‘ખલનાયક રિટર્ન્સ’ બાદ હવે ‘કાંટે 2’ની વારી, 11મી વખત સાથે આવશે સંજય દત્ત અને સંજય ગુપ્તા?
1 week ago
Sanjay Dutt in Kaante 2?: એક તરફ ફેન્સ જ્યાં સંજય દત્તની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ખલનાયક રિટર્ન્સ'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યાં બીજી તરફ તેની 24 વર્ષ જૂની વધુ એક કલ્ટ ક્લાસિક ફિલ્મની સિક્વલ તૈયાર થઈ રહી છે. લાંબા સમય બાદ સંજય દત્ત પ્રખ્યાત ડાયરેક્ટર સંજય ગુપ્તા સાથે ફરી હાથ મિલાવવા જઈ રહ્યા છે એવી ચર્ચા છે. સંજય દત્તની 32 વર્ષ જૂની આઇકોનિક ફિલ્મ ‘ખલનાયક’ની સિક્વલની જ્યારથી જાહેરાત થઈ છે, ત્યારથી જ તેને લઈને સોશિયલ મીડિયા પર જોરદાર બઝ બનેલો છે. વર્ષ 1993માં આવેલી આ ફિલ્મની સિક્વલને ‘ખલનાયક રિટર્ન્સ’ નામ આપવામાં આવ્યું છે. ફેન્સ આ ફિલ્મને લઈને ઉત્સાહિત છે ત્યાં જ સંજુ બાબાની વધુ એક હિટ ફિલ્મની સિક્વલ ચર્ચામાં આવી ગઈ છે. એવી ચર્ચા છે કે સંજય દત્તની સુપરહિટ ફિલ્મ ‘કાંટે’ની સિક્વલ બની રહી છે, જેના દ્વારા તેઓ લાંબા સમય પછી જાણીતા ડાયરેક્ટર સંજય ગુપ્તા સાથે કમબેક કરશે.
Click here to Read more


