Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે જીતથી 2 વિકેટ દૂર:શ્રી ચરણી-દીપ્તિ શર્માએ 3-3 વિકેટ ઝડપી; PAKનો સ્કોર 105/8

    22 hours ago

    1

    0

    વુમન્સ T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 171 રનનો ટાર્ગેટ આપ્યો છે. બર્મિંગહામના એજબેસ્ટનમાં ભારતે ટૉસ જીતીને બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા છે. જવાબમાં પાકિસ્તાનનો સ્કોર 16.2 ઓવરમાં 105/8 છે. ટીમ તરફથી નશરા સંધુ અને તસ્મિયા રુબાબ ક્રિઝ પર છે. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ ફિફ્ટી ફટકારી. તેણે 44 બોલમાં 68 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને 2 સિક્સર પણ સામેલ છે. કેપ્ટન હરમનપ્રીત કૌરે 36 રનની ઇનિંગ્સ રમી. રિચા ઘોષે 17 બોલમાં 34 રન બનાવ્યા. પાકિસ્તાન તરફથી સાદિયા ઇકબાલ અને ફાતિમા સનાએ 2-2 વિકેટ લીધી. તસ્મિયા રુબાબ અને રામીન શમીમને 1-1 વિકેટ મળી. આ મેચમાં પણ ટૉસ દરમિયાન ભારત અને પાકિસ્તાનના કેપ્ટનોએ હાથ મિલાવ્યા નહોતા. પહેલગામ આતંકી હુમલા બાદ બંને દેશો વચ્ચે નો-હેન્ડશેક (હાથ ન મિલાવવાનો સિલસિલો) ચાલુ છે. આવું ચોથી વખત બન્યું છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ભારતી ફુલમાળી, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, અરુંધતિ રેડ્ડી, શ્રેયંકા પાટિલ, શ્રી ચરણી, ક્રાંતિ ગૌડ. પાકિસ્તાન (PAK): મુનીબા અલી (વિકેટકીપર), ગુલ ફિરોઝા, આયશા ઝફર, આલિયા રિયાઝ, સાયરા જબીન, નતાલિયા પરવેઝ, ફાતિમા સના (કેપ્ટન), રામીન શમીમ, નશરા સંધુ, તસ્મિયા રુબાબ, સાદિયા ઇકબાલ.
    Click here to Read more
    Prev Article
    'सिर्फ पैसा बचाना काफी नहीं', ग्लोबल संकट के बीच हेली शाह की सलाह, सीक्रेट नुस्खे से करती हैं मनी मैनेज
    Next Article
    विमेंस वर्ल्डकप- पाकिस्तान पर जीत से भारत एक विकेट दूर:स्कोर-105/9, दीप्ति को 4 विकेट; भारत ने 171 रन का टारगेट दिया

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment