Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ફૂટબોલ વર્લ્ડકપ- સાઉથ કોરિયાએ ચેક રિપબ્લિકને હરાવ્યું:2-1 થી મેચ જીતી; હ્વાંગ ઇન-બોમ અને ઓ આયન-જીવાયયુએ ગોલ કર્યા

    4 hours ago

    1

    0

    સાઉથ કોરિયાએ ફૂટબોલ વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત જીત સાથે કરી. તેણે શુક્રવારે ચેક રિપબ્લિકને 2-1થી હરાવ્યું. ગ્રુપ-એ મુકાબલામાં હ્વાંગ ઇન-બોમે એક ગોલ કર્યો અને એક ગોલમાં મદદ કરી. મેક્સિકોના એસ્ટાડિયો ગ્વાડલાહારામાં રમાયેલી મેચનો પ્રથમ હાફ ગોલ રહિત રહ્યો. 59મી મિનિટે ચેક રિપબ્લિકના કેપ્ટન લાડિસ્લાવ ક્રેજીએ હેડરથી ટીમને લીડ અપાવી. જોકે, સાઉથ કોરિયાએ 67મી મિનિટે હ્વાંગ ઇન-બોમના ગોલથી બરાબરી કરી લીધી. 80મી મિનિટે તેમના સચોટ ક્રોસ પર ઓહ હ્યોન-ગ્યુએ ગોલ કરીને ટીમને 2-1થી આગળ કરી દીધી. સાઉથ કોરિયાએ 2010 પછી પહેલીવાર ફૂટબોલ વર્લ્ડ કપમાં પોતાની પહેલી મેચ જીતી છે. ટીમે સતત ત્રીજા વર્લ્ડ કપમાં કોઈ યુરોપિયન ટીમને હરાવી છે. તેની આગામી મેચ યજમાન મેક્સિકો સામે 19 જૂને સવારે 6:30 વાગ્યે થશે. 3 ફોટોઝ જુઓ મેચના ગોલ...? પ્રથમ હાફમાં કોરિયા પ્રભાવી રહ્યું, ગોલ નહીં મેચનો પ્રથમ હાફ ગોલ રહિત રહ્યો. આમાં કોરિયન ટીમનું વર્ચસ્વ રહ્યું, કારણ કે તેણે વધુ તકો બનાવી. ચેકિયાએ આક્રમક શરૂઆત કરી, પરંતુ જલ્દી જ ડિફેન્સિવ થઈ ગઈ. કોરિયન કેપ્ટન સન હ્યુંગ-મિન અને લી કાંગ-ઇને મિડફિલ્ડમાં શાનદાર તાલમેલથી સતત તકો બનાવી, પરંતુ સફળતા ન મળી. ચેચેક રિપબ્લિકનો એક ગોલ અમાન્ય થયો 78મી મિનિટે ચેક રિપબ્લિકે ગોલ કરીને 2-1ની લીડ મેળવી લીધી હતી, પરંતુ ઓફસાઇડના કારણે ગોલ અમાન્ય જાહેર કરવામાં આવ્યો. ફ્રી-કિક પર વ્લાદિમીર કૂફાલ સાથે ઉભેલા મિખાલ સાદિલેકે બોલને ગોલ પોસ્ટની કિનારે પહોંચાડ્યો, જ્યાં ટોમસ સૂચેકે હેડર વડે તેને નેટમાં મોકલી દીધો. ગોલના તરત જ બાદ સહાયક રેફરીએ ઓફસાઇડનો ઝંડો ઉઠાવ્યો. આનાથી ચેકિયાની ખુશી લાંબો સમય ટકી શકી નહીં અને સ્કોર બરાબર રહ્યો. વર્લ્ડ કપમાં રેકોર્ડ 1-0 થયો આ જીત સાથે વર્લ્ડ ફૂટબોલ રેન્કિંગમાં 25મા નંબરની ટીમ સાઉથ કોરિયાએ 41મા સ્થાને રહેલા ચેક રિપબ્લિક સામે વર્લ્ડ કપ રેકોર્ડ 1-0 કરી લીધો છે. બંને ટીમ આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત આમને-સામને હતી. ઓવરઓલ રેકોર્ડમાં પણ કોરિયન ટીમ 2-1થી આગળ થઈ ગઈ છે. બંને વચ્ચે આ પાંચમી આંતરરાષ્ટ્રીય મેચ હતી. બે મેચ ડ્રો રહી, જ્યારે એક જીત ચેક રિપબ્લિકને મળી છે. બન્ને ટીમની સ્ટાર્ટિંગ-11 સાઉથ કોરિયા: ગોલકીપર- સ્યુંગ-ગ્યુ, ડિફેન્ડર- લી હાન-બોમ, મિન-જે, લી તે-સોક, સીલો યંગ-વૂ. મિડફિલ્ડર્સ- લી-હ્યુક, હ્વાંગ ઇન-બોમ, પઇક સ્યુંગ-હો, લી જે-સુંગ, લી કાંગ-ઇન. એટેક- સોન હ્યુંગ-મિન. ચેક રિપબ્લિક: ગોલકીપર- માતેજ કોવાર, ડિફેન્ડર્સ- રોબિન હ્રાનાચ, વ્લાદિમિર કૂફાલ, સ્ટીફન શલૂપેક, લાડીસ્લાવ ક્રેજચી, જારોસ્લાવ જેલેની. મિડફિલ્ડર્સ- લુકાસ પ્રોવોડ, ટોમસ સૂચેક, એલેક્ઝાન્ડર સોયકા. એટેક-પેટ્રિક શેક, પાવેલ સલ્ક. ------------------------------------------- ફૂટબોલ વર્લ્ડ કપ સંબંધિત આ સમાચાર પણ વાંચો… 12 વર્ષ બાદ FIFAમાં શકીરાની શરારત!: 'વક્કા વક્કા' ગર્લએ 'ડાઈ ડાઈ'થી મહેફિલ લૂંટી, જુઓ ગ્લેમરથી ભરપૂર ઓપનિંગ સેરેમનીના PHOTO-VIDEO ફૂટબોલ વર્લ્ડ કપની શરૂઆત થઈ ગઈ છે. ગુરુવારે રાત્રે મેક્સિકોમાં 39 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમની યોજાઈ. તેમાં પોપ સ્ટાર શકીરા અને નાઇજીરીયન સિંગર બર્ના બોયે પરફોર્મ કર્યું. બંનેએ મળીને FIFAનું ઓફિશિયલ સોંગ ‘ડાઈ-ડાઈ’ ગાયું. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read more
    Prev Article
    Thriller Movie: असल घटना पर बनी ये थ्रिलर फिल्म, देख चकरा जाएगा दिमाग, खड़े हो जाएंगे रोंगटे
    Next Article
    Former New Zealand captain Kane Williamson announces retirement from international cricket

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment