રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતના સાર્વભૌમત્વ અને તેની સ્વતંત્ર વિદેશ નીતિના ખુલ્લા મને વખાણ કર્યા છે. સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ (SPIEF 2026) માં બોલતા પુતિને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ભારતે ક્યારેય પણ પોતાની સરહદોની બહારથી મળેલા કોઈ આદેશોનું પાલન કર્યું નથી. પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નવી દિલ્હી પર સતત એવું દબાણ બનાવી રહ્યા છે કે, ભારત મોસ્કો સાથેના પોતાના વ્યાપારિક સંબંધો ઘટાડી દે. પુતિનના આ નિવેદનને ટ્રમ્પ અને અમેરિકી પ્રશાસનને રશિયા તરફથી મળેલો જડબાતોડ જવાબ માનવામાં આવી રહ્યો છે.નોંધનીય છે કે, SPIEF 2026 એ રશિયાનું મુખ્ય વાર્ષિક આર્થિક મંચ છે, જેને પશ્ચિમી દેશોના 'દાવોસ' સંમેલનનો જવાબ માનવામાં આવે છે. આ વર્ષે આ મંચ પર દુનિયાના 130 દેશોના 20,000 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. શુક્રવારના આ ખાસ કાર્યક્રમનું સંચાલન 'ઇન્ડિયા ટુડે ગ્રુપ'ના ફોરેન અફેર્સ એડિટર ગીતા મોહને કર્યું હતું."ભારત અને ચીનની સાર્વભૌમત્વ પર સવાલ ન ઉઠાવી શકાય"કાર્યક્રમ દરમિયાન જ્યારે ગીતા મોહને પુતિનને સવાલ પૂછ્યો કે, શું યુક્રેન યુદ્ધના કારણે પશ્ચિમી દેશોના આર્થિક પ્રતિબંધોથી રશિયા દુનિયામાં આઈસોલેટ થઈ ગયું છે? ત્યારે પુતિને જવાબ આપતા કહ્યું, સ્વાભાવિક રીતે જ, ભારત જેવા દેશે ક્યારેય વિદેશથી આવેલા કોઈ આદેશનું પાલન કર્યું નથી, અથવા તો પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાએ પણ એવું નથી કર્યું. આ દેશોની સાર્વભૌમત્વ અને તેમના સ્વતંત્ર નિર્ણયો લેવાની ક્ષમતા પર ક્યારેય સવાલ ઉઠાવી શકાય નહીં. આ પૂર્વે સંબોધનમાં પુતિને ભારતને દુનિયાની આઈટી (IT) ઇન્ડસ્ટ્રીનો સૌથી મહત્વનો ભાગીદાર અને મોટો ખેલાડી ગણાવ્યો હતો.રશિયાને અલગ-થલગ કરવાના અમેરિકા-યુરોપના પ્રયાસો નાકામપશ્ચિમી દેશો પર પ્રહાર કરતા રશિયન રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદીને તેને એકલું પાડી દેવાની અમેરિકાની પાછલી સરકારની નીતિ અને યુરોપિયન દેશોની વ્યૂહરચના સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. તેમણે કહ્યું, એક મજબૂત અને સાર્વભૌમ દેશને ક્યારેય કોઈ બંધ કે અલગ કરી શકતું નથી. અમે અમારા વિદેશી ભાગીદારો સાથે સંબંધો મજબૂત કરવાનું અને સરહદ પારના પ્રોજેક્ટ્સ, રસ્તાઓ અને રેલમાર્ગોના વિસ્તરણનું કામ ચાલુ રાખીશું.અમેરિકાના બેવડા વલણ પર પુતિનનો કટાક્ષપુતિને અમેરિકાની વ્યાપારિક નીતિઓ પર કટાક્ષ કરતા કહ્યું કે, આટલા તણાવ છતાં પણ ઘણા ક્ષેત્રોમાં રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે આર્થિક સહયોગ ચાલુ જ છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, રશિયા આજે પણ અમેરિકાને યુરેનિયમની નિકાસ કરે છે અને ઉર્જા પ્રોજેક્ટ્સ ચાલુ છે. પુતિને ઉમેર્યું, અમેરિકન લોકો ખુબ વ્યવહારૂ હોય છે, જ્યારે પણ તેમને આર્થિક ફાયદો દેખાય છે, ત્યારે તેઓ સહયોગ ચાલુ જ રાખે છે.તેમણે અંતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, રશિયાની અર્થવ્યવસ્થા મજબૂત છે અને તે વૈશ્વિક રોકાણકારો માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ભારત સાથે રશિયાના સંબંધો અતૂટ છે અને તે પશ્ચિમના કોઈ પણ દબાણ સામે ઝૂકશે નહીં.આ પણ વાંચો - G7 થી આગળ નીકળ્યું BRICS, SPIEFમાં શું બોલ્યા પુતિન?
Click here to Read more
