શાઓમી 17T ફોન ભારતમાં લોન્ચ, ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ અને ઘણા AI ફીચર્સ
2 days ago
Xiaomi 17T Launch Price In India: શાઓમી 17ટી સ્માર્ટફોન લોન્ચ થયો છે. Xiaomi 17T કંપનીની ફ્લેગશિપ 17 સીરિઝનો લેટેસ્ટ મોબાઇલ છે. શાઓમી 17T ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ, 6500mAh બેટરી, 6.59 ઇંચની એમોલેડ ડિસ્પ્લે, 12GB સુધી LPDDR5x રેમ અને મીડિયાટેક ડાયમેન્ટિસિટી 8500 અલ્ટ્રા પ્રોસેસર સાથે આવે છે. આ શાઓમી ફોન ઘણા AI ફીચર્સ સપોર્ટ કરે છે. ચાલો લેટેસ્ટ શાઓમી 17ટી ફોનની કિંમત અને ખાસિયત Xiaomi 17T કિંમત શાઓમી 17T ફોનની કિંમત 12GB + 256GB વેરિયન્ટની 59,999 રૂપિયા છે. તો 512GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 64,999 રૂપિયા છે. કંપની 5000 રૂપિયાના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ HDFC બેંક, SBI, અમેરિકન એક્સપ્રેસ અને ICICI બેંક કાર્ડ્સ પર આપી રહી છે. તેનાથી આ ફોનની અસરકારક કિંમત ઘટી જાય છે. આ ફોન 18 મહિનાના નો કોસ્ટ EMI પર પણ ખરીદી શકાય છે. ફોન ખરીદનારને 4 મહિનાનું સ્પોર્ટિફાઇ પ્રીમિયમ સ્ટાન્ડર્ડ સબ્સક્રિપ્શન, 3 મહિનાનું યુટ્યુબ પ્રીમિયમ સબ્સક્રિપ્શન મળે છે. આ ફોનનું વેચાણ 19 જૂનથી શાઓમી કંપનીની સત્તાવાર વેબસાઇટ, એમેઝોન અને શાઓમી રિટેલ સ્ટોર્સ પરથી શરૂ થશે. Xiaomi 17T સ્પેસિફિકેશન ડિસ્પ્લે : શાઓમી 17T ફોનમાં 6.59 ઇંચની એમોલેડ ડિસ્પ્લે આપી છે. તે 1.5K રિઝોલ્યુશન, 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ, 3500 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ આપે છે. તેમા ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આવે છે. ચિપસેટ : આ ફોનમાં MediaTek Dimensity 8500-Ultra ચિપસેટ, 12 જીબી રેમ અને કુલિંગ માટે એક સિસ્ટમ આપી છે, જે ફોનને ગરમ હિટ થવાની બચાવે છે. કેમેરા : આ ફોનમાં 50 મેગાપિક્સલના લાઇટ ફ્યૂઝન 800 પ્રાયમરી કેમેરા, 50MP નો 5x પેરિસ્કો ટેલિફોટો કેમેરો અને 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરો છે. બેટરી : તેમા 6500mAh બેટરી છે, જે 67W ફાસ્ટ ચાર્જિંગ અને 22.5W રિવર્સ ચાર્જિંગ સપોર્ટ કરે છે. અન્ય ફીચર્સ : આ ફોન 5G, 4G LTE, Wi-Fi 7, બ્લૂટૂથ 6.0, NFC, GPS, NavIC કનેક્ટિવિટી, USB Type C પોર્ટ સાથે આવે છે. વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે શાઓમી 17T ફોનને IP68 રેટિંગ મળ્યું છે. તો ફોનની ડિસ્પ્લેમાં Gorilla Glass 7i સ્ક્રીન પ્રોટેક્શન મળે છે. Xiaomi 17T ફોનની સૌથી મોટી ખાસિયત ફોટોગ્રાફી માટે શાઓમી 17T ફોનમાં Leica Summilux ઓપ્ટિકલ લેન્સ વાળો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપ્યો છે. તેનો પ્રાયમરી કેમેરો 50MP નો છે, જેમા Light Fusion 800 સેન્સર અને OIS સપોર્ટ મળે છે. તેની સાથે 50MP પેરિસ્કોપ ટેલીફોટો કેમેરો અને 12MP અલ્ટ્રા વાઇડ કેમેરા આપ્યો છે. Bringing your favorite moments closer is now effortless.With the segment’s only Leica 5X Periscope lens and the magic of Leica Live Moment, the all-new #Xiaomi17T ensures every candid emotion is captured with absolute clarity.It’s time to see your memories in a way that is… pic.twitter.com/UcyCKxj8AL — Xiaomi India (@XiaomiIndia) June 4, 2026 શાઓમી 17T ફોનમાં Leica Authentic અને Leica Vibrant જેવા ખાસ ફોટોગ્રાફી મોડ પણ છે. ઉપરાંત 120x AI Zoom, RAW સપોર્ટ, Pro Mode અને 4K HDR10+ વીડિયો રેકોર્ડિંગ જેવા ફીચર્સ પણ આપ્યા છે. તો સેલ્ફી અને વીડિયો કોલ માટે 32MP નો ફ્રન્ટ કેમેરો આપ્યો છે. શાઓમી 17T સ્માર્ટફોન Android 16 બેઝ્ડ Xiaomi HyperOS 3 પર કામ કરે છે. તેમા ઘણા AI ફીચર્સ આપ્યા છે. યુઝર્સને AI Writing, AI Speech Recognition, AI Interpreter, AI Search અને AI Dynamic Wallpapers જેવા ફીચર્સ વાપરવાની તક મળશે. ઉપરાંત ફોનમાં Google Gemini અને Circle to Search ફીચર્સ પણ સપોર્ટ કરે છે. આ પણ વાંચો | વાજબી કિંમતમાં પ્રીમિયમ ફીચર વાળો Honor X7e ફોન લોન્ચ, 7500mAh બેટરી, RAM Expansion ટેકનોલોજી Xiaomi 17T ખાસિયત અને ખામી શાઓમી 17T એક ઓલરાઉન્ડર ફોન જેવો છે. તે એવા લોકો માટે ઉત્તમ વિકલ્પ છે, જેઓ હંમેશાથી શાઓમીની પ્રીમિયમ ઇકોસિસ્ટમનો અનુભવ કરવા માંગે છે. ફોન ડિસ્પ્લે, પર્ફોર્મન્સ મામલે ઉત્કૃષ્ઠ છે. બેટરી પાવરફુલ છે અને ફોનની બોડી પણ મજબૂત છે. જો કે શાઓમી 17T ફોનની કિંમત ઉંચી છે.
Click here to Read more

