Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    G7 થી આગળ નીકળ્યું BRICS, SPIEFમાં શું બોલ્યા પુતિન?

    7 hours ago

    1

    0

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ (SPIEF)માં એક મોટું અને ઐતિહાસિક નિવેદન આપ્યું છે.પુતિને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે,આર્થિક કદની દ્રષ્ટિએ બ્રિક્સ (BRICS) બ્લોક ઘણા સમય પહેલા જ દુનિયાના શક્તિશાળી જી-7 (G-7) દેશોના સંગઠનને પાછળ છોડી ચૂક્યો છે.એટલું જ નહીં,આગામી વર્ષોમાં આ બંને વચ્ચેનું અંતર હજુ પણ વધુ વધવાનું છે.વૈશ્વિક આર્થિક વિકાસનું કેન્દ્ર હવે ધીમે-ધીમે 'ગ્લોબલ સાઉથતરફ શિફ્ટ થઈ રહ્યું છેBRICS અને G-7 વચ્ચે પુતિને દર્શાવ્યો મોટો તફાવત બદલાતા વર્લ્ડ ઓર્ડરમાં ભારત, રશિયા અને ચીન જેવા દેશોના બ્રિક્સ સંગઠનની ભૂમિકાને સર્વોપરી ગણાવતા પુતિને આંકડાકીય વિશ્લેષણ રજૂ કર્યું હતું.અલગ-અલગ અંદાજોનો હવાલો આપીને રશિયન રાષ્ટ્રપતિએ જણાવ્યું કે,આગામી સમયમાં G-7 દેશોની અર્થવ્યવસ્થા માત્ર 1.1 ટકાના દરે વધવાની સંભાવના છે,જ્યારે તેની સરખામણીએ બ્રિક્સ (BRICS) દેશોનો વાર્ષિક વિકાસ દર લગભગ 4 ટકાની આસપાસ રહી શકે છે.આ જ ગતિ દર્શાવે છે કે વૈશ્વિક અર્થતંત્ર પર બ્રિક્સનો પ્રભાવ કેટલી ઝડપથી વધી રહ્યો છે.તેમણે વધુમાં ઉમેર્યું કે બ્રિક્સ દેશો વચ્ચેનો વાર્ષિક વેપાર હવે 1 ખરબ ડોલર થઈ ગઈ છે. ટ્રમ્પની ચેતવણી વચ્ચે પુતિનનું મજબૂત વલણ પુતિનનું બ્રિક્સ પ્રત્યેનું આ મજબૂત સમર્થન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ બ્લોકની સતત આલોચના કરી રહ્યા છે.ગયા વર્ષે ટ્રમ્પે બ્રિક્સને અમેરિકી ડોલર માટે મોટો ખતરો ગણાવ્યો હતો અને આ સંગઠનના દેશો પર 100 ટકા ટેરિફ લગાવવાની ચેતવણી પણ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં બ્રિક્સમાં બ્રાઝિલ,રશિયા,ભારત,ચીન અને દક્ષિણ આફ્રિકા સામેલ હતા,પરંતુ બાદમાં ઇજિપ્ત,ઇથોપિયા,ઇન્ડોનેશિયા,ઇરાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) પણ આ શક્તિશાળી સમૂહનો હિસ્સો બન્યા છે. પશ્ચિમી દેશો અને યુરોપિયન નીતિઓ પર આકરા પ્રહારોઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ દરમિયાન વૈશ્વિક ભૌગોલિક રાજનીતિ (Geo-politics) પર વાત કરતા પુતિને પશ્ચિમી દેશોને આડે હાથ લીધા હતા. તેમણે આરોપ લગાવ્યો કે,યુરોપિયન એલિટ્સ એ આખી દુનિયામાં અરાજકતા અને અવ્યવસ્થા પેદા કરી છે.યુરોપિયન બ્યુરોક્રેસીની ટીકા કરતા તેમણે કહ્યું કે તેઓ એવી ટૂંકી દ્રષ્ટિવાળી નીતિઓ અપનાવી રહ્યા છે જે વૈશ્વિક અર્થતંત્રમાં ખુદ યુરોપની સ્થિતિ નબળી પાડી રહી છે અને તેના કારણે પ્રાદેશિક તેમજ આંતરરાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં મુકાઈ રહી છે. પુતિનના મતે,હવે વૈશ્વિક અર્થવ્યવસ્થા વધુ સંતુલિત અને નિષ્પક્ષ બની રહી છે અને નવા આર્થિક કેન્દ્રો દુનિયાના વિકાસમાં મોટી ભૂમિકા ભજવશેઆ પણ વાંચો - India Bangladesh border tension: કૂચબિહારના ઝિરો પોઈન્ટ પર ઘૂસણખોરીનો મોટો પ્રયાસ, BSFએ મોરચો સંભાળ્યો
    Click here to Read more
    Prev Article
    रेगिस्तान में खराब हुआ ट्रक, प्यास से तड़प-तड़प कर निकली 49 लोगों की जान, ऐसी हालत में मिली लाशें
    Next Article
    वरिष्ठ पत्रकार सुशांत सिन्हा की न्यूज18 इंडिया में एंट्री, प्राइमटाइम में संभालेंगे नए शो की कमान

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment