં આવેલા કેસના સમાધાન બાદ અદાણી ગ્રુપની સ્થિતિમાં સુધારો થયો છે, જેના કારણે છેલ્લા એક મહિનામાં તેમની સંપત્તિમાં લગભગ 10 અબજ ડોલરનો વધારો થયો છે. ગૌતમ અદાણી હાલમાં વિશ્વના 23મા સૌથી અમીર વ્યક્તિ છે. એક દિવસમાં તેમની સંપત્તિમાં લગભગ 2.5 અબજ ડોલરનો વધારો નોંધાયો છે. આ પણ વાંચો : Fuel Prices: પેટ્રોલથી 20 રૂપિયા સસ્તુ માર્કેટમાં આવ્યુ નવુ ઇંધણ, રાજધાનીમાં 48 જગ્યાએ મળશે
Click here to Read more
